ધો.૬થી ૮ના અભ્યાસક્રમમાં ગીતાને સમાવવાનો ર્નિણય લેવામાં આવ્યો
ગાંધીનગર, ગીતા જંયતીના અવસરે આજે શૈક્ષણિક ક્ષેત્રે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. તમામ સરકારી શાળામાં ભગવત ગીતાને હવે અભ્યાસક્રમમા સામેલ કરાશે અને તેની પરીક્ષા પણ લેવાશે.
ગીતા જયંતીના અવસરે ભગવત ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન બાળકોને મળે માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. હવે તમામ સરકારી શાળામાં ૬થી૮ ધોરણમાં ભગવત ગીતા ભણાવવામા આવશે. ધોરણ ૬થી ૮ના અભ્યાસક્રમમાં ગીતાને સમાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ગીતા જંયતીના અવસરે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાએ આ મુદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે. શ્રીમદભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવત ગીતાને અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ ૬થી૮માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે.
ઉલ્લેખનિય છે કે, ભગવત ગીતા એક એવો ગ્રંથ છે, જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિધ્ધાતને દ્રઢ કરવોનો ઉદેશ છે.
બાળકના સર્વાગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક ૨૦૨૪ નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે. આજે ગીતા જયંતીના દિવસે જ શિક્ષણ વિભાગ દ્રારા આજે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ અવસરે આ મહત્વનો ર્નિણય પણ લેવામાં આવ્યો છે. SS3SS