લક્ષ્યદ્વીપ મુદ્દે ઈઝરાયેલનું ભારતને સમર્થન, પ્રોજેક્ટ શરૂ કરશે
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તસવીરો જાેયા બાદ માલદીવની મુઈઝુ સરકારના મંત્રીઓએ ભારત પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ઈઝરાયેલ પણ ભારતને સમર્થન દર્શાવનારાઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. તેમણે લક્ષદ્વીપમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાની પહેલને સમર્થન આપ્યું છે.
ભારતમાં ઇઝરાયેલની એમ્બેસીએ લક્ષદ્વીપની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. ઇઝરાયેલની એમ્બેસીએ લખ્યું છે કે, “અમે ગયા વર્ષે કેન્દ્ર સરકારના કહેવા પર ડિસેલિનેશન પ્રોગ્રામ શરૂ કરવા માટે લક્ષદ્વીપ ગયા હતા. ઈઝરાયેલ હવે આના પર કામ કરવા તૈયાર છે. જેમણે હજુ સુધી લક્ષદ્વીપનો સુંદર નજારો જાેયો નથી તેમના માટે અહીં કેટલીક તસવીરો છે.”
નોંધનીય છે કે તાજેતરમાં માલદીવની મુઈઝુ સરકારમાં મંત્રી મરિયમ શિનુઆ, માલશા શરીફ અને અબ્દુલ્લા મહજૂમ અને અન્ય પાર્ટીના સભ્યોએ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી. મુઈઝુની સરકારમાં મંત્રી મરિયમ શિનુઆએ વડાપ્રધાન મોદીને ઈઝરાયેલની કઠપૂતળી ગણાવી હતી. વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરો પોસ્ટ કર્યા બાદ તેમની અભદ્રતા પ્રકાશમાં આવી હતી.
ભારત નારાજ થયા બાદ માલદીવની સરકારે આ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા અને એક નિવેદન પણ બહાર પાડ્યું હતું કે માલદીવની સરકાર આવા નિવેદનોનું સમર્થન કરતી નથી અને આ વ્યક્તિઓના અંગત મંતવ્યો છે. માલદીવ અને માલદીવના રાજકીય પક્ષોના બે પૂર્વ રાષ્ટ્રપતિઓએ પણ મુઈઝૂ સરકારના મંત્રીઓની ટીકા કરી હતી. SS2SS