Western Times News

Gujarati News

પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જરૂરી છે : રાજ્યપાલ

કુરુક્ષેત્ર ગુરુકુલમાં પ્રાકૃતિક ખેતી પર કિસાન ચૌપાલ ચર્ચાનું આયોજન

ખેતરના અવશેષ ખેતરમાં જ રહેવા દો તો ખાતરની જરૂર નહીં પડે : શ્રી શ્યામસિંહ રાણાકૃષિ મંત્રીહરિયાણા

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે જણાવ્યું કેખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કેઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતીને જૈવિક કે ઓર્ગેનિક ખેતી સમજીને તેને અપનાવવામાં સંકોચ કરે છેપરંતુ પ્રાકૃતિક ખેતી સંપૂર્ણપણે ભિન્ન અને ખેડૂતોને અત્યંત લાભદાયી છે.

કુરુક્ષેત્રગુરુકુલમાં આયોજિત પ્રાકૃતિક ખેતી કિસાન ચૌપાલ ચર્ચામાં ભાગ લઈ રહેલા ખેડૂતોને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન આપ્યું હતું. કિસાન ચૌપાલ ચર્ચામાં હરિયાણાના કૃષિ મંત્રી શ્રી શ્યામસિંહ રાણાપ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક પદ્મશ્રી ડૉ. હરિઑમડૉ. બલજીત સહારણઅને પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટે કાર્યરત ICAR ના કૃષિ નિષ્ણાતો તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કેવીતેલા 40 વર્ષોથી દેશમાં જૈવિક ખેતીનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છેપરંતુ આજ સુધી જૈવિક ખેતીનું અસરકારક મોડલ ઊભું થઇ શક્યું નથી. તેનું કારણ છે કેજૈવિક ખાતર બનાવવા માટે વપરાતા અર્થ વર્મા-અળસીયા વિદેશી છેજે ફક્ત ગોબર ખાય છે અને હેવી મેટલ છોડે છે. એ ઉપરાંતજૈવિક ખેતીમાં ખર્ચો વધુ છે અને ઉત્પાદન ઓછું છેજેના કારણે આ ખેતી પદ્ધતિ લોકપ્રિય બની શકી નથી.

તેનાથી ઉલટુંપ્રાકૃતિક ખેતીમાં ખર્ચો ખૂબ ઓછો છે અને ઉત્પાદન પૂરતું મળે છે. આ ઉપરાંતખેડૂતોને પ્રાકૃતિક ઉત્પાદનો માટે દોઢથી  બે ગણા ભાવ મળે છે. પ્રાકૃતિક ખેતીમાં ફક્ત એક દેશી ગાયના ગોબર અને ગોમૂત્રથી ખેડૂત 30 એકર જમીન પર ખેતી કરી શકે છે. ખેડૂતને બજારમાંથી ખાતરકીટનાશક વગેરે ખરીદવાની જરૂર પણ પડતી નથી.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશભરમાં પ્રાકૃતિક ખેતીનું વ્યાપક અભિયાન આદરવામાં આવ્યું છે અને મોટાપાયે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આગામી બે વર્ષમાં આ આંકડો બમણો થશે તેવી આશા છે.

હરિયાણાના કૃષિમંત્રી શ્રી શ્યામસિંહ રાણાએ પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તેમણે હરિયાણામાં પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયનું પાલન કરનારા ખેડૂતોને રૂ. 30 હજારની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કેપ્રકૃતિમાં હસ્તક્ષેપ કરવાના પરિણામો હંમેશા જોખમી હોય છે.

આજે ખેતીમાં ઉત્પાદન વધારવા માટે જે પેસ્ટિસાઇડ્સયુરિયાડીએપી અને જંતુનાશકોનો અંધાધૂંધ ઉપયોગ કરવામાં આવે છેતેના દુષ્પરિણામો કૅન્સરહાર્ટ એટેકબીપીઅને ડાયાબિટીસ જેવી બીમારીઓના રૂપમાં સામે આવી રહ્યા છે. ખેતીમાં જંતુનાશકો અને યુરિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને ખેડૂતો જમીનને બંજર બનાવી રહ્યા છે. પીવાના પાણીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છેખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરેપ્રાકૃતિક ખેતી અપનાવે.

તેમણે ખેડૂતોને અપીલ કરી કેપાકના અવશેષો ખેતરમાં જ નાખે અને તેમાં આગ ન લગાવેકારણ કે ખેતરના અવશેષો ખેતરમાં ખાતરનું કામ કરશે.

ગુરુકુલમાં  રાજ્યપાલશ્રીએ બૂકે આપીને હરિયાણાના કૃષિ મંત્રી શ્રી શ્યામસિંહ રાણાનું સ્વાગત કર્યું હતું. આચાર્ય દેવવ્રતજી સાથે કૃષિમંત્રી શ્રી રાણાએ ગુરુકુલ ફાર્મની મુલાકાત લીધીજ્યાં 15 ફૂટથી ઊંચી શેરડીને જોઈને તેઓ આશ્ચર્યમાં ઘરકાવ થઈ ગયા હતા.

ફાર્મ પર મંત્રી શ્રી શ્યામસિંહ રાણાએ કમલમ્, જાંબુ, સફરજન, આંબા, લીચીના બાગ અને લીલાં શાકભાજી વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ગુરુકુલ ફાર્મમાં કૃષિમંત્રી અને આચાર્યશ્રી આચાર દેવવ્રતજીએ ગરમાગરમ ગોળનો સ્વાદ લીધો હતો. ફાર્મની મુલાકાત બાદ તેમણે ગુરુકુલની ગૌશાળાશાળા ભવનઆર્ય મહાવિદ્યાલય અને એન.ડી.એ. બ્લોકની મુલાકાત લીધી હતી.

આ અવસરે ગુરુકુલના પ્રમુખ રાજકુમાર ગર્ગઉપપ્રમુખ શ્રી સતપાલ કંબોજનિદેશક બ્રિગેડિયર ડૉ. પ્રવીણ કુમારપ્રિન્સિપાલ ડૉ. સુબે પ્રતાપરામનિવાસ આર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.