Western Times News

Gujarati News

ISI અને પાકનું નવું કાવતરૂ: સ્થાનિક ગેંગસ્ટરોને ભારતમાં હુમલાની જવાબદારી સોંપી રહ્યાં છે

નવીદિલ્હી, ભારતમાં સુરક્ષા એજન્સીઓની સાથે સાથે ગુપ્તચર એજન્સીની સામે અપરાધની એક નવી પ્રવૃતિ સામે આવી છે હકીકતમાં ભારતીય સેના અને ગુપ્તચર એજન્સીઓની સતર્કતાના કારણે પાકિસ્તાનની આઇએસઆઇ અને તેમના આતંકી સંગઠન ભારતમાં કોઇ પણ હુમલાને પરિણામ આપવામાં નિષ્ફળ થઇ રહ્યાં છે તેને ધ્યાનમાં રાખતા હવે આઇએસઆઇ અને આતંકી સંગઠન સ્થાનિક ગેંગસ્ટરોને હુમલાની જવાબદારી સોંપી રહ્યાં છે.

તાજેતરમાં જ ચંડીગઢની ગુપ્ત એકમે તમામ ગુપ્ત એજન્સી એકમોને આતંકવાદીઓ અને બદમાશોની વચ્ચે ગઠબંધન અને સ્થાનિક કનેકશનના સંબંધમાં સતર્ક કર્યા કેટલાક ગેંગસ્ટર્સનું નામ લેતા ઇટેલિજેંસ વિંગે અન્ય એકમોને સતર્ક કર્યા કે આઇએસઆઇ અને આતંકવાદી સંગઠન આ ગેંગસ્ટરોના સંપર્કમાં છે અને તેમને ભારતમાં હુમલાને પરિણામ આપવા માટે જવાબદારી સોંપી રહ્યાં છે જયારે તેમાંથી કેટલાક ગેંગસ્ટર ફરાર છે જયારે કેટલાક જેલોમાં બંધ છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ દાવો કર્યો કે એવા સંભાવના છે કે આઇએસઆઇ આ સ્થાનિક પરંતુ વધુ પ્રભાવી ગેંગસ્ટરોના સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકે છે કે તેમના સંપર્કમાં છે.  તાજેતરમાં જારી એલર્ટમાં કેન્દ્રીય ગુપ્ત એજન્સીની પંજાબ એકમે એલર્ટ કર્યું હતું કે આઇએસઆઇ અને અન્ય આતંકી સંગઠનોએ કેટલાક નેતાઓને નિશાન બનાવવા માટે પાંચ બદમાશોને કામ સોંપ્યુ હતું હાલ પાંચમાંથી બે ગેંગસ્ટર ફરાર છે અને પોલીસ તેમની શોધ કરી રહી છે જયારે અન્ય ત્રણ પંજાબની વિવિધ જેલોમાં બંધ છે.

આ ગેંગસ્ટર ડઝનેક હત્યાઓ લુંટ નશીલા પદાર્થોના મામલા અને જેલોથી રેકેટ ચલાવવામાં સામેલ છે. સ્થાનિક પોલીસે આવા સ્થાનિક બદમાશો પર નજર રાખવા અને જેલમાં રહેવા પર પણ તેમના કાર્યો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.  એક અધિકારી અનુસાર આ નવી રણનીતિની પાછળ કારણ એ છે કે આઇએસઆઇની રીઢની હડ્ડી જે સ્થાનિક સ્લીપર સેલ છે લગભગ સમાપ્ત થઇ ગઇ છે કે કામ કરવાનો ઇન્કાર કરી રહી છે કારણ કે તેમને સુરક્ષા દળો દ્વારા મારી નાખવાનો ભય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.