Western Times News

Gujarati News

ISRO અને NASA સાથે મળીને માનવને અવકાશમાં મોકલશે

જાે બાઈડેને યુએસ પાસેથી ૩૧ ડ્રોન ખરીદવા માટે ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા વિનંતી પત્ર સ્વીકાર્યો હતો.

ટેકનોલોજી, હેલ્થ સહિતના ક્ષેત્રોમાં ભારત-અમેરિકા વચ્ચે સહમતી

(એજન્સી)નવી દિલ્હી, G20 સમિટની બાજુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જાે બાઈડન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પણ થઈ હતી. આ વાતચીત દરમિયાન, વિશ્વને ૫ય્થી આગળ લઈ જવા માટે બંને દેશો વચ્ચે મોટી સહમતિ બંધાઈ હતી. બંને દેશોએ સંયુક્ત રીતે ૬ય્ ટેકનોલોજી વિકસાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ સંદર્ભમાં એલાયન્સ ફોર ટેલિકોમ્યુનિકેશન્સ ઇન્ડસ્ટ્રી સોલ્યુશન્સ ના ‘Next G Alliance’ અને Bharat 6G Alliance  વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ ભારત અને અમેરિકા સંયુક્ત રીતે ૬ય્ ટેક્નોલોજી પર સંશોધન કરશે. નવી તકો પણ શોધશે.

ભારત અને અમેરિકાના આ પગલાથી સમગ્ર વિશ્વને ફાયદો થવાનો છે. બંને દેશો સામાન્ય ૬ય્ વિઝન પર કામ કરશે. આના દ્વારા એક વિશ્વસનીય અને સુરક્ષિત ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક વિકસાવવામાં આવશે. આ સાથે ૬ય્ ટેક્નોલોજીને સપોર્ટ કરતી સપ્લાય ચેઈન પણ વિકસાવવામાં આવશે.

ઉત્તર અમેરિકાના દેશોમાં વાયરલેસ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની પહેલ છે. તેનું મુખ્ય ધ્યાન આગામી દાયકામાં ખાનગી ક્ષેત્રની મદદથી ૬ય્ અને અન્ય વિકાસને વિકસાવવાનું છે. આ માટે રાષ્ટ્રીય ૬ય્ રોડમેપ બનાવવામાં આવ્યો છે. આ સાથે લોકોની સામાજિક-આર્થિક જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. દિલ્હીમાં ય્-૨૦ સમિટમાં ભાગ લેવા આવી પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લાંબો સમય ચર્ચા થઈ

અને બંને દેશ સાથે મળીને ક્યા ક્યા ક્ષેત્રમાં કેવી રીતે કામ કરી શકે છે, તેના પર વિસ્તારથી વાત થઈ. આ વાતચીત પછી બંનેએ જાેઈન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું, પણ બાઈડેનની ભારત મુલાકાત અને વડાપ્રધાન મોદી સાથેની મિટિંગ પછી વ્હાઈટ હાઉસે ૨૯ મુદ્દાનું સ્ટેટમેન્ટ રિલિઝ કર્યું છે. જેમાં બંને દેશો વચ્ચે થયેલી ચર્ચા, કરાર વિશે વિસ્તારથી ઉલ્લેખ છે. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

જાે બાઈડેને યુએસ પાસેથી ૩૧ ડ્રોન ખરીદવા માટે ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા વિનંતી પત્ર સ્વીકાર્યો હતો. વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ સ્ટેટ્‌સના પ્રમુખ જાેસેફ આર. બાઈડેનનું ભારતમાં સ્વાગત કર્યું હતું. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્‌સ વચ્ચેની નજીકની અને કાયમી ભાગીદારીની ફરીથી પુષ્ટિ થઈ હતી. વડાપ્રધાન મોદીની ઐતિહાસિક જૂન ૨૦૨૩ની વોશિંગ્ટન મુલાકાત પછી નક્કી કરાયેલી સિદ્ધિઓને અમલમાં મૂકવા માટે જે નોંધપાત્ર પ્રગતિ ચાલી રહી છે તે માટે બંને નેતાઓએ પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવામાં ટેક્નોલોજીની નિર્ણાયક ભૂમિકાને પ્રાધાન્ય આપ્યું હતું. ભારત-યુએસ ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી દ્વારા સુલભ, સુરક્ષિત ટેક્નોલોજી ઇકોસિસ્ટમ્સ અને વેલ્યૂ ચેઈન્સનું નિર્માણ કરવા માટે ચાલી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી. પરસ્પર વિશ્વાસ, સહિયારા મૂલ્યો અને લોકશાહી સંસ્થાઓને મજબૂત બનાવે છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ અને ભારત ૨૦૨૪ની શરૂઆતમાં બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની આગેવાની હેઠળની

આગામી વાર્ષિક સમીક્ષા તરફ ગતિ ચાલુ રાખવા માટે સપ્ટેમ્બર ૨૦૨૩મા મીડટર્મ રિવ્યૂ હાથ ધરવા માગે છે. રાષ્ટ્રપતિ બાઈડેને ચંદ્રયાન-૩ના ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં ઐતિહાસિક ઉતરાણ તેમજ ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ૧ના સફળ પ્રક્ષેપણ પર વડાપ્રધાન મોદી અને ઇસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા હતા.

