પેકેજિંગ સાથે સંકળાયેલી આ કંપની પર આઈટીના દરોડાથી ખળભળાટ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સાણંદમાં યુફ્લેક્સ ફૂડ પેકેજિંગ કંપની પર આયકર વિભાગે દરોડા પાડ્યાં છે. સાણંદ ખાતે આવેલ પેકેજિંગ યુનિટ સહિત ૪ સ્થળો પર આયકર વિભાગે સર્ચ હાથ ધર્યું છે. ગુજરાત રાજ્ય સિવાય અન્ય ૧૦ રાજ્યોમાં પણ આયકર વિભગે દરોડા પાડ્યાં છે.
આયકર વિભાગ દ્વારા વિવિધ જગ્યા પર દરોડા પાડવમાં આવ્યાં છે. યુફ્લેક્સ ફૂડ પેકેજિંગ કંપની સઘન તપાસ હાથ ધરાઈ છે. કંપની પર હવાલા અને ક્રિપ્ટો દ્વારા ચીનને પૈસા મોકલવાનો આરોપ છે તેમજ કંપની પર ટ્રાન્ઝેક્શનમાં મોટી અનિયમિતતાનો પણ આરોપ છે. આવકવેરા વિભાગના ૧૫ શહેરોના લગભગ ૬૪ સ્થળો પર દરોડા પાડ્યાં છે. જેમાં ચેન્નાઈ, દેહરાદૂન, કોલકાતા, હિમાચલ, હરિયાણાના ફરીદાબાદ વગેરે સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે.
થોડા દિવસ અગાઉ સુરત શહેરના ગોરાટ રોડ પર રહેતા ઉદ્યોગપતિ ઉમર જનરલના નિવાસ સ્થાને આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી. ત્યાં સતત ત્રણ દિવસ આવકવેરા વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આવકવેરા વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો પણ થયા હતાં.
સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, ટીમ દ્વારા જનરલ ગ્રુપની રિંગરોડ પર આવેલી ઓફિસ, માંડવીની ફેકટરી, ઉપરાંત સ્ટાફના કેટલાંક કર્મચારીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે કેટલાક મહત્વના દસ્તાવેજાે જપ્ત કર્યા હતા.
જેમાં ટેક્સટાઇલના બિઝનેસમાં મોટાપાયે રોકડ વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યું હતા. અધિકારીઓ હવાલા એન્ગલની પણ તપાસ કરી હતી. ઓફિસ અને બેંકના લોકર ચેક કરવામાં આવ્યા હતા, પરંતુ ઘરના લોકરમાંથી કંઇ ખાસ મળી આવ્યુ ન હતું.