પિક-અપ ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ નવા અવતારમાં
- 20 નવી હેડ-ટર્નિંગ સુવિધાઓ સાથે
- વધુ ફિચર્સ. સમાન કિંમત. (મર્યાદિત સમય માટે ઓફર)
- સ્ટાન્ડર્ડ અને હાઈ ગ્રેડ(ઝેડ) બંને વેરિએન્ટ માટે ઉપલબ્ધ
ભારતના ઓટો-ચાહકો અને સમજદાર સાહસપ્રેમીઓ માટે ફરી આનંદના સમાચાર છે. ભારતની સૌથી વધુ પસંદગી પામતી પિક-અપ ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ નવા અવતારમાં આવી છે અને હવે તેની અદભૂત નવી ડિઝાઈન અને શ્રેણીમાં અગ્રણી વિશેષતાઓ સાથે વધુ ઈચ્છનીય બની છે. એકદમ નવી વી-ક્રોસ આક્રમક, શાર્પ અને સોલિડ સ્વરૂપ ધરાવે છે જે તેના નવા ફ્રન્ટ ગ્રિલ અને નવીનતમ ડિઝાઈન્ડ કોન્ટોર્સથી શક્ય બન્યું છે. તે નવા 20 એડવાન્સમેન્ટ સાથે ઓન રોડ કે ઓફ રોડ પર સ્ટેન્ડઆઉટ પર્ફોર્મર બની રહેશે.
નવી વી-ક્રોસ તેના અગાઉના મોડેલની સમાન પ્રાઈસ ટેગ સાથે આવે છે અને તે આકર્ષક રીતે રૂ. 15.51 લાખમાં (સ્ટાન્ડર્ડ વેરિએન્ટ)માં અને રૂ. 17.03 લાખ* (ઝેડ વેરિઅન્ટ), એક્સ શોરૂમ, મુંબઈ ખાતે રજૂ કરાઈ છે. હવે આ વી-ક્રોસ ખરેખર એસ્પિરેશનલ બની છે અને તે દેશની એકમાત્ર વ્યાપક અને કોમ્પિટન્ટ લાઈફસ્ટાઈલ અને એડવેન્ચર પિક અપ છે. નવી ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ તેના ડીએનએને જાળવે છે અને ‘ગેમ ચેન્જર’ તરીકે ઈન્ડિયન લાઈફસ્ટાઈલ પિક અપ સેગમેન્ટ ટ્રાન્સફોર્મ કરી રહી છે અને ફરી એકવાર નવા અવતારમાં આવી છે. શો સ્ટોપર તેની ડિઝાઈન સાથે અને તેની લિજેન્ડરી ક્ષમતાઓ સાથે નોર્મ્સને પડકારી રહી છે અને તમને એકદમ રોમાંચિત કરવા સક્ષમ છે.
વર્ષ 2016માં લોન્ચ થયા પછી થી, ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ એક માત્ર લાઈફસ્ટાઈલ પિક અપ દેશ માટે બની રહી છે અને તે ભારતીય ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. તેણે યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં અદભૂત સ્થાન મેળવ્યું છે અને સક્રિય રીતે અનેક ભારતીય ગ્રાહકો માટે જીવનના નવા પ્રકરણને પ્રોત્સાહિત કરે છે. વી-ક્રોસની ઓટો એક્સપર્ટ દ્વારા ખૂબ પ્રશંસા થઈ છે અને ઈન્ડિયન ઓટોમોબાઈલ ક્ષેત્રમાં તેને ‘ગેમ ચેન્જર’ ગણવામાં આવી છે.
પ્રોડક્ટ અને વેરિએન્ટ્સ માટે વધુ માહિતી માટે www.isuzu.in / www.isuzudmaxvcross.inની મુલાકાત લો. કોલ ટોલ ફ્રી -1800 4 199 188 નંબર પર કોલ કરો.
નવી વી-ક્રોસ બે ટ્રીમ લેવલ્સ – સ્ટાન્ડર્ડ ગ્રેડ અને હાઈ ગ્રેડ (ઝેડ)માં ઉપલબ્ધ છે અને તે બે નવા રોમાંચક કલર ઓપ્શન્સ – સેફાયર બ્લુ અને સિલ્કી પર્લ વ્હાઈટ સાથે આવી છે. ઉપલબ્ધ છે ઉપરાંત રૂબી રેડ, ટિટેનિયમ સિલ્વર, ઓબ્સિડિયન ગ્રે, કોસ્મિક બ્લેક અને સ્પ્લેશ વ્હાઈટમાં પણ ઉપલબ્ધ છે. નવી વી-ક્રોસ માટે બૂકિંગ આજથી, તમામ ડિલરશીપ્સ ખાતે શરૂ કરાયું છે.
