અફઘાનિસ્તાનમાં ભૂકંપ નહીં, પડ્યો હતો એટમ બોમ્બ

નવી દિલ્હી, ગુરુવારે રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની અસર ભારતની સાથે સાથે તાજિકિસ્તાન અને પાકિસ્તાનમાં પણ જાેવા મળી હતી. રીએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૯ હતી. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુકુશમાં હતું. તેની ઊંડાઈ લગભગ ૨૦૦ કિ.મી. હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ સાયન્સ રીસર્ચ દરમિયાન સામે આવેલા ખુલાસાથી સૌ કોઇ આશ્ચર્યમાં છે.
કારણે આ ભૂકંપ એક રીતે એટમ બોમ્બ હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સએ પણ આ ભૂકંપની ઉર્જાને માપી હતી. તેને માપ્યા પછી જે પરિણામો આવ્યા તેણે સૌ કોઇને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપના શરૂઆતી આંચકાઓ રાત્રે લગભગ ૭.૫૫ કલાકે અનુભવાયા હતા. રીપબ્લિક વર્લ્ડમાં પ્રકાશિત સમાચારમાં જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં ૫,૩૫૧ ટન ટીએનટી વિસ્ફોટકો જેટલી ઊર્જા ઉત્પન્ન થઈ હતી અને ભૂકંપમાં એટમ બોમ્બ વિસ્ફોટ કરતા ૦.૩ ગણી વધારે ઊર્જા હતી.
ઉદાહરણ તરીકે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ત્યારે એક બોમ્બમાં ૧૫,૦૦૦ ટન ટીએનટી વિસ્ફોટકો અને બીજા બોમ્બમાં ૨૧,૦૦૦ ટન ટીએનટી વિસ્ફોટકો ઉત્પન્ન થયા હતા.
અફઘાનિસ્તાનમાં ભૂકંપની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ૬.૩ ગીગાવોટ અવર્સ ઊર્જા ઉત્પન્ન કરી હતી. જે સરેરાશ ૪.૦૫ મિલિયન ઘરોને પ્રકાશિત કરવા માટે પૂરતી છે.
આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેની અસર ભારતમાં જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને અન્ય દેશો જેમ કે તાજિકિસ્તાન અને પાકિસ્તાન પર પણ પડી હતી. આ પહેલાં ૧ જાન્યુઆરીએ ભારતના ઉત્તરીય ભાગમાં ભૂકંપ આવ્યો હતો. એનસીએસના રિપોર્ટ મુજબ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં ૩.૮ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
આ ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું અને તેની ઊંડાઈ ૫ કિમી હતી. નોંધનીય છે કે, આ ભૂકંપના કારણે અફઘાનિસ્તાન અને ભારતમાં કોઇ જાનહાનિ કે નુકસાન થયું નથી. પરંતુ અફઘિસ્તાનમાં ગત વર્ષે આવેલા ભૂકંપે અસંખ્ય લોકોના જીવ લીધા હતા.
ગત વર્ષે જુલાઇમાં ૫.૯ની તીવ્રતાના ભૂકંપના કારણે ૧૦૦૦ અફઘાનિ લોકોના જીવ ગયા હતા. આંતરરાષ્ટ્રીય આપાત કોમ્યુનિટી અનુસાર, તે સમયે હજારો લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને લગભગ ૧૮૦૦ ઘરને નુક્શાન પહોંચ્યું હતું.SS1MS