ઈસરોએ કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/ISRO-1-1024x751.jpg)
બ્રિટનના ૩૬ ઉપગ્રહો સાથે LMV-3 રોકેટે ઉડાન ભરીને રચી દીધો ઈતિહાસ
ભારતીય અવકાશ એજન્સીના સૌથી ભારે રોકેટ ૪૩.૫ મીટર લાંબા LMV3 એ બ્રિટિશ સ્ટાર્ટઅપના ૩૬ ઉપગ્રહોને લઈને ઉડાન ભરી હતી
નવી દિલ્લી, દિવાળી પહેલાં જ ઈસરોમાં દિવાળીનો ઉજવણી શરૂ થઈ ગઈ. કારણકે, ઈસરોએ એક અનોખો વિક્રમ પોતાના નામે કરીને ફરી એકવાર ઈતિહાસ રચી દીધો છે. ઈસરોએ કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો છે. 1963ની સાલમાં સાયકલ પર રોકેટના પાર્ટસ લઈ જવામાં આવ્યા હતા.
ભારતીય અવકાશ એજન્સીના સૌથી ભારે રોકેટ ૪૩.૫ મીટર લાંબા LMV3 એ બ્રિટિશ સ્ટાર્ટઅપના ૩૬ ઉપગ્રહોને લઈને ઉડાન ભરી હતી. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ ૧૨ઃ૦૭ વાગ્યે થયું હતું. આ સંચાર ઉપગ્રહોને ISRO/NewSpace India Ltd મિશન હેઠળ લો અર્થ ઓર્બિટ (LEO)માં મૂકવામાં આવ્યા હતા. LMV3 ૮,૦૦૦ કિલોગ્રામ સુધીના ઉપગ્રહો લઈ જવા માટે સક્ષમ છે.
પ્રક્ષેપણ પર ખુશી વ્યક્ત કરતા IRSOના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે વિશ્વમાં ઉપગ્રહો લોન્ચ કરવા માટે રોકેટની અછત છે. આવી સ્થિતિમાં, ભારત તેના LMV3 રોકેટ વડે વૈશ્વિક કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં આ અંતરને પાર કરી શકે છે. વનવેબ એક ખાનગી સેટેલાઇટ સંચાર કંપની છે. ભારતીય કંપની ભારતી એન્ટરપ્રાઇઝ એ વનવેબમાં મુખ્ય રોકાણકાર અને શેરહોલ્ડર છે. આ પ્રક્ષેપણ સાથે, LMV3 વૈશ્વિક કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ માર્કેટમાં પ્રવેશ કરશે.
ન્યુસ્પેસ ઈન્ડિયા લિમિટેડ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને સ્પેસ એજન્સીની કોમર્શિયલ આર્મ હેઠળ કાર્યરત જાહેર ક્ષેત્રના કેન્દ્રીય સાહસ એ યુકે સ્થિત વનવેબ સાથે બે લોન્ચ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
OneWebના સુનિલ ભારતી મિત્તલે જણાવ્યું હતું કે કંપની ૭૨ ઉપગ્રહો લોન્ચ કરવા માટે ISRO/NewSpace India Ltd ને રૂ. ૧,૦૦૦ કરોડથી વધુ ચૂકવશે. LMV3 રોકેટ પર શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ ૩૬ ઉપગ્રહોની પ્રથમ બેચ લોન્ચ કરવામાં આવી હતી. LMV3 રોકેટથી આવતા વર્ષે જાન્યુઆરીમાં ૩૬ ઉપગ્રહોનું પ્રક્ષેપણ પણ થશે. ર્ંહીઉીહ્વ વિશ્વભરમાં તેની બ્રોડબેન્ડ સેવાઓ માટે ૬૪૮ ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના ધરાવે છે.