‘સાયબોર્ગ ઓર્કા’થી પ્રેરિત, ‘નવી વી-ક્રોસ ફ્રન્ટ સ્પોર્ટી દેખાવ ધરાવતી ગ્રિલ ધરાવે છે જે બાઈ-એલઈડી હેડ લેમ્પ્સ અને વિશિષ્ટ શાર્પ લાઈન્સ ધરાવે છે. એ ચોક્કસ છે કે તે રોડ પર તેની ઉપસ્થિતિ પ્રત્યે ખાસ ધ્યાન ખેંચશે. ફોગ લેમ્પ્સ કે જે ક્રોમ બેઝલ સાથે છે તે તેની સ્ટાઈલનો તેના ફંકશનમાં ઉમેરો કરે છે. ડાઈનેમિક લૂકિંગ ડાયમન્ડ કટ 18” અલોય વ્હીલ્સ ઈન્ફ્રારેડ વ્હીલ તેના મજબૂત દેખાવને દર્શાવે છે. તેના સિલહોટેમાં સ્પોર્ટી રૂફ-રેઈલ્સ સાથે અને નવા શાર્ક-ફિન એન્ટેના સાથે વધારો થાય છે. નવીનતમ ડિઝાઈન્ડ સાઈડ સ્ટેપથી ઓવરઓલ અપીલ અને ફંકશનાલિટી જોવા મળે છે. જ્યારે ઓલ બ્લેક બી-પિલર કૂલ ક્વોશન્ટ બનાવે છે. તેના અપગ્રેડેડ રિયર ક્રોમ બમ્પર અને એલઈડી ટેઈલ લેમ્પ્સમાં નવી ડિઝાઈન લાઈન્સ રિયર દ્વારા જોવા મળે છે.
તેના વિશાળ કાર જેવા ઈન્ટિરિયર્સ તેના સોફિશ્ટીકેટેડ ભવ્ય દેખાવને નવા સ્તરે લઈ જાય છે, નવી વી-ક્રોસ તેના સ્પોર્ટી ફુલ બ્લેક ઈન્ટિરિયર્સ સ્ટાન્ડર્ડ અને હાઈ ગ્રેડ(ઝેડ) વેરિએન્ટ્સમાં ધરાવે છે. નવી કોન્ટોર્ડ સીટ્સ રોડ પરની સફરને વધુ આરામદાયક બનાવે છે. હાઈ ગ્રેડ (ઝેડ) વેરિએન્ટ પર્ફોર્ટેડ લેધર સીટ્સ સાથે સામેલ છે જે બેસનારને પ્રિમિયમ કમ્ફર્ટ આપે છે. ડ્યુઅલ કોકપિટ ડિઝાઈન સમકાલીન ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જે નવી થ્રીડી ડિઝાઈન ઈલેક્ટ્રોલુમિન્સન્ટ મીટર અને ગિઅર શિફ્ટ ઈન્ડિકેટર ધરાવે છે, જે ડ્રાઈવ વખતે પૂરતી અને ઉત્તમ માહિતી આપે છે. વેલ અપોઈન્ટેડ ડેશબોર્ડ, સેન્ટર કોન્સોલ અને ડોર હાઈલાઈટ્સ પિયાનો બ્લેક ગાર્નિશ સાથે સામેલ છે. સેકન્ડ રો યુએસબી ચાર્જિંગ પોર્ટથી પાછલી સીટ પર બેસનારાઓને તેમના ડિવાઈસ ચાર્જ કરવામાં ભારે અનુકૂળતા મળશે.
