બાયડ તાલુકા પંથકમાં વરસાદ ખાબક્યો
પ્રતિનિધિ.બાયડ, ચોમાસાની ઋતુ વિદાય લઇ લીધી છે બીજીબાજુ અરવલ્લી – જીલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા આકાશે કાળા ડિબાંગ વાદળો ગોરંભાયા હતા બાયડ પંથકમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક છવાઈ હતી વરસાદી ઝાપટા શરૂ થવાની સાથે ખેડૂતો ચિંતિત બન્યા હતા વરસાદી માહોલથી ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની સંભાવના પેદા થઇ છે.
બાયડ સહીત અરવલ્લી જીલ્લામાં બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં શીત લહેર પ્રસરતા અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો હાલ ચોમાસાની ખેતીના ઉભા પાકને લણવાના સમયે મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતો લાચારી અનુભવી રહ્યા છે.
ખરામાં રહેલી મગફળી અને ખેતરમાં ઉભા કપાસ કાળા પડી જવાથી ખેડૂતોને વ્યાપક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વિસ્તારોમાં અચાનક એકાએક વાતાવરણમાં પલટો આવ્યો.
આકાશમાં કાળા ડિબાંગ વાદળો થી બપોર પછી ઘેરાઈ ગયા અને ધૂળ ની ડમરી સાથે પવન ફૂંકાવવા લાગ્યો સાથે ગાજવીજ સાથે વરસાદ કડાકા ભડાકા સાથે આગમન થતા ખેડૂતો નો તૈયાર થયેલો પાક માં નુકશાન થવા ની ચીંતાઓ સાથે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
મકાઈ મગફળી સોયાબીન કપાસ જેવા ખેતી પાક તેમજ ઘાસચારો પણ પલળી જતા મોટું નુકસાન થવા ની ભીતિ સેવાઇ રહી છે હવામાન વિભાગે ચોમાસા ની વિધિવત રીતે વિદાય લીધા ની આગાહી કરી હતી ત્યાંજ નવરાત્રી પૂર્ણ થતાં જ વરસાદી માહોલ સર્જાયો હતો.