ઇશા કોપિકર ૧૮ વર્ષની ઉમરે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની હતી
મુંબઈ, ઇશા કોપિકરે તાજેતરમાં જ ખુલો કર્યાે છે કે તેને કારકિર્દીની શરૂઆતના દિવસોમાં કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયેલો, તેણે નાની ઉંમરે અનુભવેલી ઇન્ડસ્ટ્રીની અંધારી બાજુ પર પ્રકાશ પાડ્યો હતો.
આ ધ્રૂજાવી દેતાં અનુભવ વિશે વાત કરતાં તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ઇશાએ કહેલું કે તેણે ૧૮ વર્ષની ઉંમરે એક ખરાબ અનુભવનો સામનો કરવો પડેલો. ઇશાએ ખુલાસો કર્યાે,“મારો એક સેક્રેટરી અને અભિનેતા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો જેણે મને ભારપૂર્વક કહ્યું કે, મને કામ મળે જ તેની ખાતરી કરવા માટે, મારે અભિનેતાઓ સાથે ‘ફ્રન્ડલી’ થવું પડશે.”
તેણે મજાક કરતાં કહ્યું, “હું તો બહુ ફ્રેન્ડલી છું, તો ફ્રેન્ડલીનો મતલબ શું? હું એટલી બધી ફ્રેન્ડલી છું કે એકતા કપુરે એક વખત મને થોડો એટિટ્યુડ રાખવાની સલાહ આપેલી.”
આ ઉપરાંત તેણે એક એ લિસ્ટ એક્ટર વિશે બીજો કિસ્સો કહ્યો, જ્યારે તે ૨૨-૨૩ વર્ષની હતી. “એક અભિનેતાએ મને એકાંતમાં મળવા કહેલું, મારા ડ્રાઇવર કે કોઈ પણ સાથે ન હોય એ રીતે, તેની અન્ય અભિનેત્રીઓ સાથે સંબંધો હોવાની પણ મેં વાતો સાંભળેલી. તેણે મને એવું પણ કહેલું કે મારા નામે ઘણા વિવાદો ચાલે છે, એ તો માર સ્ટાફ ફેલાવે છે.
પણ મેં ના પાડી દીધી અને કહેલુ કે હું એકલી નહીં આવી શકું.” ઇશાએ એવા પણ કિસ્સાઓ કહ્યાં, જ્યારે અભિનેતાઓ અને દિગ્દર્શકોના સેક્રેટરીઓએ તેની સાથે અયોગ્ય વર્તન કરવાની કોશિશ કરી હોય. “એ લોકો તમને માત્ર અયોગ્ય સ્પર્શ જ નહીં કરે પણ તમારો હાથ મચકોડીને બહુ હલકી રીતે તમને કહેશે કે હીરો સાથે તમારે દોસ્તી કરવી પડશે.”
ઇશા કોપિકરે ૨૦૦૦માં ખાલિદ મહોમ્મદની ફિલ્મ ‘ફિઝા’માં નાના રોલથી કૅરિઅરની શરૂઆત કરેલી, તેણે પ્રકાશ જ્હાની ફિલ્મ ‘રાહુલ’માં એક આઇટમ નંબર કરેલું. ૨૦૦૧માં રાજીવ રાઈની ફિલ્મ ‘પ્યાર ઇશ્ક ઔર મહોબ્બત’માં તેણે કાયદેસર ડેબ્યુ કર્યું હતું, જેમાં અર્જૂન રામપાલ અને સુનિલ શેટ્ટી પણ હતા. ઉપરાંત તેણે કે. રાઘવેન્દ્ર રાઓની ફિલ્મ ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’માં ગોવિંદા સાથે મુખ્ય ભૂમિકા નીભાવી હતી.SS1MS