Western Times News

Gujarati News

ગગનયાન મિશન માટે મહિલા વૈજ્ઞાનિકોને મોકલવાની ઈસરોની તૈયારી

નવી દિલ્હી, શનિવારના રોજ ઈસરોએ ગગનયાન ક્રુ મોડ્યુલના સુરક્ષિત લેંડિંગ માટે ટીવી ડી-૧ ની ફ્લાઇટનું પરિક્ષણ કર્યુ હતું, જેમા આગરામાં બનેલા ૧૦ પેરાશૂટ સિસ્ટમથી ક્રુ મોડ્યુલની ગતિને રોકવા માટે ચોક્કસ જગ્યા પર લેંડિંગ કરાવ્યું હતું. એવામાં ગઈકાલે ઈસરો ચીફ એસ. સોમનાથનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. Isro ready to send women scientists for Gaganyaan mission

એસ. સોમનાથે જણાવ્યું કે, ‘ગગનયાન’ મિશન માટે ફાઈટર એરક્રાફ્ટ ઉડાડતી મહિલા પાઈલટ અથવા મહિલા વૈજ્ઞાનિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. ભવિષ્યમાં આવી મહિલાઓને સ્પેસ ફ્લાઈટમાં મોકલવી શક્ય બનશે. ‘ગગનયાન’ મિશન વિશે માહિતી આપતા તેમને જણાવ્યું કે,

ઈસરો આવતા વર્ષે તેના માનવરહિત અવકાશયાનમાં સ્ત્રી હ્યુમનૉઇડ મોકલશે. ઉપરાંત તેમણે માહિતી આપી કે, ઈસરોનો ધ્યેય ત્રણ દિવસીય ગગનયાન મિશન માટે ૪૦૦ કિલોમીટરની લોઅર અર્થ ઓર્બિટમાં માનવોને અવકાશમાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે.

વધુમાં તેમણે કહ્યું કે, શરૂઆતમાં આઈએએફફાઇટર પાઇલોટ્‌સને ઉમેદવારીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે મહિલાઓને પહેલા પ્રથમિકતા આપવા માટે જણાવ્યું કે. મારા મુજબ મહિલાઓ માટે વધુ શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.