ઈઝરાયેલે હમાસના ટોપ લીડરનું મકાન ફૂંકી માર્યું
પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિએ પણ આપી ચેતવણી
જેરૂસેલમ,ઈઝરાયેલી સેનાએ કહ્યું કે તેમણે ગાઝામાં હમાસના એક ટોચના નેતાના ઘર પર હુમલો કર્યો છે. ગાઝાથી ઈઝરાયેલમાં હવાઈ હુમલા અને રોકેટ છોડવામાં આવ્યાના લગભગ એક અઠવાડિયા બાદ આ હુમલો કરાયો. Israel destroys home of most senior Hamas leader in Gaza
સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ હિદાઈ જિલ્બરમેને રવિવારે ઈઝરાયેલી સેનાના રેડિયોને જણાવ્યું કે સેનાએ ગાઝામાં હમાસના સૌથી વરિષ્ઠ નેતા યેહિયેહ સિવારના ઘરને નિશાન બનાવ્યું છે.
કદાચ તે ત્યાં છૂપાયેલો હતો. તેનું ઘર દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનૂસ શહેરમાં હતું. હમાસ અને ઈસ્લામિક જેહાદ સમૂહે સોમવારે સંઘર્ષ શરૂ થયા બાદથી તેમના ૨૦ લોકો માર્યા ગયાની વાત કરી છે.
જ્યારે ઈઝરાયેલે કહ્યું કે અસલ સંખ્યા તેનાથી ઘણી વધુ છે. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન સાથે ફોન પર વાત કરીને ઈઝરાયેલ સાથે ચાલુ ઘર્ષણમાં હસ્તક્ષેપ કરવાનો અને ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન પર થઈ રહેલા હુમલાને બંધ કરવા માટે આહ્વાન કર્યું છે.
પેલેસ્ટાઈનની સરકારી સમાચાર એજન્સી વાફાએ શનિવારે જાણકારી આપી કે અબ્બાસે અમેરિકી રાષ્ટ્રપતિને ફોન કરીને તેમને પેલેસ્ટાઈન વિસ્તારમાં ચાલુ હિંસા અંગે તાજી જાણકારી આપતા કહ્યું કે જ્યાં સુધી વિસ્તારમાં ઈઝરાયેલી કબ્જાે નહીં હટે ત્યાં સુધી વિસ્તારમાં સુરક્ષા અને સ્થિરતા સ્થાપિત થઈ શકશે નહીં. તેમણે કહ્યું કે પેલેસ્ટાઈનના લોકો શાંતિ ઈચ્છે છે. બાઈડેને પણ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે હિંસા ઓછી કરવા પર ભાર મૂક્યો.