મનમાની કરતી કોચિંગ સંસ્થાઓને કાનૂની નિયમોના દાયરામાં લાવવી જરૂરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/sciencecity-2-1024x576.jpeg)
પ્રતિકાત્મક
માતા-પિતાના સપનાં પૂરા કરવા અને યુવાનોના ભવિષ્યને આકાર આપવાનું કામ કરતી આ સંસ્થાને હવે શંકાની નજરે જોવામાં આવી રહી છે
તાજેતરમાં સ્પર્ધાત્મક એન્જિનિયરિંગ અને મેડિકલ પરીક્ષાઓની તૈયારી પૂરી પાડતી કોચિંગ સંસ્થાઓમાંની એક, FIIT-JEE ના ઘણા કેન્દ્રો સત્રની મધ્યમાં અચાનક બંધ થઈ ગયા. આના કારણે લાખો વિદ્યાર્થીઓનું શિક્ષણ જ નહી, પણ વાલીઓનો આત્મવિશ્વાસ અને તેમની આર્થિક સ્થિતિ પણ ડગમગી ગઈ, FIITJEE ના અસરગ્રસ્ત કેન્દ્રો દિલ્હી તેમજ નોઈડા, મેરઠ, ગાઝિયાબાદ, વારાણસી, લખનૌ, ભોપાલ, પટના વગેરે શહેરોમાં છે જયાં દરેક કેન્દ્રમાં વિદ્યાર્થીઓની સંખ્યા હજારો સુધી પહોંચી રહી હતી.
આ કોચિંગ ઈÂન્સ્ટટયૂટ જે પ્રતિ વિદ્યાર્થી વાર્ષિક આશરે ૩ લાખ રૂપિયા ચાર્જ કરે છે તેઓ JEE અને NEET-PGની તૈયારી કરતી કોચિંગ ઈÂન્સ્ટટયૂટમાં એક ખાસ છબી સ્થાપિત કરી હતી, પરંતુ માતાપિતાના સપરા પૂરા કરવા અને યુવાનોના ભવિષ્યને આકાર આપવાનું કામ કરતી આ સંસ્થાને હવે શંકાની નજરે જોવામાં આવી રહી છે. નોઈડા પોલીસે સંસ્થાના ડીરેકટરો સામે કેસ દાખલ કર્યો છે અને તેમના બેંક ખાતા જપ્ત કર્યા છે.
તપાસ દરમિયાન, પોલીસને ફિટજીના વિવિધ બેંકોમાં સેંકડો બેંક ખાતા મળી આવ્યા, મધ્યમ વર્ગના પરિવારોએ કોઈક રીતે પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી આશામાં પોતાની મહેનતની કમાણી આ સંસ્થામાં જમા કરાવી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા મહિનાઓથી પગાર ન મળતા હતાશ શિક્ષકો દ્વારા સામુહિક રાજીનામા આપ્યા બાદ ઘણા કેન્દ્રો તાળાબંધી કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળા બાદ અન્ય કેન્દ્રોમાંથી ટ્રેનર્સ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ નિષ્ફળ ગયા. આ સ્થિતિમાં વહીવટીતંત્ર પાસે કોચિંગ સેન્ટરો બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, કોઈ નકકર કાયદો અને નિયમનના અભાવે, પોલીસ અને વહીવટીતંત્ર માતાપિતાને ફકત આશ્વાસન આપવા સિવાય કંઈ આપી શક્યા નહી.
પ્રતિષ્ઠિત આઈઆઈટી સંસ્થાઓમાં પ્રવેશ માટે કઠોર સ્પર્ધાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે દર વર્ષે લગભગ ૧૪ લાખ વિદ્યાર્થીઓ અરજી કરે છે. આમાંથી માત્ર એક ટકા આઈઆઈટીમાં પ્રવેશ મેળવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓનું વધતું સ્તર શ્રેષ્ઠ પ્રતિભા પસંદ કરવાની સ્પર્ધાના મુખ્ય ઉદેશ્યને પૂર્ણ કરી રહ્યું છે કે નહી તે અલગ બાબત છે, પરંતુ એ વાત ચોકકસ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓની કોચિંગ સંસ્થાઓ પર નિર્ભરતા વધી છે.
જેમ ત્નઈઈ માટે સ્પર્ધા જોવામાં આવે છે, તેવી જ રીતે દ્ગઈઈ્-ેંય્ માટે પણ જોવામાં આવે છે. કઠિન સ્પર્ધાને કારણે સતત માનસિક દબાણનો સામનો કરી રહેલા કિશોરોમાં ડિપ્રેશન અને આત્મહત્યાની વૃત્તિઓ જેવી વધતી જતી વિકૃતિઓ કોઈથી છુપાયેલી નથી.
કોચિંગ સંસ્થાઓ, જે લાલચુ વચનોની મદદથી કઠિન સ્પર્ધાનો લાભ લઈ રહી છે, આજે શિક્ષણ પ્રણાલીમાં મુકતપણે ખીલી રહી છે, જે શાળાઓને અપ્રસ્તુત બનાવી રહી છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા દ્ગઈઈ્માં થયેલી ગેરરીતિઓ બાદ રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિના અહેવાલ દ્વારા આ વાતની પુષ્ટિ થાય છે.
આ સમિતિએ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે કોચિંગ સંસ્થાઓના કાર્યપ્રણાલી અંગે એક ખાસ નીતિ બનાવવી જોઈએ, કારણ કે તેમના દ્વારા એક સમાંતર શૈક્ષણિક પ્રણાલી બનાવવામાં આવી છે, જે વરિષ્ઠ માધ્યમિક સ્તરે શાળા શિક્ષણ માટે ઘાતક સાબિત થઈ રહી છે. આ સમાંતર વ્યવસ્થાને કારણે વિદ્યાર્થીઓમાં શાળામાં હાજરીમાં પણ ઘટાડો થયો છે.
તાજેતરમાં શિક્ષણ મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સમિતિએ પણ શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સંસ્થાઓ વચ્ચે વધતા જતા જોડાણ પર ઉંડી ચિંતા વ્યકત કરી હતી અને કેન્દ્ર સરકારને બંને વચ્ચેના અપવિત્ર જોડાણનો અંત લાવવાની ભલામણ કરી હતી.
આ સમિતિએ એ વાત પર ભાર મુકયો હતો કે કોચિંગ સંસ્થાઓ સાથે સહયોગમાં કામ કરતી શૈક્ષણિક સંસ્થાઓની ઓળખ કરવી જોઈએ અને તેમની માન્યતા રદ કરવી જોઈએ અને તેમને આપવામાં આવતી નાણાકીય સહાય બંધ કરવી જોઈએ. આજે કોચિંગ કલ્ચર એવું છે કે વિદ્યાર્થી શાળાએ જાય કે ન જાય, કોચિંગ તેના રોજિંદા જીવનનો એક આવશ્યક ભાગ બની ગયું છે.
ર૦ર૩માં ફિટજીની આવક લગભગ પપ૦ કરોડ રૂપિયા દર્શાવવામાં આવી હતી દેશમાં ફીટજી જેવી અન્ય કોચિંગ સંસ્થાઓ છે જે ભારે નફો કમાય છે, પરંતુ તે કોઈપણ બંધારણીય એજન્સી દ્વારા નિયંત્રિત નથી. કોચિંગ સંસ્થાઓ પર ગ્રાહક સુરક્ષા અને વાણિÂજ્યક કાયદાઓનો પણ અસરકારક રીતે અમલ થઈ રહ્યો નથી. પરિણામે વિદ્યાર્થીઓ સમયાંતરે છેતરપિંડીનો ભોગ બને છે. ગયા વર્ષે દિલ્હીની એક કોચિંગ ઈÂન્સ્ટટયુટ દ્વારા સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરીરહેલ ત્રણ વિદ્યાર્થીઓના ભોંયરામાં પાણી ભરાવાથી મૃત્યુ થયા હતા.