અવકાશ સહયોગના તમામ ક્ષેત્રોમાં નવી સીમાઓ સુધી પહોંચવાનો માર્ગ નક્કી કર્યા પછી નેતાઓએ હાલના ભારત-યુએસએ સાથે મળીને વ્યાપારી અવકાશ સહયોગ માટે એક ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું જે સિવિલ સ્પેસ જાેઈન્ટ વર્કિંગ ગ્રુપ તરીકે ઓળખાશે.

આઉટર સ્પેસ એક્સ્પ્લોરેશનમાં આ ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે ૈંજીઇર્ં અને દ્ગછજીછ એ ૨૦૨૪ માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સંયુક્ત પ્રયાસો કરવા માટે મોડલિટીઝ, કેપેસિટી બિલ્ટ અને ટ્રેનિંગ પર ચર્ચાઓ શરૂ કરી છે. ૨૦૨૩ના અંત સુધીમાં માનવને અવકાશમાં મોકલવા માટે ભારત અને અમેરિકા ફ્રેમવર્ક તૈયાર કરશે.

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્‌સ એસ્ટ્રોઈડ્‌સ અને પૃથ્વીની નજીકની વસ્તુઓની અસરથી ગ્રહ પૃથ્વી અને અવકાશ સંપત્તિને સુરક્ષિત કરવા માટે પ્લેનેટરી ડિફેન્સ પર પણ કામ કરશે, જેમાં ભારતના સહયોગથી યુ.એસ. માઇનોર પ્લેનેટ સેન્ટર મારફત એસ્ટ્રોઈડ્‌સની શોધ કરી તેને ટ્રેક કરશે.

બંને લીડર્સે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેન બનાવવા માટેના તેમના સમર્થન અંગે પણ ચર્ચા કરી, આ સંદર્ભમાં માઇક્રોચિપ ટેક્નોલોજી, ૈંહષ્ઠ.ની ભારતમાં તેના સંશોધન અને ડેવલપમેન્ટ કરવા માટે આશરે ૩૦૦ મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરવા ચર્ચા કરી અને એડવાન્સ્ડ માઇક્રો ડિવાઇસની જાહેરાતની બહુ-વર્ષીય પહેલની નોંધ લીધી.

ભારતમાં રિસર્ચ, ડેવલપમેન્ટ અને એન્જિનિયરિંગની કામગીરીનો વિસ્તાર કરવા માટે આગામી પાંચ વર્ષમાં ભારતમાં ૪૦૦ મિલિયન અમેરિકી ડોલરનું રોકાણ કરવા સહમતી દર્શાવી. બંને નેતાઓએ યુએસની કંપનીઓ, માઇક્રોન,  રિસર્ચ અને એપ્લાઇડ મટિરિયલ્સ દ્વારા જૂન ૨૦૨૩માં કરાયેલી જાહેરાતોની ચાલુ અમલવારી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેને ‘ભારત ૬ય્ એલાયન્સ’ અને ‘નેક્સ્ટ-ય્ એલાયન્સ’ વચ્ચેના સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.

જે એલાયન્સ ફોર ટેલિકમ્યુનિકેશન્સ ઇન્ડસ્ટ્રી સોલ્યુશન્સ દ્વારા સંચાલિત છે. વેન્ડર્સ અને ઓપરેટરો વચ્ચે જાહેર-ખાનગી સહકારને વધુ ગાઢ બનાવવા તરફનું આ પ્રથમ પગલું છે. તેઓએ ઓપન ઇછદ્ગ ક્ષેત્રે સહયોગ અને ૫ય્/૬ય્ ટેક્નોલોજીમાં સંશોધન અને વિકાસ પર કેન્દ્રિત બે સંયુક્ત ટાસ્ક ફોર્સની રચનાને પણ સ્વીકારી.

અગ્રણી ભારતીય ટેલિકોમ ઓપરેટરમાં ૫ય્ ઓપન ઇછદ્ગ પાયલોટ ફિલ્ડ ડિપ્લોયમેન્ટ પહેલાં યુએસ ઓપન ઇછદ્ગ મેન્યુફેક્ચરર દ્વારા હાથ ધરવામાં આવશે. તો ભારતે યુ.એસ.ના રિપ એન્ડ રિપ્લેસ પ્રોગ્રામમાં ભારતીય કંપનીઓનો સહયોગ આપવા ખાતરી આપી. રાષ્ટ્રપતિ બાઈડેને પણ યુનાઇટેડ સ્ટેટ્‌સમાં રિપ એન્ડ રિપ્લેસ પાઇલટ માટે ભારતના સમર્થનને આવકાર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.