ISIS-Kના ત્રણ આતંકીઓ અફઘાનની જેલમાંથી ભાગ્યા
નવી દિલ્હી, અફગાનિસ્તાનની જેલમાંથી ભાગી છુટેલા આતંકી સંગઠન આઈએસઆઈએસ-કેના ત્રણ આતંકીઓ લશ્કર એ તોયબા તેમજ જૈશ એ મહોમ્મદ સાથે મળીને કાશ્મીરના યુવાઓને આતંકવાદ તરફ ધકેલવા માટે ધમપછાડા કરી રહ્યા હોવાની બાતમી ભારતીય સુરક્ષા એજન્સીઓને મળી છે.
સુરક્ષા એજન્સીઓને મળેલી જાણકારી પ્રમાણે ભાગી છુટેલા ત્રણ પૈકી બે પાકિસ્તાની અને એક કાશ્મીરી આતંકી છે.ઉલ્લેખનીય છે કે, તાલિબાને આજે જ નિવેદન આપ્યુ છે કે, કાશ્મીરીઓ માટે અવાજ ઉઠાવવો એ અમારો અધિકાર છે. જેના કારણે ભારતની ચિંતા વધી છે.
આઈએસઆઈએસ-કેના આ ત્રણ આતંકીઓ પૈકી એકનુ નામ અસલમ ફારૂકી છે અને તે પાકિસ્તાનનો નાગરિક છે. છેલ્લા ૧૦ વર્ષથી તે કાશ્મીરના યુવાઓને આતંકવાદી બનાવવા માટે કામ કરી રહ્યો છે.
જાેકે છેલ્લા એક વર્ષથી તે અફઘાનિસ્તાનની જેલમાં હતો. બીજાે આતંકી મનસીબ આઈએસઆઈએસ-કેનુ સોશિયલ મીડિયા નેટવર્ક સંભાળે છે અને તે પણ પાકિસ્તાની છે.તેણે સોશિયલ મીડિયા થકી ઘણા લોકોને આઈએસઆઈએસ-કેસાથે જાેડવાનુ કામ કર્યુ છે. ત્રીજાે આતંકી એજાજ અહંગારી કાશ્મીરનો હોવાનુ મનાય છે. લાંબા સમય માટે તે પાક કબ્જા હેઠળના કાશ્મીરમાં આતંકી સંગઠનો સાથે કામ કરી ચુકયો છે.
આ ત્રણે આતંકીઓને ગયા વર્ષે કાબુલ ગુરૂદ્વારામાં થયેલા બ્લાસ્ટ બાદ અફઘાનિસ્તાનની સુરક્ષા એજન્સીએ પકડી લીધા હતા. જાેકે તાલિબાનનુ શાસન આવ્યા બાદ તેઓ ફરી આઝાદ થઈ ગયા છે.
ભારતને એમ પણ તાલિબાનનુ શાસન આવ્યા બાદ અફઘાનિસ્તાન ઈસ્લામિક આતંકવાદનુ કેન્દ્ર બનવાનો ડર સતાવી રહ્યો છે. આ પહેલા પણ અહીંયા અલ કાયદા, આઈએસઆઈએસ જેવા સંગઠનો સક્રીય રહી ચુકયા છે.SSS