ઈરાન પર હુમલા કરીને ઈઝરાયલે તમામ લક્ષ્ય પૂર્ણ કર્યાઃ નેતન્યાહૂ
તેલઅવીવ, ઇરાન પર હવાઇ હુમલાના એક દિવસ પછી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ રવિવારે કહ્યું કે, ઈઝરાયેલે કરેલા હુમલાઓથી ઈરાનને ‘ગંભીર નુકસાન’ પહોંચ્યું છે અને ઈઝરાયલે પોતાના તમામ લક્ષ્યો હાંસલ કરી લીધા છે. નેતન્યાહુએ હુમલાઓ પર પોતાની પ્રથમ સાર્વજનિક ટિપ્પણીમાં કહ્યું કે, વાયુસેનાએ આખા ઈરાન પર હુમલા કર્યા છે.
અમે ઈરાનની સુરક્ષા ક્ષમતાઓ અને અમારા તરફ ટાર્ગેટેડ મિસાઈલોના ઉત્પાદન કરવાની તેમની ક્ષમતાઓને ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું છે.
આ દરમિયાન ઈરાનના ૮૫ વર્ષીય સર્વાેચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈને કહ્યું કે, આ અધિકારીઓ પર નિર્ભર કરે છે કે એ ઈરાનના લોકોની શક્તિ અને ઈચ્છાને ઈઝરાયેલની સરકાર સુધી કેવી રીતે પહોંચાડવી અને આ રાષ્ટ્ર અને દેશના હિતોની સેવા કરવાની કાર્યવાહી કરે.ખામેનેઈ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેશે કે ઈરાન કેવી રીતે પ્રક્રિયા કરે છે.
આ સિવાય, તેલઅવીવની પાસે થયેલા હુમલામાં ડઝનો લોકો ઘાયલ થયા છે. એક ટ્રક બસ સ્ટોપથી ટકરાઈ હતી, જ્યારે ઈઝરાયેલના કેટલાક નાગરિકો રજા પછી કામ પર પરત ફરી રહ્યા હતા. આ બસ સ્ટોપથી મોસાદનું હેડક્વાર્ટર અને સૈન્ય સ્થળો નજીક છે.
ઈઝરાયેલના પોલસ પ્રવક્તા અસી અહરોનીએ જણાવ્યું કે, તેને અમે એક આતંકવાદી હુમલો માની રહ્યા છે.ઈઝરાયેલે ઉત્તર ગાઝા પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૨૨ લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે, તેમ પેલેસ્ટાઈનના અધિકારીઓે જણાવ્યું છે.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે શનિવારે મોડી રાત્રે ઉત્તર ગાઝાના બેત લાહિયામાં કેટલાક ઘરો અને બિલ્ડિંગો પરના હુમલામાં ૧૧ મહિલાઓ અને બે બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય ૧૫ લોકો ઘાયલ થયા છે. હજુ મૃતકોની સંખ્યા વધી શકે છે.
મૃતકોમાં મોટાભાગના ત્રણ પરિવારના સભ્યો હતા.આ સિવાય, એ અલગ ઘટનામાં ઈઝરાયેલની મેગન ડેવિડ એડોમ બચાવ સેવાના કહેવા પ્રમાણે તેલ અવીવની પાસે એક ટ્રકે બસ સ્ટોપને ટક્કર મારી હતી, જેમાં ડઝનો લોકો ઘાયલ થયા છે.SS1MS