ઈઝરાયેલને પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છેઃ ચીન

(એજન્સી)બીજીંગે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ચીને પોતાના જ નિવેદન પર પલટી મારી છે. અત્યાર સુધી પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહેલા ચીને હવે ઈઝરાયેલ પરના હુમલા અંગે મોટું નિવેદન આપ્યું છે. ચીને હમાસે ઈઝરાયેલ પર કરેલા બર્બરતાપૂર્વકના હુમલાની ટીકા કરી ન હતી,
જાેકે હવે તેણે સ્વિકાર કર્યો છે કે, ઈઝરાયેલને પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છે. ઈઝરાયેલના વિદેશમંત્રી એલી કોહેને ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે ટેલીફોન પર વાત કરી હતી. આ વાતચીત બાદ ચીનની સરકારી મીડિયાએ વાંગના ટાંકીને ઉપરોક્ત નિવેદન જારી કર્યું છે.
ચીનની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, વાંગ યીએ ઈઝરાયેલના વિદેશમંત્રીને કહ્યું કે, ‘તમામ દેશોને પોતાની આત્મરક્ષા કરવાનો અધિકાર છે, જાેકે તે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓ અને નાગરિક સુરક્ષાના નિયમોનું પણ પાલન થવું જાેઈએ.’ ઉલ્લેખનિય છે કે, અમેરિકા અને યૂરોપીય દેશોના નિવેદનની જેમ ચીને પણ ઈઝરાયેલની કાર્યવાહીનું સમર્થન કર્યું છે.