IT રીટર્ન ૩૧મી જુલાઈ સુધીમાં ફાઈલ કરવાનું પણ વારંવાર સર્વર ડાઉન
IT રીટર્ન ફાઈલ કરવાની મુદત પુર્ણ થવાના આરે પણ આઈટીના પોર્ટલમાં જ વારંવાર ખરાબી
(એજન્સી)અમદાવાદ, આઈટીનું રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. પણ છેલ્લી ઘીએઅ આઈટી પોર્ટલનું સર્વરડાઉન થઈ જતાં કરદાતાઓ તેમના રીટર્ન ફાઈલ કરી શકતા નથી. એક બાજુ મુદતમાં વધારો કરાતો નથી. અને બીજી તરફ સર્વરડાઉન થતા કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે.
ટેકનીકલ ખામીના કારણે આવું થઈ રહયું છે. જેના કારણે કરદાતાઓને તકલીફ પડી રહી છે. એક સાથે દેશભરમાંથી રીટર્ન ઓનલાઈન ભરાતા હોવાને કારણે પણ સર્વર ડાઉન થઈ જાય છે. વર્ષમાં પાંચ વાર આવું બને છે.
દર વર્ષની જેમ ચાલું નાણાંકીય વર્ષમાં જુન મહીનામાં ફોર્મ-૧૬ મળી જાય તો પગારદાર કરદાતાઓ માટે રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. કરદાતાઓ પાસે એક મહીનાનો પુરતા સમય રીટર્ન ફાલ કરવા માટે રહેશે. ગત બજેટમાં પગારદાર કે મધ્યમ વર્ગના કરદાતાઓને ટેક્ષ ભરાવવામાં મુકિત આપવામાં આવી છે. જેનો લાભ કરદાતાઓને મળશે.
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ પણ પત્ર લખીને કરદાતાઓના હિતમાં પગલા લેવા વિનંતી કરી છે. સર્વર ડાઉન રહેવાના કારણે સરકારી આવક પર પણ અસર પડી રહી છે. ૩૧ જુલાઈની મુદત ઓગષ્ટ કરવા માટે જુદાજુદા એસોસીએશને કેન્દ્રમાં સીબીડીટીને રજુઆત કરી છે. માત્ર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ કોઈ રજુઆત કરી નથી.
ફેબ્રુઆરી ર૩ના બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, નવા કરમાળખા હેઠળ સાત લાખની વાર્ષિક આવક હશે તો કોઈ ટેક્ષ ભરવો પડશે નહી. જેનો સૌથી વધુ ફાયદો પગારદારો કરદાતાઓને થશે. સ્ટાન્ડર્ડ ડીટકશન સાથે દર વર્ષે ૭.પ૦ લાખની આવક હશે તો કોઈ ટેક્ષ લાગશે નહી. કેન્દ્રીય બજેટ ર૦-ર૧માં નવી કાર વ્યવસ્થા રજુ કરાઈ હતી.
જેમાં ટેક્ષના દર ઓછા કરાયા હતા.કેટલાક ટેક્ષ કપાત અને છુટ નાબુદ કરાઈ હતી. જે અંતર્ગત સ્ટાન્ડર્ડ ડીડકશન પ૦ હજાર સુધી સામેલ છે. ગુજરાતમાં સરકારી કર્મચારીઓ ખાનગી કંપનીમાં કામ કરતા લોકોની સંખ્યા વધારે છે. ટેક્ષની રકમ પણ ભરપાઈ કરીને રિફંડ માટે પણ ઓનલાઈન અરજી કરતા હોય છે. ગુજરાતમાં ૧.રપ કરોડ જેટલા પગારદાર કરદાતાઓને જોકે નીલ રીટર્ન ફાઈલ કરનારની સંખ્યા પણ વધારે છે. સ્ટુડન્ટ વીઝા અને એજયુકેશન લોન લેવા માટે પણ ફાઈલ કરેલા રીટર્નની જરૂરીયાત હોય છે.