ચીન સામે ભારતીય સેના પાસે ઇઝરાયેલનું સૌથી ખતરનાક નેગેવ લાઇટ મશીનગન
નવીદિલ્હી, ભારતનો ઉત્તર પૂર્વ વિસ્તાર જેટલો સુંદર છે તેટલો જ સંવેદનશીલ છે. ચીનની સરહદને અડીને આવેલા આ ભાગ પર ભારતીય સેના હંમેશા તૈયાર રહે છે. અરુણાચલ પ્રદેશ એવું રાજય છે જયાં સેનાની તૈનાતી સૌથી વધુ છે. છેલ્લા એક વર્ષમાં અહીં સેનાની તૈનાતી વધુ મજબૂત કરવામાં આવી છે. તે નવા હથિયારોથી સજ્જ છે અને તેમાં ઇઝરાયેલની બનેલી નેગેવ લાઇટ મશીનગન પણ છે.
આ હથિયાર ભારતીય સેનાએ ગયા વર્ષ જ મળ્યું હતું અને હવે તે તેનો મહત્વનો ભાગ બની ગયો છે. તેના આવ્યા બાદ સેનાની તાકાતમાં મોટો વધારો થયો છે.
માર્ચ ૨૦૧૨માં, ઇઝરાયેલી વેપન્સ ઇન્ડસ્ટ્રીઝે આવી લાઇટ મશીનગન વિકસાવવાની જાહેરાત કરી જે તમામ પ્રકારના યુદ્ઘમાં અસરકારક સાબિત થઇ શકે. તેની પ્રથમ ઝલક તે વર્ષ ભારતમાં યોજાયેલ ડિફેન્સ એકસ્પો અને ચીલીમાં એરોસ્પેસ ફેરમાં જાેવા મળી હતી. નેગેવ વિશ્વની એકમાત્ર લાઇટ મશીનગન છે. જેનો ઉપયોગ સેમી-ઓટોમેટિક મોડ અને સિંગલ બુલેટ શુટિંગ માટે થઇ શકે છે.
નેગેવનો ઉપયોગ ઇઝરાયેલના સંરક્ષણ દળો દ્વારા પણ કરવામાં આવે છે. તે વધુ રસપ્રદ છે કે આ મશીનગનનું નામ ઇઝરાયેલના દક્ષિણમાં આવેલા વિસ્તાર નેગેવના નામ પરથી રાખવામાં આવ્યું છે.
સેમી-ઓટોમેટિક ફાયરિંગને કારણે, આ મશીનગનનો ઉપયોગ અચાનક હૂમલો, નજીકથી હૂમલો સહિતની લડાઇની પરિસ્થિતિઓમાં સરળતાથીકરી શકાય છે. તેમાં લગાવવામાં આવેલા ટેલિસ્કોપને કારણે દુશ્મન પર પણ હૂમલો કરી શકાય છે. ઓટોમેટિક મોડમાં આ મશીનગન એક મિનિટમાં ૭૦૦થી વધુ ગોળીઓ ચલાવી શકે છે. આ ૮ કિલોની મશીનગનમાથી ગમે ત્યાંથી ફાયર કરી શકાય છે.
હેલિકોપ્ટર, ટેન્ક અને નૌકાદળના જહાજાેમાંથી પણ આ મશીનગન ફાયર કરી શકાય છે. તેમાં રહેલું ગેસ રેગ્યુલેટર તેને મુશ્કેલી પરિસ્થિતિમાં વધારાની શકિત આપે છે. આ ફીચરને કારણે ધૂળ અને કાદવમાં પણ ચલાવી શકાય છે. આકસ્મિક ફાયરિંગ ન થાય તે માટે તેમાં ચાર પ્રકારના સેફટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. નાટો દળો પણ તેનો ઉપયોગ કરી રહયા છે.HS1MS