ઇઝરાયેલે ગાઝાની હોસ્પિટલમાંથી ૧૦૦થી વધુ આતંકીઓને પકડ્યા
જેરૂસલેમ, ઇઝરાયેલે ગાઝામાં તેની જમીની સૈન્ય કાર્યવાહી વધુ આકરી બનાવી છે. તેણે એક હોસ્પિટલમાં છુપાયેલા હમાસના ૧૦૦થી વધુ આતંકીઓને ઝડપીને મહત્વની સફળતા હાંસલ કરી છે.
આમેય ઇઝરાયેલ છેલ્લાં અનેક દિવસોથી દાવો કરી રહ્યો છે કે હમાસના આતંકીઓ રહેણાંક વિસ્તારો, રાહત શિબિરો અને હોસ્પિટલોમાં આશરો લઇને તેમનું નેટવર્ક ચલાવી રહ્યા છે. બીજી બાજુ ઇઝરાયેલની કેબિનેટે ઇરાનના સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને સોમવારે બંકરમાં મીટિંગ યોજી હતી. ઇઝરાયેલ દળોએ બેઇત લાહિયામાં કમાલ એડવાન પર દરોડા પાડ્યા હતા.
જેમાં ૪૪ પુરુષ સ્ટાફને અટકમાં લેવાયા હતા તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે. આ હોસ્પિટલમાં ૨૦૦ જેટલા દરદીઓની સારવાર ચાલી રહી છે. ઇઝરાયેલના હુમલામાં હોસ્પિટલ લગભગ ધ્વસ્ત થઇ ગઇ છે. ઉલ્લેખીય છે કે ઇઝરાયેલે યુદ્ધના ગાળામાં અનેક હોસ્પિટલો પર હુમલા કર્યા છે.
આ હોસ્પિટલોમાં આતંકીઓ નથી હોતા તેવા દવા પેલેસ્ટાઇનના મેડિકલ સ્ટાફ કરે છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ લશ્કર તેના યુદ્ધના શરૂઆતથી જ ગાઝામાંથી પેલેસ્ટાઇન્સને વિસ્તાર ખાલી કરવાની સૂચના આપતું રહે છે. યુએનના આંકડા મુજબ ચાર લાખથી વધુ લોકો હજી પણ ઉત્તર ગાઝામાં છે અને ભીષણ ભૂખમરો વેઠી રહ્યા છે.
ઇઝરાયેલે આ વિસ્તારમાં કાળો કહેર લાવીને ૪૩,૦૦૦થી વધુ પેલેસ્ટાઇન્સને મારી નાખ્યા છે. ઇઝરાયેલના એક લશ્કરી અધિકારીએ જણાવ્યું છે કે કમાલ અદવાન હોસ્પિટલની ફરતે ભારે લડાઇ ચાલી રહી છે. હોસ્પિટલમાંથી શસ્ત્રો પણ મળ્યા છે.
અમુક આતંકીઓ તેમની જાતને તબીબ અને હોસ્પિટલના કર્મચારી તરીકે દર્શાવી રહ્યા છે. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના વડાએ ઇઝરાયેલના હુમલાને ગેરકાયદેસર ગણાવ્યા છે. બીજી બાજુ ઇઝરાયેલના ઇરાન પર હુમલાથી ચિંતિત રશિયાએ કહ્યું છે કે આ હુમલો યુદ્ધમાં ન પરિણમે તે માટે તે પ્રયાસો કરી રહ્યું છે. અમે આશા રાખીએ કે યુએન કાઉન્સિલ સ્થિતિને કાબૂમાં રાખવા મદદરૂપ થશે.
ઇરાની સેનાના વડા જનરલ હુસૈન સલામીએ ઇઝરાયેલના હુમલા પછી પહેલી વખત જાહેરમાં નિવેદન આપ્યું હતું. આ હુમલો ઇરાની સમર્થિત આતંકવાદીઓ સાથે યુદ્ધના મેદાનમાં “ખાસ કરીને ગાઝા અને લેબનોનમાં” ઇઝરાયેલની “ખોટી ગણતરી અને અસમર્થતા”નો ભાગ હતો. બીજી બાજુ ઇરાકે ઇરાનના હુમલા માટે તેના એરસ્પેસનો ભંગ થયો હોવાનો વિરોધ યુએનમાં નોંધાવ્યો છે.SS1MS