હથિયાર સાથે ફોટા પાડી સ્ટેટસમાં મૂક્યાઃ પોલિસે ગુનો નોંધ્યો

Files Photo
લગ્નપ્રસંગમાં હથિયાર રાખી ફોટા પડાવવાનું ભારે પડ્યુ
પોરબંદર, સોશ્યલ મીડીયા પર વાયરલ થતાં ફોટા સંદર્ભેે. એસઓજીના સ્ટાફ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે એક વૉટસ ઍપમાં સ્ટેટસમાં એક શખ્સે હથિયાર સાથેના ફોટા રાખ્યા હોય જે વાયરલ થયા હતા. અને એસઓજીનો સ્ટાફે આ મામલે તપાસ કરતાં આ ફોટો ઓડદરના રમેશ ભીખા છેેલાણા નામના શખ્સો હોવાનું ખુલતા રમેશ છેલાણાનેેે ઝડપી લઈ પૂછતાછ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં રમેશ છેલાણાએ એવી કબુલાત કરી હતી કે તેનો ભત્રીજા વિજયના બળેજ ગામે લગ્ન હોવાથી તા.ર૯/૧/ર૩ ના રોજ જાનમાં ગયો હતો. ત્યારેે તેના મોટાભાઈ લાખા ભીખા છેલાણાની બાર બોરની બંદૂક લઈને જાનૈયાઓ સાથે ફોટા પડાવી સ્ટેટસમાં રાખ્યા હતા. પોલીસે રમેશ અને લાખા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
તેમજ ઓડદરના દાસા ભીખા છેલાણા નામના યુવકના પુત્ર વિજયની જાન બળેજ ગામે ગઈ હતી ત્યારે ભડગામે રહેતા સાળા મેૈસુર કાના કોડીયાતરના પરવાનાવાળા હથિયાર લઈને ફોટા પાડી દાસા ભીખા છેલાણાએેે સ્ટેટસમાં રાખ્યા હતા. પોલીસે સાળા-બનેવી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસેેે ચારેયને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી.