શાકભાજીવાળાના ખાતામાં ૧૭૨.૮૧ કરોડના ટ્રાન્જેક્શન બદલ આઈટીની નોટિસ
ગાઝીપુર, શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શાકભાજી વેચનારને તેના બેંક એકાઉન્ટમાં ૧૭૨.૮૧ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન માટે આવકવેરો ન ભરવા બદલ નોટિસ મળી છે. બીજી તરફ શાકભાજી વિક્રેતા વિનોદ રસ્તોગીનું કહેવું છે કે તેમને આ અંગે કોઈ માહિતી નથી. રસ્તોગીના કહેવા પ્રમાણે, કોઈએ તેમના દસ્તાવેજાેનો દુરુપયોગ કરીને ખાતું ખોલાવ્યું છે.
વારાણસી સર્કલ ઓફ ઈન્કમટેક્સ તરફથી ગહમરના મગર રાવ પટ્ટીમાં રહેતા શાકભાજી વિક્રેતા વિનોદ રસ્તોગીને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસ અનુસાર યુનિયન બેંકમાં તેમના દ્વારા સંચાલિત ખાતામાં ૧૭૨.૮૧ કરોડ રૂપિયા છે. તેમની તરફથી આ પૈસા પર ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી. આ નોટિસ મળ્યા પછી શાકભાજી વિક્રેતાની પ્રતિક્રિયા જાેવાજેવી રહી હતી.
નોટિસ મળ્યા બાદ વિનોદ રસ્તોગી ઈન્કમટેક્સ ઓફિસ પહોંચ્યા અને આ સંબંધમાં વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પૂછપરછ કરતાં તેને ખબર પડી કે આવકવેરા વિભાગ જે ખાતાની વાત કરી રહ્યું છે. તે તેમના દ્વારા પણ ખોલવામાં આવ્યું નથી. તેમજ તેણે આટલી મોટી રકમનો કોઈ વ્યવહાર પણ કર્યો નથી. રસ્તોગીનો આરોપ છે કે કોઈએ તેમના દસ્તાવેજાેનો દુરુપયોગ કરીને ખાતું ખોલાવ્યું હતું.બીજી તરફ, રસ્તોગીને આવકવેરા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે હકીકતો તપાસ્યા પછી આ સંદર્ભમાં સાચી માહિતી પ્રાપ્ત કરવામાં આવશે. આ વર્ષે ૨૬ ફેબ્રુઆરીના રોજ રસ્તોગીને ઈન્કમ ટેક્સ તરફથી નોટિસ મળી હતી અને આ પૈસા ક્યાંથી આવ્યા અને તેનો સ્ત્રોત શું હતો એના સવાલો કરાયા હતા.
વિનોદ રસ્તોગીએ આ નોટિસ અંગે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી તેને સાયબર સેલમાં મોકલવામાં આવ્યો હતો.સાયબર સેલ દ્વારા વેરિફિકેશન માટે રસ્તોગી પાસેથી કેટલાક દસ્તાવેજાે માંગવામાં આવ્યા છે.આના છ મહિના પહેલા પણ રસ્તોગીને આઈટી વિભાગ તરફથી નોટિસ મળી હોવાનું કહેવાય છે.સાયબર સેલના ઈન્ચાર્જ વૈભવ મિશ્રાના જણાવ્યા અનુસાર વિનોદ રસ્તોગી તેમની ઓફિસમાં આવ્યા હતા.
આવકવેરા વિભાગની નોટિસ બતાવવાની સાથે તેણે ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે.આ મામલે ચાલી રહેલી તપાસ દરમિયાન રસ્તોગીને કેટલાક દસ્તાવેજાે આપવા માટે કહેવામાં આવ્યું છે. રસ્તોગીને આ પહેલા ઈન્કમટેક્સ તરફથી નોટિસ મળી હતી.પોલીસને આ નોટિસ મળી ન હતી. બીજી તરફ ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે રસ્તોગી આ બધુ થયું એના ડરથી ઘરને તાળું મારીને ક્યાંક ચાલ્યા ગયા છે. SS2.PG