Western Times News

Gujarati News

ISROએ વાવાઝોડા પછીની રાહત અને બચાવ કાર્યમાં ટ્રેકીંગ કરી મદદ કરી

આ ઉપગ્રહ વાવાઝોડાને ટ્રેક કરીને અને તેનાથી સંબંધિત વાસ્તવિક સમયનો ડેટા શેર કરીને લોકોને સમયસર બહાર કાઢવાનું શક્ય બનાવ્યું

અમદાવાદ,  વાવાઝોડું બિપરજાેયે ગુજરાત બાદ હવે રાજસ્થાન તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. વાવાઝોડાને કારણે ૧૩૦-૧૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

જાેકે, બિપરજાેય વાવાઝોડુ હવે નબળુ પડી ગયુ છે. વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી છે. જાે કે રાહતની વાત એ છે કે, માનવ જીવનને કોઈ નુકસાન થયું નથી. હા, વાવાઝોડુ ત્રાટકે તે પહેલા જ ભાવનગરમાં બકરીઓને બચાવવાના પ્રયાસમાં બે લોકોના મોત થયા છે.

વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે, ૨૩ લોકો ઘાયલ થયા છે અને કેટલીક જગ્યાએ પશુઓના મોત થયા છે. વીજ થાંભલા પડી જવાથી ૪૫ ગામો અંધારામાં ડૂબી ગયા હતા. બિપરજાેય બંગાળી શબ્દ છે જેનો અર્થ આપત્તિ થાય છે. આવા ખતરનાક વાવાઝોડા પછી

પણ જાે અમૂલ્ય જીવોને નુકસાન ન થાય તો તેના માટે કેન્દ્ર, રાજ્ય અને આપત્તિ રાહત સંબંધિત એજન્સીઓએ ઉત્તમ સંકલનથી કામ કર્યુ કહેવાય. આનો મોટો શ્રેય ઈસરોના ઉપગ્રહોને જાય છે, જેમના ડેટાએ સમયસર બચાવ માટે તૈયારી કરવાની તક આપી. ભારતમાં દર વર્ષે કુદરતી આફતો આવતી રહે છે.

ક્યારેક પૂર, ક્યારેક તોફાન, ક્યારેક ભૂકંપ, ક્યારેક દુષ્કાળ. આવી કુદરતી આફતો વખતે ઈસરોના ઉપગ્રહો દેવદૂતની જેમ કામ કરે છે. રીઅલ-ટાઇમ સેટેલાઇટ ડેટા અને છબીઓ માત્ર સમયસર વાવાઝોડા જેવી કુદરતી આફતોની સચોટ આગાહી જ નથી કરતા, પરંતુ આપત્તિ પછીની રાહત અને બચાવમાં પણ મદદ કરે છે.

ઈસરોના ઉપગ્રહોની મદદથી બિપરજાેય વિશે સચોટ આગાહી કરી શકાઈ અને ૧ લાખથી વધુ લોકોને સમયસર સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વાવાઝોડું કેટલું ખતરનાક છે તેનો સચોટ ખ્યાલ આવ્યા બાદ તેનો સામનો કરવા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી હતી. NDRF અને SDRFની ૩૩ થી વધુ ટીમો તૈનાત કરવામાં આવી હતી.

૬૩૧ મેડિકલ ટીમ તૈયાર રાખવામાં આવી હતી. વાવાઝોડા દરમિયાન લોકોની મદદ માટે ૩૦૨ એમ્બુલન્સ તૈનાત કરવામાં આવી હતી. ૮ દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૩,૮૫૧ ક્રિટિકલ કેર બેડની સ્થાપના કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.