Western Times News

Gujarati News

ઈઝરાયેલે ૨૫૦ બંધક છોડાવીને ૬૦ આતંકવાદીઓને ઠાર કર્યા

(એજન્સી)તેલ અવીવ, ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે સાતમો દિવસ છે, ત્યારે હમાસે શરૂ કરેલું યુદ્ધ તેને જ ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હુમલા બાદ ઈઝરાયેલી સેના પણ આક્રમક જવાબ આપી રહ્યું છે. સેના આતંકવાદીઓનો ખાતમો બોલાવવા અને બંધકોને છોડાવવા તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે સેનાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ‘ખતરનાક ઓપરેશન’ વીડિયો જારી કર્યો છે. વીડિયોમાં સેનાએ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ એક સફળ ઓપરેશન કર્યું હોવાનું જાેવા મળી રહ્યું છે.

વીડિયોમાં ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)ના જવાનો એક પરિસરમાં ઘુસતા જાેવા મળી રહ્યા છે. અહીં આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલ લોકોને સેના છોડાવી રહી છે. ૭ ઓક્ટોબરના આ ઓપરેશનનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સેનાએ લખ્યું છે કે, ઈઝરાયેલી સેનાએ ગાઝા સરહદ નજીક એક મોટું લાઈવ ઓપરેશન પાર પાડ્યું… આ દરમિયાન આતંકવાદીઓએ બંધક બનાવેલ ૨૫૦ લોકોને સુરક્ષિત છોડાવ્યા અને હમાસના ૬૦ આતંકવાદીઓ પણ ઠાર કર્યા.

વીડિયોમાં એક ડઝનથી વધુ સૈનિકો લોકેશન મુજબના ઈમારતમાં જતા પહેલા ઘણી ઈમારતોની અંદર જતા જાેવા મળી રહ્યા છે. સૈનિકો હમાસ સરહદ ચોકીની પાછળથી ફાયરિંગ કરતા અને ગ્રેનેડ ફેંકતા જાેવા મળે છે. ઘર્ષણ દરમિયાન સૈનિકોએ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલ ૬૦થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા અને લગભગ ૨૫૦ બંધકોનો સુરક્ષિત બચાવ્યા.

આઈડીએફએ વધુમાં કહ્યું કે, હમાસના દક્ષિણી નૌસેનિક બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડર મુહમ્મદ અબૂ અલી સહિત ૨૬ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી. દરમિયાન ઈઝરાયલી સેનાએ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં ગાઝાના ૧૫૩૭ લોકોને મોતને ઘાટ ઉતારી દીધાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે ઈઝરાયલમાં ૧૩૦૦થી વધુ લોકોના મોતના અહેવાલ છે,

જેમાં ૨૨૨ જેટલાં ઈઝરાયલી સૈનિકો સામેલ છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે તેની માહિતીમાં જણાવ્યું કે, ઈઝરાયલી હવાઈ હુમલામાં ૫૦૦ બાળકો અને ૨૭૬ મહિલાઓ સહિત ૧૫૩૭ પેલેસ્ટિનીઓ માર્યા ગયા હતા અને ૬૬૧૨ ઘવાયા હતા. માર્યા ગયેલા લોકોમાં હમાસના નાણાકીય બાબતોના પ્રમુખ અબુ શામલા, એક અન્ય વરિષ્ઠ નેતા અને ત્રણ પત્રકારો પણ સામેલ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.