પાત્ર અને કહાણીને ખોટા રસ્તે લઈ જવી તેના કરતાં તેનો અંત લાવી દેવો સારો: આયશા સિંહ
મુંબઈ, ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાં હાલમાં નીલ ભટ્ટ (વિરાટ), આયશા સિંહ (સઈ) અને હર્ષદ અરોરા (સત્યા) વચ્ચે પ્રણય ત્રિકોણ દેખાડવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં ઐશ્વર્યા શર્મા પણ શોનો ભાગ હતી, પરંતુ પાત્રની નકારાત્મકતાથી કંટાળીને તેણે એપ્રિલમાં શો છોડી દીધો હતો અને હાલ તે સ્ટંટ આધારિત રિયાલિટી શો ખતરો કે ખિલાડી ૧૩નો ભાગ છે.
GHKKPMમાં ખૂબ જલ્દી ૨૦ વર્ષનો લીપ આવવાનો છે, જે બાદ લીડ એક્ટર્સની એક્ઝિટ થશે અને કેટલાક નવા કલાકારોની એન્ટ્રી થશે. શોની કહાણીને કેવી રીતે આગળ વધારવામાં આવશે તે જાેવા માટે દર્શકો ઉત્સુક છે. ત્યારે આયશા તેના પાત્રનો અંત આવવાનો હોવાની જાણ થયા બાદ કેવું રિએક્શન હતું તેના વિશે વાત કરી હતી.
ઈન્ટરવ્યૂમાં આયશા સિંહે કહ્યું હતું કે ‘જ્યારે પહેલીવાર મને જાણ કરવામાં આવી ત્યારે, મિક્સ લાગણીઓ હતી. છેલ્લા કેટલાક એપિસોડથી ટ્રેક કેવી રીતે આગળ વધી રહ્યો છે તે હું સમજી શકવામાં અસક્ષમ હતી. કારણ કે, સઈ તેવા ર્નિણય લઈ રહી હતી જે તેના પાત્રની એકદમ વિરુદ્ધમાં હતી. સઈ હંમેશા સમજુ અને મજબૂત રહી છે.
તે શોમાં બતાવવામાં આવેલી ઘણી બધી વસ્તુઓ ક્યારેય કહેતી નથી. તેથી ક્યાંકને ક્યાંક મને લાગતું હતું કે, પાત્રનો અંત આવવો જાેઈએ. કારણ કે, પાત્ર અને વાર્તાને ખોટી દિશામાં લઈ જવાના બદલે આગળ ન વધારવામાં આવે તે જ સારું રહે છે. આ સાથે તેણે ઉમેર્યું હતું કે ‘નવી કહાણી રાહ જાેઈ રહી છે તેથી મને ખુશી છે કે મારા પાત્રનો અંત આવવાનો છે. હા, જ્યારે તમે શોને તમારું બધું આપી દો ત્યારે ખરાબ લાગે છે, મને લાગતું કે દરેક અલગ-અલગ અંત એકસાથે આવશે, પરંતુ ફરીથી તેમા અલગ ટેક લેવામાં આવ્યો. હું તેની સાથે ઠીક હતી. મેં વિચાર્યું હતું કે, કદાચ આ જ રીતે થવાનું હતું.
મને લાગે છે ખોટું બતાવવું એના કરતાં કંઈ દેખાડો જ નહીં. આયશા સિંહે તેના ટીવી કરિયરની શરૂઆત ૨૦૧૫માં સીરિયલ ડોલી અરમાનો કીથી કરી હતી, જે બાદ તેણે જિંદગી અભી બાકી હૈ મેરે ગોસ્ટમાં કામ કર્યું હતું. જાે કે, તેને પોપ્યુલારિટી ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં ‘સઈ જાેશી’ના પાત્રથી મળી. તે ‘અદ્રશ્ય’ નામની ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે, જે ૨૦૧૭માં રિલીઝ થઈ હતી. આયશા સિંહ હાલમાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે ઐશ્વર્યા શર્મા અને તેણે એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા હતા.SS1MS