ઈશાન કિશન બ્રેક લઈને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે
નવી દિલ્હી, પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહેલા ક્રિકેટર ઈશાન કિશન બે મહિનાના બ્રેક બાદ ક્રિક્રેટ ગ્રાઉન્ડ પર વાપસી કરવા માંગે છે. છેલ્લાં છ સપ્તાહથી આ વિકેટ કિપર બેટ્સમેન વડોદરામાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની સાથે રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરી રહ્યાં છે.
હાલમાં જ અફઘાનિસ્તાનની સામે વ્હાઈટ બોલ અને ઈંગ્લેન્ડી વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં તેમની પસંદગી થવા પર બબાલ થઈ હતી. પરંતુ આ ક્રિકેટરને મળેલા બ્રેકને કારણે તેઓ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યાં છે.
જેનાથી તેને માનસિક થાક ઉતારવાનો મોકો મળ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર ઈશાન કિશન ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન બનાવવા માટે પોતાની ટ્રેનિંગ અને બેટિંગ ટેકનિક પર કામ કરી રહ્યો છે. ૨૫ વર્ષીય ક્રિકેટર પોતાના પરિવારની સાથે વડોદરામાં ભાડાના ટુ બીએચકે ફ્લેટમાં રહે છે, જ્યાં તેની સાથે તેના માતાપિતા અને બે વર્ષનો ભત્રીજો રહે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઈશાનને બ્રેકથી ફાયદો થયો છે. તેણે વડોદરામાં એક ફ્લેટ ભાડેથી લીધો છે. જ્યાં તેનો આખો પરિવાર હાલ રહે છે. મોટાભાઈ રાજ લખનઉમાં સર્જન હોવાથી તે વડોદરામાં નથી. પરંતુ ભત્રીજો ઈશાનની સાથે છે. આ મુશ્કેલ સમયમાં તેનો પરિવાર તેની સાથે છે.
આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કર્યા બાદથી ઈશાન સતત ટુર પર છે. તે હંમેશા પોતાની મમ્મીના હાથથી બનાવેલુ ભોજન ખાવાનું પસંદ કરે છે. તેથી તે હાલ બ્રેકમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ કારણે તેઓ શાંતિ અનુભવી રહ્યાં છે.
હાલ તે પરિવારનો સાથ એન્જોય કરી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, ઈશાન કિશન બ્રેક ઈચ્છતા હતા. તેઓ માનસિક થાક ઉતારવા માંગતા હતા. તેથી તે હાલ વડોદરામાં પરિવાર સાથે છે.
ઉલ્લેખનીય છે કે, ઈશાન કિશનની રણજી ટ્રોફીમાં ગેરહાજરીને કારણે ઘરેલુ મેચની સરખામણીમાં ઈન્ડિયન પ્રીમિયર લીગને પ્રાથમિકતા આપનારા ક્રિકેટર્સ પર સવાલો ઉઠ્યા હતા. બીસીસીઆઈના સચિવ જય શાહે ક્રિકેટરોને ચેતવણી આપી કે, ઘરેલુ ક્રિકેટ ટીમમાં પસંદગી એ ક્રિકેટર માટે મહત્વનો માપદંડ ગણાય છે. તેમાં ભાગ ન લેવા પર ગંભીર પરિણામ ક્રિકેટરોને ભોગવવા પડશે.SS1MS