Western Times News

Gujarati News

તમે હયાત હો ત્યારે જ તમારી મિલકત કોઈને ભેટ આપી દેવાનો વિચાર સારો નથી: વિલ બનાવતાં પહેલાં આ વાંચો

તમે હયાત હો ત્યારે જ તમારી મિલકત કોઈને ભેટ આપી દેવાનો વિચાર સારો નથી. એની સામે કોઈ વાંધો ઉઠાવી શકે, એ ઉપરાંત મોટી ઉંમરના લોકો એમ કરવાથી પરવશ, પરાધીન કે પરાવલંબી બની જાય છે, સંતાનોને મિલકત મળી ગયા બાદ એ મોટી ઉંમરનાં માબાપને સરખી રીતે ન રાખે એમ પણ બને

કોઈ વ્યક્તિએ પોતાનું વસિયતનામું બનાવ્યું હોય ત્યારે કોઈને કોઈ એનો વિરોધ કરનારું કે એને પડકારનારું ફૂટી નીકળે એવું આપણે વારંવાર જોઈએ છીએ. અને જો વસિયતનામું ન બનાવ્યું હોય તો વારસા માટે લડનારું કોઈક તો નીકળે છએ. આનો અર્થ સું એવો કરવો કે વસિયતનામું બનાવવું નિરર્થક છે ?

ના, એ વાત સાચી નથી. એક વ્યક્તિના વસિયતનામાને પડકારવાનો બીજી વ્યક્તિને કાનૂની અધિકાર છે. પરંતુ જો વસિયતનામું બરોબર બનાવ્યું હોય તો તેની સામેના વાંધાવચકાને સહેલાઈથી દૂર કરી શકાય એમ લોરેટોના ફાઉન્ડર અને ચીફ એÂક્ઝક્યુટીવ ઓફિસર રોહન મહાજન જણાવે છે. વસિયતનામું હોય તો ખર્ચ, પ્રયત્નો અને દસ્તાવેજી કામ ઘટી જાય અને ખાસ તો એ કે કુટુંબની અંદર ઝઘડા, ટંટા, વિવાદ, ક્લેશ ઓછા થઈ શકે.

આમ તો વસિયતનામું લખવાનું કામ બહુ આસાન છે. તેમ છતાં કાનૂની માર્ગદર્શન હેઠળ કે પછી કોઈ વકીલ પાસે અથવા તો ઓન-લાઈન સેવા આપતા વ્યાવસાયિકો પાસે આવું કામ કરાવવું ઉત્તમ છે. તમે પોતે આ કામ કરવા જાઓ તો શક્ય છે કે તમે કેટલીક એવી મહત્ત્વની વિદતો નજરઅંદાજ કરો જે પછીથી કાનૂની લડાઈમાં પરિણમે એમ ઓનલાઈન વસિયતનામું બનાવતી કંપની દિલ સ ેવિલના ફાઉન્ડર રાજ લખોટિયા કહે છે. વ્યક્તિગત વસિયતનામાને લગતા કેટલાક મહત્ત્વના મુદ્દા જોઈએ.

વસિયતનામું ન બનાવીએ તો ?
આ બહુ મોટી ભૂલ છે. જેમની પાસે મોટી સંપત્તિ હોય તેમણે પચાસ વર્ષની ઉંમરે પહોંચતા જ કે એનાથી પણ વહેલાં વસિયતનામું બનાવી લેવું જોઈએ.
જો વસિયતનામું ન હોય તો કાયદેસરના વારસોએ ટાઈટલ અથવા માલિકી હક, રોકાણ, અસ્કયામતો વગેરેને ટ્રાન્સફર કરવા માટે સક્સેશન સર્ટિફિકેટ અને લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન મેળવવા માટે મોટી રકમ અને સમય ખર્ચવા પડે છે. વકીલોની તોતિંગ ફી તો વધારાની.

જંગમ સંપત્તિ માટે સક્સેશન સર્ટિફિકેટ અને સ્થાવર સંપત્તિ માટે લેટર ઓફ એડમિનિસ્ટ્રેશન જરૂરી છે. નોમિનેશન કર્યું હોય તો રોકડ અને કેટલીક મુવેબલ પ્રોપર્ટી આસાનીથી ટ્રાન્સફર તો થઇ જાય પરંતુ તે પછી પણ કાનૂની દસ્તાવેજો તો જોઈએ જ કારણ કે નોમિની તો અસ્ક્યામતોનો કેરટેકર અથવા રખેવાળ જ છે એ તેણે બધી વસ્તુઓ કાનૂની વારસોને સોંપવાની રહે છે.

વસિયતનામા દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમારી મિલકતોમાંથી કઈ મિલકત તમારે કયા વારસદારને આપવી છે અને કેટલા હિસ્સામાં. જો તમે વસિયતનામું ન બનાવો તો તમારો કયો વારસદાર કઈ મિલકત લઇ જસે એ તમે નક્કી કરી શકતા નથી કેમ કે એ તો હવે તમારો ધર્મ લક્ષમાં લઈને અદાલત નક્કી કરશે. જેમકે હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ લોકોના કિસ્સામાં આ વાત માટે હિન્દુ સક્સેશન એક્ટ ૧૯૫૬ અને હિન્દુ સક્સેશન (એમેન્ડમેન્ટ) એક્ટ ૨૦૦૫ લાગુ પડશે.

1.લખાણમાં ભૂલો

તમે પોતાની જાતે વસિયતનામું લખી શકો છો, અથવા કોઈ વકીલ દ્વારા કે ઓનલાઈન સેવા આપતા માધ્યમો દ્વારા પણ આ કામ કરી શકો. કોઈ વિગતોમાં સંદિગ્ધતા રહી જાય કે એ ખોટી હોય તો વસિયતનામાને આસાનીથી અદાલતમાં પડકારી શકાય છે. આવું ન બને એટલા માટે આટલી વાત જરૂર કરજોછ નામ, સરનામું, સ્થાન અને તારીખ વગેરે જેવી વ્યક્તિગત વિગતો અંગે ખૂબ ચોકસાઈ રાખજો.

જે લોકોને વારસો મળવાનો છે તેમનાં પૂરાં નામ અને તમારી સાથેનો સંબંધ સ્પષ્ટ લખજો, મિલકતોની વિગતોનું અસંદિગ્ધપણે વર્ણન કરજો, બે સાક્ષીની હાજરીમાં સહી કરજો અને સાક્ષીઓનાં નામ અને સરનામાં પણ અવશ્ય લખવાં. વસિયતનામાનો સૌથી મહત્ત્વનો ભાગ તે બનાવનારની સહી છે.. વસિયતનામું તો સાદા કાગળ પર પણ લખી શકાય. એટલે સહી એક જ એવી વાત છે જે

2. વસિયતનામાને પ્રમાણિત કરે છે.
વસિયતમાં ત્રણ જાહેરાતો પણ મહત્ત્વની છે તમે અગાઉ કરેલાં વસિયતનામાં ફ્રોક કરો છો, તમારું મન સાબૂત છે અને તમે આ વસિયતનામું કોઈ દબાણ હેઠળ કરતા નથી એ ત્રણ જાહેરાતો જરૂરી છે. જો વ્યક્તિ મોટી ઉંમરની હોય તો તેનું મન સાબૂત છે એ પ્રકારનું ડોક્ટરનું સર્ટિફિકેટ સાથે જોડી શકાય. તમે વસિયતનામાને રજીસ્ટર પણ કરાવી શકો.

સરકારી અધિકારીએ તેને મંજૂર રાખ્યું હોય તો તેને એક પ્રકારની પ્રમાણભૂતતા મળી જાય છે. પણ એટલું યાદ રહે કે જે રજીસ્ટર ન થયેલા વસિયતનામાને જેટલી આસાનીથી પડકારી શકાય છે એટલી જ આસાનીથી રજીસ્ટર થયેલા વસિયતનામાને પણ પડકારી શકાય.

આમ છતાં વસિયતનામા સામે સામાન્ય રીતે વાંધો જે કારણોસર ઉઠાવાતો હોય છે તે કારણો એને રજીસ્ટર કરાવવાથી લગભગ દૂર થઇ જાય છે એમ દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ જસમિત સિંહ કહે છે. મનની સાબૂતી, બનાવટી સહી અને સહી કરવાનું દબાણ એ ત્રણ વસિયતનામમાને પડકારવાના સામાન્ય કારણો છે. હવે તમે રજિસ્ટ્રાર પાસે જઈને તમારો દસ્તાવેજ રજીસ્ટર કરવો ત્યારે એ તમારો ફોટો પણ પાડશે એટલે આ ત્રણ કારણાસેર વસિયતનામા સામે વાંધો ઉઠાવવામાં આવે એ શક્યતા ઘણી ઓછી થઇ જશે એમ તેઓ ઉમેરે છે.

૩. લખાણમાં ચોકસાઈ રાખો
વસિયતનામું લખવામાં બને એટલી ચોકસાઈ રાખો. બેન્ક એકાઉન્ટના નંબર, લોકરના નંબર અને મિલકતોની વિગત એમાં બતાવો. સ્થાવર અને જંગમ બંને પ્રકારની અસ્ક્યામતોની યાદી એમાં આપો. રોકાણ અને વીમો હોય તેની સંપૂર્ણ વિગતો- સ્કીમનંત નામ, નંબર, કંપનીનું નામ, વીમાનો એજન્ટ અને બધાનાં સરનામાં પણ આપવા. એકથી વધુ મિલકતો હોય ત્યારે કોઈ અસ્પષ્ટતા ન રહે એ માટે દરેકની ખરીદીની તારીખ અને સરનામાં ઈત્યાદિ સ્પષ્ટ કરવાં. દરેક વારસદારનું નામ, એનો તમારી સાથેનો સંબંધ અને એને આપવાની મિલકત સ્પષ્ટપણે લખવી.

