ISRO અને DRDO માટે કોમ્પોનન્ટ્સ બનાવતી MTAR નો આઈપીઓ 3 માર્ચે ખુલશે
એમટીએઆર ટેક્નોલોજિસની ઇક્વિટી શેર્સની પબ્લિક ઓફર 3 માર્ચ, 2021ના રોજ ખુલશે
અમદાવાદ, હૈદરાબાદ સ્થિત એક પ્રિસિઝન એન્જિનિયરિંગ સોલ્યુશન્સ કંપની, એમટીએઆર ટેક્નોલોજિસ તેના ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (“ઓફર”/“આઈપીઓ”)ના અનુસંધાનમાં તેની બિડ/ઓફર બુધવાર, 3 માર્ચ, 2021ના રોજ ખુલ્લી મૂકશે અને શુક્રવાર, 5 માર્ચ, 2021ના રોજ બંધ કરશે.
કંપની સ્વચ્છ ઊર્જા, પરમાણુ અને અવકાશ તથા સંરક્ષણ ક્ષેત્રોની જરૂરીયાત પૂરી કરવા મિશન ક્રિટિકલ પ્રિસિઝન કોમ્પોનન્ટ્સ અને મહત્ત્વની એસેમ્બલીઝનું ઉત્પાદન અને વિકાસ કરે છે. ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ Rs. 574–Rs. 575 નક્કી કરવામાં આવી છે.
કંપની અને વેચાણકર્તા શેરધારકો, બૂક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”)ની સલાહ સાથે, એન્કર રોકાણકારોની ભાગીદારી વિચારી શકે છે, જે બિડ/ઓફરની ખુલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલા એટલે કે 2 માર્ચ, 2021, મંગળવારે થશે. એમટીએઆરએ બુક રનિંગ લીડ મેનેજરોની સલાહ સાથે એક્સિસ અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે મળીને કુલ Rs 1,000.00 મિલિયનના 1,851,851 ઇક્વિટી શેર્સમાટે પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ હાથ ધર્યું છે.
આઈપીઓ Rs. 10ની ફેસ વેલ્યુના 21,48,149 ઇક્વિટી શેરોનો ફ્રેશ ઇશ્યુ છે, જે કુલ મળીને 124 કરોડનો છે અને વેચાણકર્તા શેરહોલ્ડર્સ દ્વારા પ્રત્યેક Rs.10ની ફેસવેલ્યુના કુલ મળીને Rs.473 કરોડના 8,224,270 સુધી ઓફર ફોર સેલ છે. કંપની ફ્રેશ ઇશ્યુમાંથી ચોખ્ખી ઉપજનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા ઋણની ચુકવણી કરવામાં, કાર્યકારી મૂડી આવશ્યકતાઓ માટે નાણાં ફાળવવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવાની દરખાસ્ત છે.
કંપનીની મુખ્ય શક્તિ તેની ઇજનેરી ક્ષમતાઓમાં રહેલી છે, જેના કારણે તે ઉચ્ચ મૂલ્યના વ્યૂહાત્મક અને ચાવીરૂપ ક્ષેત્રો જેવા કે સ્વચ્છ ઊર્જા, અણુ અને અવકાશ અને સંરક્ષણ સેગમેન્ટના ગ્રાહકોને સતત ગુણવત્તાયુક્ત જટિલ ચોક્સાઈથી ઉત્પાદિત એસેમ્બલીઝ અને કોમ્પોનન્ટ્સને પ્રદાન કરવામાં સક્ષમ બની છે.
એમટીએઆર ટેક્નોલોજિસના મુખ્ય પોર્ટફોલિયોમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રના ત્રણ પ્રકારનાં ઉત્પાદનો, અણુ ક્ષેત્રના 14 પ્રકારનાં ઉત્પાદનો અને અવકાશ તથા સંરક્ષણ ક્ષેત્રોના છ પ્રકારના ઉત્પાદનોનો સમાવેશ છે. મોટાભાગના કેસોમાં નિયત સમયમર્યાદામાં કડક ગુણવત્તાની આવશ્યકતાવાળા જટિલ ઉત્પાદનોની ડિલિવરીથી એમટીઆરે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (“એનપીસીઆઈએલ”),સ્પેશ રીસર્ચ ઓર્ગનાઇઝેશન (“ઇસરો”), ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન (“ડીઆરડીઓ”), અને બ્લૂમ એનર્જી (યુએસએ) જેવા ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધ મેળવ્યા છે. ઇશ્યૂના બીઆરએલએમ તરીકે જેએમ ફાઇનાન્શિયલ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝની નિમણૂક કરવામાં આવી છે.