Western Times News

Gujarati News

ઈઝરાયેલ આરબ દેશોની વચ્ચે વસેલું છે- છતાં પોતાની શરતો પર જીવી રહ્યો છે

ભારતે ઈઝરાયલ-હમાસ યુદ્ધથી શું શીખવાનું છે?-આ વિશ્વનો એકમાત્ર દેશ છે જે ખૂબ નાનો હોવા છતાં અને આવા આક્રમક પાડોશીઓથી ઘેરાયેલો હોવા છતાં, પોતાની શરતો પર જીવી રહ્યો છે.

ર૦ર૩નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અનેક ઘટનાઓને સમાવીને વીતી રહેલા વર્ષની સૌથી મોટી અને સૌથી વિશદ ઘટના એટલે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ
ઈઝરાયેલને ‘સ્ટાર્ટ-અપ નેશન’ પણ કહેવામાં આવે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર મંચો પર ઘણી વખત ઈઝરાયેલની પ્રશંસા કરી છે. ભારત ઈઝરાયેલ સાથે સંરક્ષણ સોદા પણ કરી રહ્યું છે અને તેના નિષ્ણાત સૈનિકો પણ આપણા સૈનિકોને નવી-નવી બાબતોમાં તાલીમ આપી રહ્યા છે.

જેમ જીભ ૩ર દાંત વચ્ચે રહે છે તેમ ઈઝરાયેલ આરબ દેશોની વચ્ચે વસેલું છે. આ વિશ્વનો એકમાત્ર દેશ છે જે ખૂબ નાનો હોવા છતાં અને આવા આક્રમક પાડોશીઓથી ઘેરાયેલો હોવા છતાં, પોતાની શરતો પર જીવી રહ્યો છે. સંરક્ષણ ક્ષેત્રે અમેરિકાની મદદથી એ આગળ વધી રહ્યું છે અને તેની બરાબરી કરી રહ્યું છે. ભારતમાં પણ લગભગ આ જ સ્થિતિ છે. પાકિસ્તાન તેના પડોશમાં આતંકવાદી દેશ છે.

ચીન અતિક્રમણની રાહ જોઈ રહ્યું છે. ભારત અને ઈઝરાયેલ બંને અત્યંત પ્રતિકૂળ પડોશમાં રહે છે. ર૬/૧૧ના હુમલા પછી જયારે ભારતે પાકિસ્તાન સામે સૈન્ય હુમલો કર્યો ન હતો ત્યારે તેને સમગ્ર વિશ્વમાંથી સહાનુભૂતિ મળી હતી પરંતુ તેના કારણે આતંકવાદીઓનું મનોબળ વધતું જ રહ્યું અને પછી પુલવામા અને બાલાકોટ જેવા હુમલા પણ જોવા મળ્યા. આ સિવાય ઈઝરાયેલને હમાસ જેવા સંગઠનોના હુમલાઓનો પણ સામનો કરવો પડે છે. તે હુથી વિદ્રોહીઓના ઘેરાબંધી હેઠળ પણ છે, પરંતુ ઈઝરાયેલ પોતાની પરના હુમલાનો જવાબ સજ્જડ આક્રમકતાથી આપે છે.

ભારતે ઈઝરાયેલ પાસેથી શીખવાની જરૂર છે. ઈઝરાયેલને ‘સ્ટાર્ટ-અપ નેશન’ પણ કહેવામાં આવે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર મંચો પર ઘણી વખત ઈઝરાયેલની પ્રશંસા કરી છે. ભારત ઈઝરાયેલ સાથે સંરક્ષણ સોદા પણ કરી રહ્યું છે અને તેના નિષ્ણાત સૈનિકો પણ આપણા સૈનિકોને નવી-નવી બાબતોમાં તાલીમ આપી રહ્યા છે.

