ઈઝરાયેલનો ૨૫ દિવસ બાદ બદલો, ઈરાન પર કર્યો મોટો હુમલો
ઈરાન, ઈઝરાયેલે ૨૫ દિવસ પછી ઈરાન પર મોટો હુમલો કરીને બદલો લીધો. ઈરાનના અનેક શહેરોમાં વિસ્ફોટ થયા છે. જો કે, ઈરાની મીડિયાએ જણાવ્યું હતું કે આ હુમલાઓ ઓઈલ પ્લાન્ટ કે ન્યુક્લિયર સાઈટ પર નથી પડ્યા. માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે.
ઈરાને ૧ ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર લગભગ ૧૮૦ મિસાઈલો છોડી હતી. આ પછી ઈઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું કે ઈરાનને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે અને હવે ઈઝરાયેલ તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.ઈઝરાયેલના હુમલા અંગે યુએસ વ્હાઇટ હાઉસનું કહેવું છે કે ઈરાનમાં સૈન્ય ટાર્ગેટ પર ઈઝરાયેલી હુમલા સ્વરક્ષણમાં કરવામાં આવ્યા છે.
આ મહિનાની શરૂઆતમાં તેહરાને ઈરાન પર બેલેસ્ટિક મિસાઈલ હુમલો કર્યાે હતો. જેના જવાબમાં ઈઝરાયેલે હુમલો કર્યાે છે. તે જ સમયે, ઇઝરાયેલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા સીન સેવેટે જણાવ્યું હતું કે “સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવતા હુમલા સ્વ-બચાવમાં અને ૧ ઓક્ટોબરના રોજ ઇરાન દ્વારા ઇઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઇલ હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા.”
હુમલા બાદ ઈઝરાયેલ, ઈરાન અને ઈરાકે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. એર સ્ટ્રાઈક બાદ અમેરિકાએ ઈઝરાયેલનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આ ઈરાનના હુમલાનો જવાબ છે.ઈઝરાયલે ઈરાનના ઘણા શહેરો પર હુમલો કર્યાે છે. આ હુમલો તેહરાન સહિત ઈરાનના અન્ય શહેરોમાં સૈન્ય મથકો પર કરવામાં આવ્યો છે.
ઈરાની મીડિયાએ હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે હુમલામાં પરમાણુ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા નથી. માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. તેહરાનમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા છે. ઈઝરાયેલે એક સાથે અનેક ટાર્ગેટ પર હુમલો કર્યાે છે.
ઈઝરાયેલના સંરક્ષણ દળે હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ઈરાન દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ મહિનાઓ સુધી સતત થઈ રહેલા હુમલાના જવાબમાં ઈઝરાયેલની સેના ઈરાનના સૈન્ય લક્ષ્યો પર હુમલો કરી રહી છે.ઈઝરાયેલે શનિવારે વહેલી સવારે ઈરાન પર ભીષણ હુમલો કર્યાે હતો.
ઈઝરાયેલી સેનાએ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે ઈરાનના સૈન્ય મથકો સહિત તેહરાન અને આસપાસના શહેરો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના સ્થાનિક મીડિયા અનુસાર ઈઝરાયેલની સેનાએ ઈરાન પર હુમલો કરવા માટે ૧૦૦થી વધુ ફાઈટર પ્લેનનો ઉપયોગ કર્યાે હતો. ઈઝરાયેલની આ કાર્યવાહીને ઈરાન દ્વારા ૧ ઓક્ટોબરે કરવામાં આવેલા હુમલાના જવાબ તરીકે જોવામાં આવી રહી છે.SS1MS