યુવતી સમજીને યુવકે લગ્ન કર્યા તે ખરેખર કિન્નર નીકળ્યો
નવી દિલ્હી, સોશિયલ મીડિયામાં જાેવા મળતી દરેક વસ્તુ સાચી હોતી નથી. પણ ઘણા લોકો તેને સાચું માની બેસે છે. જેના કારણે તેઓ આર્થિક કે સામાજિક નુકસાનનો ભોગ બની જાય છે. ક્યારેક છેતરાયા હોવાનો ભાંડો ખૂબ મોડું થઈ ગયા બાદ ફૂટે છે.
હરિદ્વાર જિલ્લામાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં સોશિયલ મીડિયા પર એક યુવકે પહેલા યુવતી સાથે મિત્રતા કરી હતી. આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને યુવકના લગ્ન થઈ ગયા. પરંતુ હનીમૂનની રાત્રે દુલ્હનની એવી પોલ ખુલતા વરરાજાના હોશ ઉડી ગયા હતા. યુવતી સમજીને યુવકે જેની સાથે લગ્ન કર્યા હતા તે ખરેખર કિન્નર નીકળ્યો હતો. સુહાગરાતની રાત્રે આ હકીકતનો ખુલાસો થયો હતો.
હવે યુવક આ લગ્ન તોડવા માંગે છે પણ આરોપી લાખો રૂપિયાની માંગણી કરી રહ્યો છે. આ યુવક લક્સરના રાયસી ચોકી ગામનો રહેવાસી છે. ઘણા સમય પહેલા યુવકના ફેસબુક પર યુવતીના નામે ફ્રેન્ડશિપ રિકવેસ્ટ આવી હતી. યુવકે તે સ્વીકારી લીધી હતી.
ત્યાર બાદ બંને ફોન પર ખૂબ વાતો કરવા લાગ્યા હતા. યુવતીએ યુવકને જણાવ્યું કે તે હરિયાણાના હિસારની રહેવાસી છે. વાત કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. તેઓએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. લગ્ન કરવા માટે યુવતી લક્સર પણ પહોંચી હતી, જ્યાં બંનેએ મંદિરમાં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન દરમિયાન યુવતીના પરિવારના સભ્યોમાંથી કોઈ હાજર ન હતું.
લગ્ન કર્યા બાદ યુવક પોતાની નવવિવાહિત દુલ્હનને લઈને પોતાના ગામ પહોંચ્યો હતો. ત્યારે સુહાગરાતે વાસ્તવિકતા બહાર આવી હતી. યુવકને જાણવા મળ્યું કે, જે વ્યક્તિ સાથે તેણે યુવતી સમજીને લગ્ન કર્યા હતા તે હકીકતમાં કિન્નર હતો.
હવે આરોપી લગ્ન તોડવા મટે યુવક પાસે ૫ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો છે. આ મામલે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું હતું કે, પુરાવા મળ્યા બાદ આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.SS1MS