મુક્ત કરાએલી ચાર ઇઝરાયેલી મહિલાઓએ હમાસનો આભાર માન્યો
સારા વ્યવહાર અને દેખરેખ માટે હમાસનો આભાર
એકે મહિલા સૈનિકે કહ્યું કે, “સલામ અલયકુમ, શાંતિ બની રહે. સારા વર્તન માટે અલ-કાસમ બ્રિગેડનો આભાર”
તેવ અવિવ,
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝા યુદ્ધ વિરામ અંગે કરાર કરવામાંઆવ્યા છે. કરાર મુજબ બંને તરફથી બંધકોને છોડવામાં આવી રહ્યા છે. હમાસની આર્મ્સ વિંગ અલ કાસમ બ્રિગેડે શનિવારે ચાર ઇઝરાયલી મહિલા બંધકોને મુક્ત કરી હતી. એક જાહેર ઇવેન્ટમાં ચારેય મહિલા કેદીઓને રેડક્રોસને સોંપવામાં આવી હતી. આ દરમિયાનના વિડીયોમાં ચારેલ મહિલા કેદીઓ ખુબ જ ખુશ દેખાઈ રહી છે અને તેમનું સ્વસ્થ પણ સારું દેખાઈ રહ્યું છે. ચારેય મહિલા કેદીઓ સારા વ્યવહાર અને દેખરેખ માટે હમાસનો આભાર પણ માન્યો હતો.
X પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં દેખાય છે કે ચારેય મહિલા સૈનિકોઓ એક કારની અંદર બેઠી છે અને અરબી ભાષામાં વાત કરી રહી છે. મહિલા સૈનિકોએ અલ-કાસમ બ્રિગેડ તરફથી સારા વર્તન અને ઈઝરાયેલી એર સ્ટ્રાઈકથી તેમને બચાવવા પ્રશંસા કરી.એકે મહિલા સૈનિકે કહ્યું કે, “સલામ અલયકુમ, શાંતિ બની રહે. સારા વર્તન માટે અલ-કાસમ બ્રિગેડનો આભાર,” બીજી મહિલા સૈનિકે કહ્યું, “ફૂડ, ડ્રીંક અને કપડાં માટે આભાર”.ત્રીજી મહિલાએ કહ્યું, “જે યુવાનોએ અમારી સંભાળ રાખી અને (ઇઝરાયેલના) બોમ્બ વિસ્ફોટથી અમને બચાવ્યા તેમનો આભાર.”ચોથી મહિલા સૈનિકે કહ્યું, “આજે દિવસ ખુશીનો દિવસ છે, બેસ્ટ દિવસ, અને અમે એકદમ સ્વસ્થ છીએ.” અંતે, ચારેય મહિલાઓ હસતા ચહેરે કહે છે, “આજે ૨૫ જાન્યુઆરી, ૨૦૨૫ છે”. આ ફૂટેજ પ્રત્યાર્પણ પહેલા ગાઝા કિનારા પાસે શૂટ કરવામાં આવી હતી.ss1