યુદ્ધ વિરામ વચ્ચે ગાઝામાં ઇઝરાયલનો હુમલોઃ ૪૦૦થી વધુનાં મોત

સીઝફાયર તોડી અડધો જ કલાકમાં ગાઝા પર ઈઝરાયલની સૌથી મોટી એર સ્ટ્રાઈક
(એજન્સી)જેરુસલેમ, ઇઝરાયલે ગાઝામાં ફરી હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયલ સંરક્ષણ દળોના જણાવ્યા અનુસાર, વાયુસેનાએ ગાઝામાં હમાસનાં ઠેકાણાં પર હવાઈહુમલો કર્યો છે. અલ જઝીરાના મતે, આ હુમલાઓમાં અત્યારસુધીમાં ૪૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, સેંકડો ઘાયલ થયા છે.
૧૯ જાન્યુઆરીએ ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ શરૂ થયા પછી ગાઝામાં ઇઝરાયલનો આ સૌથી મોટો હુમલો છે. ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે તેઓ હુમલાની યોજના બનાવી રહેલા આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા હતા.
ઇઝરાયલે છેલ્લાં બે અઠવાડિયાંથી ગાઝામાં ખોરાક, દવા, બળતણ અને અન્ય પુરવઠાના પ્રવાહને અવરોધિત કર્યો છે અને હમાસને યુદ્ધવિરામ કરારમાં ફેરફારો સ્વીકારવાની માગ કરી છે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમણે હુમલાઓનો આદેશ આપ્યો કારણ કે યુદ્ધવિરામ વાટાઘાટો આગળ વધી રહી ન હતી. નેતન્યાહૂએ ઘણી વખત ફરીથી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી છે. તે જ સમયે ઇઝરાયલના રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝે ચેતવણી આપી છે કે જો બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો ગાઝામાં નરકના દરવાજા ખોલવામાં આવશે.
હમાસે ઇઝરાયલી હવાઈ હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. હમાસે ધમકી આપી છે કે આ પગલાથી તેની કસ્ટડીમાં રહેલા ઇઝરાયલી બંધકોના જીવ જોખમમાં મુકાશે. હમાસે કહ્યું કે ઇઝરાયલે કોઈપણ ઉશ્કેરણી વિના હુમલા કર્યા હતા. હમાસે ઇઝરાયલી હવાઈ હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. હમાસે ધમકી આપી છે કે ઇઝરાયલના આ પગલાને કારણે તેના બંધકો જોખમમાં છે અને આ માટે ઇઝરાયલી સરકારને જવાબદાર ઠેરવી છે. હમાસે કહ્યું કે ઇઝરાયલે કોઈપણ ઉશ્કેરણી વિના હુમલાઓ કર્યા હતા.
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમણે આ હુમલા એટલા માટે કર્યા કારણ કે યુદ્ધવિરામ વાટાઘાટો આગળ વધી રહી ન હતી. નેતન્યાહૂએ ઘણી વખત ફરીથી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી છે.
યુદ્ધવિરામનો પહેલો તબક્કો ૧ માર્ચના રોજ સમાપ્ત થયો. પ્રથમ તબક્કામાં, હમાસે ૮ મૃતદેહો સહિત ૩૩ બંધકોને મુક્ત કર્યા છે. આ દરમિયાન ઇઝરાયલે ૨,૦૦૦થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના બીજા તબક્કાની વાતચીત હજુ શરૂ થઈ નથી.
આ તબક્કામાં લગભગ ૬૦ બંધકને મુક્ત કરવાના હતા. ઉપરાંત યુદ્ધને સંપૂર્ણપણે સમાપ્ત કરવા પર ચર્ચા થવાની હતી.
નોંધનીય છે કે આશરે એક મહિના અગાઉ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરાઇ હતી. જોકે ઈઝરાયલે ફરી હુમલા કરતાં નાગરિકોમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે આશરે ૧૫ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. સોમવારે ઈઝરાયલની સેનાએ અચાનક જ ગાઝામાં એરસ્ટ્રાઈક શરૂ કરી. સ્થાનિક મીડિયા અહેવાલોના દાવા અનુસાર ૧૦૦થી વધુના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત છે.
ઈઝરાયલના વડાપ્રધાનના કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે અમેરિકાએ સંઘર્ષ વિરામ આગળ વધારવા માટે અમેરિકા તરફથી પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો જે હમાસે અસ્વીકાર કર્યાે હોવાથી અમારી સેનાએ એરસ્ટ્રાઈક શરૂ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ઈઝરાયલે અડધો જ કલાકમાં ગાઝા પર ૩૫થી વધુ એરસ્ટ્રાઈક કરી છે.
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરવાના છે. રશિયા અને યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થશે. એવામાં હવે ઈઝરાયલની કાર્યવાહીના કારણે ટ્રમ્પ મિડલ-ઈસ્ટમાં શાંતિ માટે શું કરી રહ્યા છે તે અંગે પણ સવાલો ઊભા થશે.