લક્ષદ્વીપના સમુદ્રમાં ઇશા ગુપ્તાએ લગાવી ડુબકી
મુંબઈ, ઇશા ગુપ્તાએ લક્ષદ્વીપના સમુદ્રમાં ડુબકી લગાવી. આ તસવીરો ઇશા ગુપ્તાએ સોશિયલ મિડીયામાં શેર કરી છે. આ તસવીરો જોઇને તમે પણ હેરાન થઇ જશો કે લક્ષદ્વીપ, માલદીવ કરતા પણ મસ્ત આઇલેન્ડ છે. ઇશાએ લક્ષદ્વીપની ખૂબસુરતીને મસ્ત રીતે દર્શાવી છે. ઇશાની આ તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે. ઇશાની આ તસવીરો ઘણું બધુ કહી જાય છે. શા ગુપ્તાએ માલદીવથી જે તસવીરો શેર કરી હતી એમાં બ્લેક બિકીનીમાં જોઇ શકાય છે.
સમુદ્રનું પાણી એકદમ ક્લિન દેખાઇ રહ્યુ છે. દૂર-દૂર સુધી સમુદ્રનું પાણી અને આસમાન નીલા રંગનું દેખાઇ રહ્યુ છે. ઇશા ગુપ્તાએ તસવીરો શેર કરતા લખ્યુ છે કે..બહુ મસ્ત બીચ પર ગઇ છુ જ્યાં મારા પર રેત હતી અને ચહેરા પર તડકો હતો. આ મસ્ત જગ્યા લક્ષદ્વીપ છે. હું ફરીથી પાછી ત્યાં જવાની રાહ જોઇ શકતી નથી.
ઇશા ગુપ્તાએ હેશટેગની સાથે એક્સપ્લોર ઇન્ડિયન આઇલેન્ડ અને યે મેરા ઇન્ડિયા લિખા હૈ. એટલે કે એમના લોકોને ભારતીય આઇલેન્ડમાં ફરવાની અપીલ કરી છે અને ભારતને મહાન બતાવ્યુ છે. ઇશા ગુપ્તાની આ પોસ્ટ પર લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઇશાની પોસ્ટ પરથી એવું લાગી રહ્યુ છે કે આ થ્રોબેક તસવીર છે અને ફરી એ લક્ષદ્વીપ જવા માટે ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લક્ષદ્વીપ સમુદ્ર ગયા હતા. આ જોતા માલદીવાના બે મંત્રીઓએ કહ્યુ કે, ભારત લક્ષદ્વીપને પ્રેમોટ કરી રહ્યા છે અને માલદીવ પર્યટનના લોકોનું ધ્યાન હટાવી રહ્યા છે. બાદ અક્ષય કુમાર અને જોન અબ્રાહમે ભારતીય લોકોને માલદીવ જવાની જગ્યાએ લક્ષદ્રીપ જેવા ભારતીય આઇલેન્ડ જવાની અપીલ કરી.
જોને લક્ષદ્વીપની મસ્ત તસવીરો પણ શેર કરી છે. જ્યારે અક્ષય કુમારે લખ્યુ કે, માલદીવના પ્રમુખ નેતા સામાન્ય રીતે ભારતીયો પર નસ્લવાદી કરતા જોવા મળ્યા, હેરાન કરનારી વાત તો એ છે કે એ દેશની સાથે એવું કરી રહ્યા છે જે માલદીવને સૌથી વધારે પર્યટક આપે છે.SS1MS