હમાસના તમામ ટોચના નેતાઓ અને અધિકારીઓની હત્યા કરવામાં આવી રહી છે!
ઇઝરાયેલે હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડાયફને ઠાર માર્યો
(એજન્સી)જેરૂસેલમ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષેના ઓક્ટોબર મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે, હમાસ હવે આ યુદ્ધમાં નબળું પડી રહ્યું છે. એક પછી એક હમાસના તમામ ટોચના નેતાઓ અને અધિકારીઓની હત્યા કરવામાં આવી રહી છે.
હવે ઈઝરાયેલની સેનાએ જાહેરાત કરી છે કે, હમાસના સૈન્ય વડા મોહમ્મદ ડાયફ માર્યા ગયા છે. ઈઝરાયેલે જુલાઈમાં હવાઈ હુમલામાં ડાયફને ઠાર માર્યો હોવાનો દાવો કર્યો હતો. મોહમ્મદ ડાયફ ઈઝરાયેલના ટોપ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો.
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે સોશિયલ મીડિયા પર મોહમ્મદ ડાયફની હત્યાના સમાચારની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલની સેનાએ માહિતી આપી છે કે, મોહમ્મદ ડાયફને ઈઝરાયેલ પર ૭ ઓક્ટોબરે થયેલા હુમલા પાછળનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવતો હતો. તે હમાસના લશ્કરી વડા હતા. ઉલ્લેખનીય છે કે, ૭ ઓક્ટોબરના રોજ હમાસે ઈઝરાયેલમાં ઘૂસીને લગભગ ૧૨૦૦ લોકોની હત્યા કરી હતી
https://westerntimesnews.in/news/328323/hamas-leader-ismail-haniyeh-has-been-assassinated-in-tehran/
અને સેંકડો લોકોને બંદી બનાવીને ગાઝા પટ્ટી લઈ ગયા હતા.ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે અહેવાલ આપ્યો છે કે, ૧૩ જુલાઈ, ૨૦૨૪ના રોજ, આઈડીએફ ફાઈટર પ્લેન્સે ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં હુમલો કર્યો હતો. સેનાએ કહ્યું છે કે, ગુપ્ત માહિતી મળ્યા બાદ બાદમાં એ વાતની પુષ્ટિ કરી શકાશે કે હુમલામાં મોહમ્મદ ડાયફ માર્યો ગયો.મહત્ત્વપૂર્ણ છે કે, મોહમ્મદ ડાયફ ઈઝરાયેલના ટોપ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો.