આપણે ફકત ઓર્ગેનીક રંગોથી જ હોળી રમવી જોઈએ
જો આપણે તંદુરસ્ત અને સલામત હોળીનો આનંદ માણવા માંગતા હોય તો હોળી પર્વમાં એસિડિક અને રાસાયણિક રંગોથી શરીરને બચાવવું જરૂરી
(એજન્સીઃ)રંગોના તહેવાર હોળી પર્વ કાંઈ દુર નથી. હોળી પોતાની સાથે ઘણી ખુશીઓ લઈને આવે છે. પરંતુ ઘણી વખત આપણી પોતાની બેદરકારી અને મોજ-મસ્તીના કારણે આપણપે આ ખુશીઓને સમસ્યાઓમાં ફેરવી દઈએ છીએ કેમીકલ રંગોથી હોળી રમવાને કારણે આ સમસ્યા થાયય છે. તેથી જો આપણે તદુરસ્ત અને સલામત હોળીનો આનંદ માણવા માંગતા હોય છે. તો આપણે ફકત ઓર્ગેનીક રંગોથી જ હોળી રમવી જોઈએ.
હળદર પીળો રંગ આપણે બધા જાણીએ છીએ કે પીળો રંગ ખુબ જ પવીત્ર અને શુભ પ્રસંગોનું પ્રતીક છે. તેથી હળદર જેવા પીળા રંગથી હોળી રમવાનું હંમેશા સારું લાગે છે. તેને ઘરે બનાવવા માટે પ૦ ગ્રામ હળદર લો અને તેમાં લગભગ ૧૦૦ ગ્રામ ચણાનો લોટ મીકસ કરો. જો તમારે ભીનો રંગ બનાવવો હોય તો હળદરને પાણીમાં ઓગાળની નિર્ભયતાથી હોળી રમો. હળદર સિવાય ફુલોને સુકવીને પણ પીળો રંગ બનાવી શકાય છે.
ચંદન આપણી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. તેથી બજારમાંથી સુકો લાલ ગુલાલ ખરીદવાને બદલે તેને ઘરે જ લાલ ચંદનમાંથી બનાવો. આ માટે હિબીસ્કસના ફુલોને સુકવીને તેનો પાવડર બનાવી લો. અને જુઓ કે તે કેવો આકર્ષક રંગ આપે છે. જો સુકો પાઉડર ઓછો હોય અઅને વધુ કલર જોઈતો હોય તો તેમાં થોડો લોટ પણ ઉમેરી શકાય.
જો તમને શુષ્કને બદલે ભીનો લાલ રંગ બનાવવા માંગો છો તો લાલ ચંદનના પાવડરને થોડીવાર પાણીમાં ઉકાળો અને આ લાલ રંગના પાણીથી હોળી રમો. પાણીનો આ સ્પ્રે વાતાવરણને સુગંધીત બનાવશે એટલું જ નહી ત્વચા પર કોઈપણ પ્રકારના ડાઘ થવાનું જોખમ પણ રહેશે નહ. એ જ રીતે દાડમના દાણાને પાણીમાં ઉકાળીને કુદરતી લાલ રંગ બનાવી શકાય છે.
કિરમજી રંગ પ્રાપ્ત કરવો થોડો મુશ્કેલ લાગે છે. પરંતુ એવું નથી બીટ રૂટ આ માટે શ્રેષ્ઠ છે. હોળીના થોડા દિવસો પહેલા બીટના મુળને સુકવી દો. જયાયરે તે સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે તેને પીસી લો. તે પાવડરની જેમ બારીક બની જશે જે હોળીને રંગીની બનાવવામાં ઉપયોગી થશે.જો તમારે ઓછું કિરમજી મેળવવું હોય તો થોડી વધુ મહેનત કરો એટલે કે ડુંગળીની છાલને અડધો લીટર પાણીમાં ઉકાળો, તેનાથી આછો કિરમજી રંગ તૈયાર થશે.
જાંબલી રંગ મેળવવા માટે કાળી દ્રાક્ષ અથવા બ્લેકબેરીના ઉકાળી શકાય છે. ધ્યાન રાખો કે પાણી ઠડું થાય પછી જ રંગીન પાણીનો ઉપયોગ કરો. ઓર્ગેનીક રંગોની કોઈ આડઅસર થતી નથી. પરંતુ તેને બનાવતી વખતે સંપૂર્ણપણે સાવચેત રહો. ખાસ કરીને જયારે કોઈપણ ફુલ કે શાકભાજીને ધાબા કે બાલ્કનીમાં સુકવવા માટે રાખવામાં આવે છે. કારણ કે આવા સમયે જંતુઓ આવીને ચોટી જવાનો ભય રહે છે. એટલું જ નહી, જો કાળજી લેવામાં ન આવે તો, આ જંતુઓ આંખોમાં પ્રવેશી શકે છે.
અને આપણી આંખોના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. હકીકતમાં એક સમય હતો જયારે લોકો હોળી રમવા માત્ર કુદરતી રંગનો ઉપયોગ કરતા હતા. પરંતુ પાછળથી ખતરનાક કેમીકલ રંગોનો ઉપયોગ થવા લાગ્યો, જેમાં મીકા, આલ્કલી, ગ્રાઉન્ડગ્લાસ, એસીડ અને અન્ય ઘણા ખતરનાક તત્વો હોય છે. જે હોળીના અવસરે મોટા પાયે વેચાય છે.