ઈઝરાયલે વેસ્ટ બેંકમાં ફસાયેલા ૧૦ ભારતીય શ્રમિકોને રેસ્ક્યૂ કર્યા

વેસ્ટ બેંક, ઈઝરાયલી અધિકારીઓએ વેસ્ટ બેંકમાંથી ૧૦ ભારતીય શ્રમિકોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. આ લોકોને એક મહિનાથી વધુ સમય સુધી બંધક બનાવવામાં આવ્યા હતા. આ શ્રમિકો પોતાની આજીવિકા માટે ઈઝરાયલ ગયા હતા, પરંતુ તેમને નોકરી આપવાના બહાને, તેને વેસ્ટ બેંકના એક ગામમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા.
અહેવાલો અનુસાર, ગુરુવારે (છઠ્ઠી માર્ચ) રાત્રે ઈઝરાયલ પોપ્યુલેશન એન્ડ ઈમિગ્રેશન ઓથોરિટી, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ અને ન્યાય મંત્રાલયના સંયુક્ત પ્રયાસ હેઠળ શ્રમિકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસે પુષ્ટિ આપી છે કે, આ શ્રમિકો હવે સુરક્ષિત છે અને તેમને ઈઝરાયલ પાછા લાવવામાં આવ્યા છે.
આ કેસ હજુ તપાસ હેઠળ છે, અને અમે આ કામદારોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ઈઝરાયેલી અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. શ્રમિકો વેસ્ટ બેંકના અલ-જાયેમ ગામમાં ફસાયા હતા.
ત્યાં કેટલાક લોકોએ તેના પાસપોર્ટનો ઉપયોગ કરીને ઈઝરાયલમાં ગેરકાયદેર રીતે પ્રવેશવાનો પ્રયાસ કર્યો. ઈઝરાયલી સૈન્યએ પાસપોર્ટનો દુરુપયોગ શોધી કાઢ્યો અને તેમને તેમના હકદાર માલિકોને પરત કર્યા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં લગભગ ૧૬,૦૦૦ ભારતીય શ્રમિકો બાંધકામ ક્ષેત્રમાં કામ કરવા માટે ઈઝરાયલ પહોંચ્યા છે. સાતમી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસના હુમલા બાદ ઈઝરાયલે હજારો પેલેસ્ટિનિયન કામદારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્્યા બાદ ભરતી ઝુંબેશ શરૂ થઈ હતી.SS1MS