સેગમેન્ટમાં પ્રથમ, વી-ક્રોસ હવે રસપ્રદ સાનુકૂળતા અને સેફ્ટી ફિચર્સ જેમકે પીઈએસએસ (પેસિવ એન્ટ્રી એન્ડ સ્ટાર્ટ સ્ટોપ સિસ્ટમ) ધરાવે છે. પીઈએસએસ ફિચર સરળ એક્સેસ ધરાવે છે જે વ્હીકલમાં વધુ સાનુકૂળતા એન્જિન સ્ટાર્ટ અને સ્ટોપની આપે છે જે બટન પ્રેસ કરીને થઈ શકશે. સુરક્ષાની દૃષ્ટિએ આઈગ્રિપ પ્લેટફોર્મ આપીને એકદમ નવી વી-ક્રોસ સીટ બેલ્ટ વીથ પ્રી-ટેન્શનર અને લોડ લિમિટર, સ્પીડ સેન્સિટિવ ઓટો ડોર લોક, કો-ડ્રાઈવર સીટ બેલ્ટ રિમાઈન્ડર, એચએસએ (હિલ સ્ટાર્ટ આસિસ્ટ) અને એચડીસી (હિલ ડિસન્ટ કંટ્રોલ) ધરાવે છે, જે ભારતમાં તેને કોમ્પ્રિહેન્સિવ અને કોમ્પિટન્ટ લાઈફસ્ટાઈલ પિક અપ બનાવે છે.
વી-ક્રોસ – લાઈફસ્ટાઈલ અને એડવેન્ચર યુટિલિટી વ્હીકલ
ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ એ બીજી પેઢીની પિક અપ છે જે ઈસુઝુ ઈન્ડિયાએ રજૂ કરી છે. જે હાલમાં યુરોપ, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અને સાઉથ અમેરિકા જેવા વિદેશોમાં પણ ઉપલબ્ધ છે. પિક-અપ ટફ અને ટકાઉ છે, જેમાં આક્રમક સ્ટાઈલીંગ અને સેફ્ટી ફિચર્સ સામેલ છએ. તેને ઈસુઝુના લિજેન્ડરી એન્જિનિયિરીંગનો સાથ મળ્યો છે કે જે શ્રેણીમાં ઉત્તમ કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા આપે છે.
નવી વી-ક્રોસ 134 એચપી, BSIV કમ્પ્લાયન્ટ છે, જે હાઈ પ્રેશર કોમન રેઈલ ફ્યુઅલ ઈન્જેક્શન ડિઝલ એન્જિન ધરાવે છે. પાવરટ્રેન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ધરાવે છે જે મહત્તમ ટોર્ક 320 Nm 1800-2800 આરપીએમ પર આપે છે. ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ ઓફ રોડિંગ ફિચર્સ જેમકે 4ડબલ્યુડી (શિફ્ટ ઓન ફ્લાય) ડ્રાઈવ મોડ, હાઈ રાઈડ સસ્પેન્શન આપે છે જેના દ્વારા હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પહોળા ટ્રેક લાંબા વ્હીલ બેઝ સાથે છે. ચેસિસ ફ્રેમની ડિઝાઈન આઈગ્રિપ ફિચર (ઈસુઝુ ગ્રેવિટી રિસ્પોન્સ ઈન્ટેલિજન્ટ પ્લેટફોર્મ) ઉત્તમ સ્થિરતા હાઈ સ્પીડ અને શાર્પ વળાંકમાં પણ આપે છે.
નવી વી-ક્રોસ સ્ટીઅરીંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ્સ અને 7” ટચ સ્ક્રીન ઓડિયો સિસ્ટમ યુએસબી ઈનપુટ, ડીવીડી, એયુએક્સ, આઈપોડ અને બ્લુટૂથ કનેક્ટિવિટી છે. ઓપ્ટિમાઈઝ્ડ ડોર સાઈઝ સરળ ઈનગ્રેસ અને ઈગ્રેસમાં મદદ કરે છે. ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ ભારતમાં યુટિલિટી વ્હીકલ્સના નવા સેગમેન્ટ ધરાવે છે જેમાં પાંચ સીટ, લાર્જ ઓપન ડેક ધરાવે છે જે કેરી લગેજ/ઈક્વિપમેન્ટ લોંગ રોડ ટ્રિપ્સ, એડવેન્ચર ટ્રિપ્સ, વેકેશન્સ વગેરે. ઈસુઝુ ડી-મેક્સ વી-ક્રોસ એ ઈસુઝુ મોટર્સ ઈન્ડિયા મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ, શ્રી સિટિ, આંધ્રપ્રદેશ ખાતે નિર્માણ પામી છે.