એર સ્ટ્રાઇક બાદ ઇઝરાયેલની સેના ગાઝામાં ઘૂસી:મોર્ટારમારામાં ૮૫નાં મોત

ગાઝા, ઇઝરાયેલના ગાઝા પર હુમલા જારી છે. બે દિવસથી ચાલતા હુમલામાં લગભગ ૬૦૦ના મોત નીપજ્યા છે. તેમા બુધવારે કરેલા હુમલામાં ૮૫ના મોત નીપજ્યા છે. ઇઝરાયેલે અગાઉ એરસ્ટ્રાકિ કરી હતી અને આ વખતે ઇઝરાયેલનું લશ્કર ફરીથી ગાઝામાં ઘૂસી ગયું છે.
ઇઝરાયેલે રાત્રે કરેલા હુમલામાં કેટલાય પુરુષો, મહિલાઓ અને બાળકો ઊંઘમાં હતાં ત્યારે જ મૃત્યુ પામ્યા. ઇઝરાયેલના લશ્કરનું કહેવું છે કે તેણે લશ્કરી લક્ષ્યાંકો પર હુમલા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે દિવસના અંત ભાગમાં ગાઝામાંથી છોડવામાં આવેલારોકેટના લીધે સેન્ટ્રલ ઇઝરાયેલમાં સાયરન વાગી હતી. ઇઝરાયેલ યુદ્ધવિરામ પૂરો થયા પછી ગાઝામાં દાખલ થયું તેના પછી તેના પર આ પ્રથમ રોકેટ હુમલો છે.
ઇઝરાયેલના લશ્કરે અગાઉ હતો તેમ આખા ઉત્તર ગાઝાનો બ્લોકેડ શરૂ કરી દીધો છે, યુદ્ધના મોટાભાગના સમય દરમિયાન તેણે ઉત્તર ગાઝા પર ઘેરો નાખેલો રાખ્યો હતો.
તેણે રહેવાસીઓને મુખ્ય હાઇવેનો ઉપયોગ કરવા સામે અથવા તો નોર્થ છોડવા સામે ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે દક્ષિણ તરફ જવાના એકમાત્ર માર્ગ કોસ્ટલ રોડ પર જ થઈને જવાની તેમને છૂટ છે. તેણે ઉત્તર ગાઝામાં ક્ષતવિક્ષત થઈ ચૂકેલા બૈત લાહિયા ટાઉનમાં વધારાનું ભૂમિગત ઓપરેશન કરવાની પણ જાહેરાત કરી હતી.
બૈત લાહિયા પર છેલ્લા ૨૪ કલાકમાં થયેલા હુમલામાં અનેકોના મોત થયા હતા. ગાઝાપટ્ટીમાં ચાલતા યુદ્ધમાં અત્યાર સુધી ૪૯ હજારથી વધુ પેલેસ્ટાઇનીઓના મોત નીપજ્યા છે. જ્યારે આઇડીએફે હમાસના ૨૦ હજારથી વધુ આતંકવાદીને ઠાર કર્યાનો દાવો કર્યાે છેજાન્યુઆરીમાં યુદ્ધવિરામ અમલી બનતા હજારો પેલેસ્ટાઇનીઓ શાંતિની આશાએ પરત ફર્યા હતા, હવે તેમની આશા ઠગારી નીવડી છે.
ઇઝરાયેલે યુદ્ધવિરામના ભંગનો આરોપ હમાસ પર મૂક્યો છે. ઇઝરાયેલનું કહેવું છે કે તેની બંધકોને ન છોડવાની વાતને ન માનીને હમાસે આ સ્થિતિને આમંત્રણ આપ્યું છે. જ્યારે હમાસનું કહેવું છે કે યુદ્ધવિરામના અંતિમ તબક્કાના અમલના ભાગરુપે ઇઝરાયેલા ગાઝાને સંપૂર્ણપણે છોડી દેવું જોઈએ.
ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેણે ઇરાન સમર્થિત યેમેનના હુથી બળવાખોરો દ્વારા છોડવામાં આવેલું મિસાઇલ તેની ધરતી પર પહોંચે તે પહેલા રસ્તામાં જ આંતરી લઈને તેને ખતમ કર્યુ હતું. ઇઝરાયેલે પૂર્વી ગાઝાનો મોટાભાગનો વિસ્તાર ખાલી કરાવી નાખ્યો છે.
તેણે બોર્ડર નજીક આવેલા ખાન યુનિસ શહેરની જોડેના ગામડામાં કરેલા હુમલામાં કમસેકમ ૧૬ના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા. હમાસે જણાવ્યું હતું કે અમે ઇઝરાયેલના અસ્તિત્વને સ્વીકારતા જ નથી, જરૂર પડશે તો પશ્ચિમ સમર્થક પેલેસ્ટાઇની સત્તાવાળાઓને રાજકીય સત્તા સોંપી દઇશું, પરંતુ ઇઝરાયેલ સામે લડવાનું ચાલું રાખીશું.SS1MS