Western Times News

Gujarati News

ર લાખથી વધુ બાળકો જન્મથી જ ભારતમાં હાર્ટ સંબંધી બિમારી ધરાવતા હોવાનો અંદાજ

સ્ટ્રેસ, ખાવાની આદત, પૂરતી ઊંઘનો અભાવ, વ્યાયામનો અભાવ, સહિતના કારણો બાળકોમાં હ્દયના રોગ માટે જવાબદાર હોવાનો તબીબોનો મત

અમદાવાદ, ભારતમાં પાછલા કેટલાક વર્ષોથી નાના બાળકોમાં Ìદયને લગતી બિમારી જોવા મળી રહી છે. નાના બાળકોને હાર્ટ એટેક આવવા લાગ્યા છે. આ વાત જૂની પેઢીને આશ્ચર્યજનક લાગે છે કારણ કે પહેલાના જમાનામાં અમુક ઉંમર પછી એટેક આવતા હતા. પરંતુ આજકાલ બાળકો અને નવ યુવાનો એટેકનો ભોગ બની રહયા છે.

તાજેતરમાં માત્ર આઠ વર્ષની બાળકીને કાર્ડીયાક એરેસ્ટ આવ્યો હતો. બાળકોમાં હાર્ટ એટેક આવવા પાછળ કેટલાક જન્મજાત કારણો હોય છે તે માની શકાય તેવી વાત છે કે જન્મ લેતા હાર્ટને લગતી સમસ્યા ભારતમાં વર્ષે દહાડે લાખો બાળકોમં જોવામાં આવે છે તેમાંથી પાંચમા ભાગના બાળકોમાં ગંભીર રોગ હોય છે તેમને પહેલા વર્ષથી સારવાર કરવી પડે છે.

પરંતુ પાછલા ઘણા સમયથી બદલાયેલી જીવનશૈલીના કારણે પણ હાર્ટ (Ìદય)ને લગતી સમસ્યા જોવા મળી રહી છે. ફાસ્ટફૂડ ભણવાનું સ્ટ્રેસ, નોકરીનું ટેન્શન, સામાજીક સમસ્યા, પૂરતી ઉંઘ ન લેવી આ તમામ કારણો આડકતરી રીતે જવાબદાર હોય છે તેવુ તબીબોનું માનવું છે.

આજકાલતો ચીઝ- પનીરવાળી ચીજવસ્તુઓ સાથેના ફાસ્ટફૂડની ભારે ડીમાન્ડ છે. ખાવાની સાથે પૂરતા વ્યાયામનો અભાવ જોવા મળે છે તેને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર લાંબા ગાળે અસર થાય છે. કોરોના કાળ પછી ઘણાં નવ યુવાનોએ હાર્ટ એટેકમાં પોતાના જીવ ગુમાવ્યા હતા. નાના બાળકો- નવ યુવાનોના મૃત્યુ થઈ રહયા છે તે હકીકત છે જે સમાજ સમક્ષ મોટો પ્રશ્ન છે.

આધુનિક યુગમાં જીવનશૈલીમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. ખાણીપીણીમાં જે ચીઝ વપરાય છે તેને લઈને અનેક સમસ્યા સર્જાય છે તબીબો તરફથી અનેક વખત લાલબત્તી ધરવામાં આવે છે. ખાસ તો શહેરી વિસ્તારોમાં મેદાનના અભાવને કારણે રમતગમત પ્રવૃતિ પણ ઓછી થઈ ગઈ છે. સતત મોબાઈલ- કોમ્પ્યૂટર પર બાળકો યુવાનો રચ્યાપચ્યા રહે છે તે નજરે પડે છે. આઉટડોર રમતો ઓછી થઈ જતા બાળકોનો વિકાસ રૂંધાઈ જાય છે.

વ્યાયામનો અભાવ મોટો પ્રશ્ન છે. ખાસ તો જંકફૂડથી બાળકો દૂર રહે તેની તકેદારી રાખવી પડશે. ભારતમાં એક અંદાજ મુજબ જન્મજાત ર લાખ જેટલા બાળકો હદયના નાના મોટા રોગ સાથે જન્મ લે છે તેમાંથી પાંચમા ભાગના બાળકોને ગંભીર પ્રકારના હદયના રોગ હોય છે તેવુ તારણ છે આ પ્રકારના કિસ્સામાં સારવાર લેવી આવશ્યક થઈ જાય છે

પરંતુ જે બાળકોના મેડીકલ હીસ્ટ્રી એકદમ કલીન હોય તેવા બાળકો હદયરોગનો શિકાર બની રહયા છે તે ખૂબ જ આશ્ચર્ય અને આઘાતજનક બાબત છે આ દિશામાં સૌ કોઈએ હવે જાગૃત થવું પડશે. સ્વાસ્થ્યને સૌ પ્રથમ પ્રાધાન્ય આપવું પડશે. ખાવાની બાબતમાં લીમીટ અને પૂરતા વ્યાયામ સાથે પૂરતી ઉંઘને લક્ષમાં લેવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.