યુદ્ધથી ઈઝરાયેલને શું મળ્યું ? ઃ ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં હમાસ સામે જમીની હુમલા કર્યા બાદ, આ હુમલાઓમાં ઘણા ઈઝરાયેલ સૈનિકો પણ મૃત્યુ પામ્યા છે. જોકે અત્યાર સુધી નેતન્યાહૂને આ યુદ્ધને કારણે કઈ પણ પ્રાપ્ત થતું હોય તેવુંલાગતું નથી. હજી સુધી હમાસના કોઈ ઉચ્ચ-પ્રોફાઈલ નેતા માર્યા ગયા નથી, જે દર્શાવે છે કે ઈઝરાયેલનું ગ્રાઉન્ડ આક્રમણ બહુ અસરકારક રહ્યું નથી.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો અંદાજિત ખર્ચ પાકિસ્તાનના કુલ વિદેશી મુદ્રા ભંડારના લગભગ છ ગણો છે. નવીનતા અને ટેકનોલોજીનો પ્રચાર ઈઝરાયેલે હંમેશા ઈનોવેશન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપ્યું છે. એક મોટી બાબત જે ભારતીય અને ઈઝરાયેલી ઈનોવેશન સિસ્ટમને અલગ પાડે છે તે એ છે કે ઈઝરાયલીઓ નિષ્ફળતા સ્વ્કારે છે અને નિષ્ફળ ઉદ્યોગસાહસિકો કલંકિત નથી.

ભારત અને ઈઝરાયેલને આંખ આડા કાન કર્યા નહોતા. દાયકાઓ સુધી, ભારત પેલેસ્ટાઈન તરફ ઝુકાવ ધરાવતું હતું. કારગિલ સંઘર્ષ દરમિયાન આ સંબંધ બદલાઈ ગયો, જયારે ઈઝરાયેલે અત્યાધુનિક શસ્ત્રો પુરાં પાડીને ભારતને મદદ કરી, જેણે કારગિલ ક્ષેત્રમાં પાકિસ્તાની ઘૂસણખોરોને પાછા ધકેલવામાં મદદ કરી, પછ ીતો આ સંબંધ ખૂબ જ ઝડપથી આગળ વધ્યો છે. ભારતે ર૦૦૮માં ઈઝરાયેલનો જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. ભારતે તેના અળવીતરા પાડોશીઓ પર નજરરાખવા માટે ઈઝરાયેલ પાસેથી સમાન ઉપગ્રહ પણ ખરીદ્યો હતો.

ઈઝરાયેલ ટેકનોલોજીનું પાવરહાઉસ ઃ આજે ઈઝરાયેલ ઉચ્ચ ટેકનોલોજીનું પાવરહાઉસ છે. મૂળ ‘સ્ટાર્ટ અપ નેશન’ ઈઝરાયેલ પાસેથી શીખવા જેવું ઘણું છે. જો ‘સ્ટાર્ટ અપ’ રાષ્ટ્ર તરીકે ભારતનું મિશન સફળ થવાનું છે. ટોચની દસ સૌથી સફળ સાહસ મૂડી કંપનીઓમાંની એક, ટેકનોલોજી પાવરહાઉસ, જેવીપી ની કામગીરીને જોવા જેવા ઘણા પાઠ શીખવા જેવા છે. નેગેવ રણની મધ્યમાં આવેલું છે, જયારે કશું ઉત્પન્ન થતું નથી, જેવીપી સાયબર લેબને શ્રેષ્ઠમાંની એક તરીકે ગણવામાં આવે છે.

ભારત પણ એટેકિંગ મોડમાં ઃ જયારે ર૦૧૯માં ભારતીય સૈનિકો પર પુલવામા હુમલા વખતે પાકિસ્તાને મદદ કરી હતી. ભારતે તરત જ પાકિસ્તાનમાં જૈશ આતંકવાદી કેમ્પ બાલાકોટ પર બોમ્બ ધડાકા કરીને બદલી લોધો હતો. પાકિસ્તાની એરક્રાફટે જવાબી કાર્યવાહી કરીને ભારતીય વિમાનને તોડી પાડ્યું અને પાયલટને પકડી લીધો. તેણે એ પણ દર્શાવ્યુ હતું કે પાકિસ્તાન જવાબી કાર્યવાહી કરશે, તેથી સામાન્ય યુદ્ધમાં વધારો ન થાય તે માટે ભારતીય હુમલાઓ
મર્યાદિત હોવા જોઈએ.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.