Western Times News

Gujarati News

અમેરિકામાં હુમલાખોરની ટ્રકમાંથી આઈએસઆઈએસનો મળ્યો ઝંડો

ન્યૂ ઓર્લિયન્સ, અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બાેન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને ટ્રક ડ્રાઈવરે ટક્કર મારી અને ભીડ પર ગોળીબાર કર્યાે. તાજેતરની માહિતી અનુસાર આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૧૦ થી વધીને ૧૫ થઈ ગઈ છે.

એફબીઆઈએ આ હુમલાને આતંકવાદી હુમલો માનીને તપાસ શરૂ કરી છે, કારણ કે હુમલાખોરના વાહનમાંથી આતંકી સંગઠન આઈએસઆઈએસનો ઝંડો મળી આવ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને હુમલાની નિંદા કરી અને કહ્યું કે મને આજ સતત આ ભયાનક ઘટના વિશે જાણ કરવામાં આવી રહી છે.

એફબીઆઈ તપાસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે અને આ ઘટનાને આતંકવાદ તરીકે તપાસી રહી છે. હું પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેઓ ઉજવણી કરી રહ્યા હતા.

અમેરિકામાં કોઈપણ પ્રકારની હિંસાનું કોઈ સમર્થન નથી અને અમે અમારા દેશમાં કોઈપણ સમુદાય પર કોઈ પણ હુમલાને સહન નહીં કરીએ.એફબીઆઈએ જણાવ્યું હતું કે બુધવારે બપોરે લગભગ ૩ઃ૧૫ વાગ્યે ફ્રેન્ચ ક્વાર્ટરમાં બોર્બાેન સ્ટ્રીટ પર થયેલા હુમલા બાદ પોલીસ સાથે હુમલાખોરની અથડામણ પણ થઈ હતી.

આ અથડામણમાં પોલીસે હુમલાખોર ડ્રાઈવરને ઠાર માર્યાે હતો.લુઇસિયાનાના ગવર્નરે લોકોને ફ્રેન્ચ ક્વાર્ટરથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકોએ ફ્રેન્ચ ક્વાર્ટરથી દૂર રહેવું જોઈએ કારણ કે તે સ્થળ પર ટ્રક ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલાની તપાસ ચાલી રહી છે, જેમાં ૧૦ લોકો માર્યા ગયા હતા.

ગવર્નર જેફ લેન્ડ્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું કે અધિકારીઓ જ્યારે તપાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ “અસ્થિર પરિસ્થિતિ”નો સામનો કરી રહ્યા હતા.”અમે જાણીએ છીએ કે આસપાસ પ્રવાસીઓ છે અને અમે દરેકને ત્યાં ન જવા માટે અપીલ કરી રહ્યા છીએ, આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.