ISISI-Kની સાથે કેરાલાના ૧૪ની સંડોવણી સામે આવી

થિરુવનંતપુરમ, કાબુલ એરપોર્ટ બહાર બ્લાસ્ટ કરનાર આતંકી સંગઠન આઈએસઆઈએસ-કે સાથે કેરાલાના ૧૪ લોકોનું કનેક્શન બહાર આવ્યું છે. તેઓ પણ આ હુમલાની યોજનામાં સામેલ હોવાની શંકા છે.
તાલિબાને કાબુલ પર કબ્જાે જમાવ્યા બાદ આ ૧૪ લોકોને બગરામ જેલમાંથી બીજા કેદીઓની સાથે છોડી દીધા હતા. તેમણે ૨૬ ઓગસ્ટે કાબુલમાં તુર્કીની એમ્બેસીની બહાર વિસ્ફોટની યોજના પણ બનાવી હતી. જાેકે તે યોજના નાકામ કરી દેવાઈ હતી.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ હક્કાની નેટવર્કના નિયત્રણમાં છે. આઈએસઆઈએસ-કે અને હક્કાની નેટવર્ક સાથે સાથે કામ કરી ચુકયા છે. પાકિસ્તાન સીમા સાથે જાેડાયેલા નાગરહાર પ્રાંતમાં આઈએસઆઈએસ-કે સક્રિય છે.
કેરાલાના આ ૧૪ લોકો પૈકી એક વ્યક્તિએ પોતાના ઘરનો સંપર્ક કર્યો છે. બાકીના ૧૩ આઈએસઆઈએસ-કેના સભ્યો સાથે કાબુલમાં છે. આ તમામ વ્યક્તિઓ ૨૦૧૪માં સિરિયામાં તેમજ ઈરાકમાં સક્રિય આઈએસઆઈએસ-કેમાં સામેલ થવા માટે કેરાલા છોડીને મિડલ ઈસ્ટમાં જતા રહ્યા હતા. તેઓ થોડા સમય પહેલા અફઘાનિસ્તાનના નાગરહાર પ્રાંતમાં આવી ગયા હતા.
ભારત સરકારને એ વાતની ચિંતા છે કે, તાલિબાન અને તેના સહયોગી આ લોકોનો ઉપયોગ ભારતની ઈમેજને નુકસાન પહોંચાડવ માટે કરશે.ઉલ્લેખનીય છે કે, કાબુલ એરપોર્ટ બ્લાસ્ટની જવાબદારી આઈએસઆઈએસ-કે સંગઠને લીધી છે. આઈએસઆઈએસ-કેની સ્થાપના ૨૦૧૫માં થઈ હતી અને તેણે થોડા સમયમાં અફઘાનિસ્તાનના ઘણા ગ્રામ્ય વિસ્તારો પર પોતાની પકડ જમાવી દીધી હતી. તાલિબાનનુ શાસન આવ્યુ તે પહેલા પણ તેણે સંખ્યાબંધ સ્થળોએ સરકારી સંપત્તિઓ અને બીજી સંસ્થાઓને નિશાન બનાવીને હુમલા કર્યા હતા.SSS