ઈસરોએ નિસાર ઉપગ્રહ ૨૦૨૪ની લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી
પૃશ્વીના હવામાનના યોગ્ય અવલોકન સાથે જમીન, જંગલ અને ખેતી લાયક જમીનની ગતિશીલતા સમજવામાં પણ મદદ થશે.
(એજન્સી)નવી દિલ્હી, ભારત અને અમેરિકા આગામી સ્પેસ મિશન માટે ભારતીય સ્પેસ ઓર્ગેનાઇઝેશન એટલે ઇસરો (ઈસરો) અને અમેરિકન સ્પેસ ઓર્ગેનાઇઝેશન નાસા (નાસા) ના સંયુક્ત મિશન નિસાર સેટેલાઇટને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે.
નિસાર ઉપગ્રહના બે મહત્વના ભાગ જાેડવામાં આવ્યા છે. નિસાર ઉપગ્રહ ૨૦૨૪ની શરુઆતમાં લોન્ચ કરવામાં આવશે. ભારત અને અમેરિકાએ સાથે મળીને નાસા-ઇસરો સિંથેટિક અર્પચર રડાર એટલે કે નિસાર ઉપગ્રહ તૈયાર કર્યો છે. ઇસરો અને નાસાનું આ સંયુક્ત અભિયાન ભારત અને અમેરિકાની મૈત્રીનું વધુ એક ઉદાહરણ છે.
પહેલાં તબક્કામાં ઇસરોએ નિસાર ઉપગ્રહ બનાવવાનું કામ કર્યું. અને ૨૦૨૩માં આ ઉપગ્રહ સરકારને સોંપવામાં આવ્યો. ત્યાર બાદ બેંગલુરુમાં નિસાર ઉપગ્રહને વિકસાવવાનું કામ ઇસરો દ્વારા ચાલી રહ્યું છે. પૃથ્વીની જમીન અને બરફના પૃષ્ઠભાગના હલનચલનનો ખૂબ જ ઝીણવટથી અભ્યાસ કરવા માટે નાસા અને ઇસરો સયુંક્ત રીતે નિસાર ઉપગ્રહ વિકસાવી રહી છે.
નિસાર સેટલાઇટ પૃથ્વીના દરેક ભાગ પર દર ૧૨ દિવસે એકવાર નિરિક્ષણ કરશે. જેને કારણે પૃશ્વીના હવામાનના યોગ્ય અવલોકન સાથે જમીન, જંગલ અને ખેતી લાયક જમીનની ગતિશીલતા સમજવામાં પણ મદદ થશે. નિસાર ઉપગ્રહને કારણે વિશ્વને કુદરતી આફત પહેલાં માહિતી મળશે.