સિલ્વર ઓક, ગોલ્ડમાઈન સિકયુરીટીમાંથી બોગસ બિલિંગના અનેક દસ્તાવેજાે મળ્યા
કેટલાક સીએ પણ ઝપટમાંઃ ૧૦થી વધુ લોકર, સીલ, બે કરોડની રોકડ જપ્ત
સિલ્વર ઓક યુનિવસીટીના પ્રેસીડેન્ટ શીતલ અગ્રવાલ ગોલ્ડમાઈનના કિરીટ વસા ઉપરાંત ડીરેકટરો રમેશ વસા, જયશ્રી પટેલ સમીર પંકજભાઈ ગાંધીને દરોડામાં આવરી લેવાયા
(એજન્સી)અમદાવાદ, આવકવેરા વિભાગના અધિકારીઓ એસઆરપી બંદોબસ્ત સાથે સિલ્વર ઓક યુનિવસીટીના પ્રેસીડેન્ટ કમ ટ્રસ્ટી શીતલ અગ્રવાલ સહીત અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં આવેલી પોલીટીકલ પાર્ટી ગરવી ગુજરાતની ઓફીસ અને તેના પાર્ટીના અધ્યક્ષ નટવરસિંહ ઠાકોરના રહેઠાણે દરોડાની કાર્યવાહી હાથ ધરીી હતી.
બીજા દિવસે પણ દરોડાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. દરોડા દરમ્યાન બોગસ બીલીગના દસ્તાવેજાે ઉપરાંત ઓનમની નાણા સ્વીકારીને બ્લેકમની અન્યત્ર ડાઈવર્ટ કર્યું હોવાના પુરાવા મળ્યા છે. આવકવેરા વિભાગને બેનામી સંપત્તિ વસાવી હોવાની પણ વિગતો મળી છે.
જાેકે હાલ તેની તપાસ ચાલુ છે. ૧૦ મીથી વધુ બેક લોકર સીલ કરાયા છે. જયારે બે કરોડની રોકડ રકમ મળી હોવાની વિગતો બહાર આવી છે. સીએ પણ આઈટીને ઝપટમાં આવી ગયા છે. બુધવારે આવકવેરા વિભાગના અધિકારીઓએ અમદાવાદમાં ૯૦ સ્થળોએ દરોડાની કામગીરી હાથ ધરી હતી.
જે બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે. સીલ્વર ઓફ યુનિવસીટીમાં દરોડા દરમ્યાન અનેક નાણાકીય ગોટાળા અને ડોનેશન મેળવીને એડમીશનનો આપ્યા હોવાની માહિતી બહાર આવી છે. ગોલ્ડ માઈન સીકયોરીટી હાઉસ પોલીટીકલ પાર્ટીઓના ત્યા દરોડામાં નાણાકીય ગેરરીતિઓ અને ચોપડે નહી બતાવેલી આવકના પુરાવા મળ્યા છે
જે પ૦૦ કરોડથી પણ વધારે થાય છે. અમદાવાદમાં ૯૦ સ્થળે મેગા સર્ચ ઓપરેશનમાં મોડીરાત્રી સુધીમાં ૧ હજાર કરોડના હીસાબી ગોટાળાના દસ્તાવેજાે અને બ્લેકમની ડાઈવર્ટ કર્યું હોવાના પુરાવા મળ્યા છે. ધરણીધર દેરાસર નજીક આવેલ ગોલ્ડ માઈન સીકયોરીટી હાઉસમાં પણ દરોડાની કાર્યવાહી કરાઈ હતી.
કંપનીના માલીક કિરીટ વસા ઉપરાંત ડીરેકટરો રમેશ વસા, જયશ્રી પટેલ સમીર પંકજભાઈ ગાંધીને દરોડામાં આવરી લેવાયા છે. સીલવર ઓક યુનિવસીટીના ટ્રસ્ટી શીતલ અગ્રવાલના સાયન્સ સીટી રોડ પર આવેલા બંગલા ઉપરાંત યુનિવસીટીના અંદર એકાઉન્ટ ઓફીસ અને કેસ કાઉન્ટરોના દરોડા પાડયા હતા.