૪. જરૂર પડે એમ સુધારા કરો
મિલકત કે વારસદારોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય તો એ ફેરફારને સમાવતું નવું વસિયતનામું બનાવવું. કુટુંબમાં કોઈ પ્રસંગ જન્મ, લગ્ન, છૂટાછેડા બને તો મિલકતની પુનઃ વહેંચણી કરવી પડે. કોઈ જૂની મિલકત વેચી હોય કે નવી ખરીદી હોય તો એનો પણ સમાવેશ કરવો પડે. તમારે માત્ર નવું વસિયતનામું બનાવવું પડે જેમાં ચોખ્ખું કહેવું પડે કે આ તમારું આખરી વસિયતનામુ છે અને અગાઉનાં બધાં વસિયતનામાં તમે આ સાથે ફોક કરો છઓ. નવા દસ્તાવેજને રજીસ્ટર કરાવી લો. અબલત્ત આનો અર્થ એવો નથી કે રજીસ્ટર ન કરાવેલું વસિયતનામું સ્વીકાર્ય નહિ બને. કાયદો એવો છે કે છેલ્લું વસિયતનામું જ તે રજિસ્ટર થયેલું હોય કે ન હોય તોપણ સ્વીકાર્ય બનશે.

૫. પ્રબંધક નીમતાં ધ્યાન રાખો
વસિયતનામાના અમલ માટે તમારે પ્રબંધકની નિમણૂંક કરવાની રહે. ઘણા લોકો આ કામ માટે કોઈક સગાને, પોતાની જ ઉંમરના મિત્રને કે પછી સગીર વયની વ્યક્તિને નીમવાની ભૂલ કરે છે. આ સંકુલ અને સમય માગી લેતા કામ માટે સૌથી યોગ્ય વ્યક્તિને જવાબદારી સોંપવાનો ખ્યાલ રાખજો. પ્રબંધક વિશ્વાસુ, તમારી ઈચ્છાનો જાણકાર અને પોતાની મરજી નહિ પણ તમારી મરજી પ્રમાણે કામ કરે એવો હોવો જોઈએ એમ મહાજનનું કહેવું છે.
વસિયતનામાના અમલમાં કોઈ ભેદભાવ ન રહે એ માટે તમે કોઈ બહારની વ્યક્તિને થોડા પૈસા ચૂકવીને પ્રબંધક નીમી શકો.

૬. હયાતી દરમિયાન ભેટ આપવી
તમે હયાત હો ત્યારે જ તમારી મિલકત કોઈને ભેટ આપી દેવાનો વિચાર સારો નથી. એની સામે કોઈ વાંધો ઉઠાવી શકે. એ ઉપરાંત મોટી ઉંમરના લોકો એમ કરવાથી પરવશ, પરાધીન કે પરાવલંબી બની જાય છે. સંતાનોને મિલકત મળી ગયા બાદ એ મોટી ઉંમરના માબાપને સરખી રીતે ન રાખે એમ પણ બને એવી ચેતવણી સિંહ આપે છે.

એને બદલે જો વસિયતનામામાં એની જોગવાઈ કરવામાં આવે તો સત્તા તમારી પાસે રહેશે. તમે બધું આપી દેશો તો જીવશો કેવી રીતે ? એવો પ્રશ્ન લખોટિયા કરે છે.
મહાજનની સલાહ છે કે ભેટ આપતાં પહેલા ગિફ્ટ ડિડ અને વસિયતનામામાં તમે જીવિત હો ત્યાં સુધી ગમે ત્યારે ફેરફાર કરી શકો છો પણ ગિફ્ટ ડિડનો એક વાર અમમલ થાય એ પછી એમાં કોઈ ફેરફાર થઇ શકતો નથી. નિર્દિષ્ટ સંબંધોમાં ભેટ પર કોઈ કર લાગતો નથી. સ્થાવર મિલકત ભેટ તરીકે આપવામાં આવે તો એના પર સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે.

૭. માંદગીને અવગણતા નહિ
વસિયતનામામાં ઘાતક બીમારી, અપંગતા કે કોમા જેવી માંદગી માટે જોગવાઈ કરવી જરૂરી છે. તમારી બીમારી દરમિયાન તમારી નાણાકીય વ્યવસ્થાનું ધ્યાન કોણ રાખશે અને બાળકોના વાલી કોણ બનશે એ વસિયતનામામાં લખી રાખો. તમે ધારો તો પાવર ઓફ એટર્નીનો વપરાશ કરી શકો અથવા એક ટ્રસ્ટ પણ ઉભું કરી શકો.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે તમે તમારા મૃત્યુ સમયે તમારી સારસંભાળ વિષે પણ લખી શકો. તમને કઈ જાતની સારવાર જોઈએ છે કે પછી કેવા સંજોગોમાં સારવાર બંધ કરી દેવી એ તમે સ્પષ્ટ કરી શકો છો. ઈચ્છા હોય તો તમારી વતી તમારી તબિયતને લાગતા નિર્ણયો લેવા માટે પણ તમે પ્રબંધક નીમી શકો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.