પ્રિયંકાની દીકરીને સ્પાઈસી ઈન્ડિયન ફૂડ પસંદ હોવાનો થયો ખુલાસો
મુંબઈ, માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં પ્રિયંકા ચોપરાના ફેન્સ છે. બોલિવુડને અલવિદા કહી હોલિવુડમાં પગ મૂકનારી ‘દેસી ગર્લ’ હવે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. એક્ટ્રેસે અમેરિકન સિંગર નિક જાેનસ સાથે ડિસેમ્બર ૨૦૧૮માં લગ્ન કર્યા હતા અને તેમને ત્યાં જાન્યુઆરી ૨૦૨૨માં સરોગસીથી દીકરી માલતી મેરીનો જન્મ થયો હતો.
ત્યારથી બંને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સ જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમએમ (માલતી મેરીનું હુલામણું નામ) આમ તો દેખાવમાં પપ્પા પર ગઈ છે પરંતુ તેના કેટલાક ગુણ ચોપરા પરિવારના છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસે હાલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યો હતો.
મીડિયા સાથે વાતચીત કરતાં પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો હતો કે, તેની દીકરી માલતી મેરી ભલે તેના પિતા નિક જાેનસ જેવી દેખાતી હોય પરંતુ તે રિયલ ચોપરા છે.
આ સાથે તેણે ઉમેર્યું હતું કે, સ્સ્ ભારતીય વ્યંજનની ફેન છે અને તેને મટર પનીર તેમજ બિરયાની ખૂબ ભાવે છે. વધુમાં તેણે કહ્યું હતું કે, તેની એક વર્ષની ઢીંગલીને ચોપરા પરિવારની જેમ સ્પાઈસી અને ચટપટું ફૂડ ફાવે છે.
પ્રિયંકા લોસ એન્જલસમાં સેટલ થઈ તેને આમ તો ઘણો સમય થઈ ગયો પરંતુ તે આજે પણ તેના મૂળ સાથે જાેડાયેલી છે. વિદેશમાં રહેવા છતાં દિલથી તે ભારતીય છે અને દીકરીને પણ આ જ સંસ્કાર આપી રહી હોવાનું લાગે છે. જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા પરિવાર સાથે હાલ મુંબઈમાં છે. ગત ગુરુવારે તમામ વતન આવી પહોંચ્યા હતા. માલતી મેરી માટે ભારતની આ પહેલી વિઝિટ છે.
અહીંયા એક્ટ્રેસ કેટલાક ખાસ કારણથી આવી છે. તેણે પતિ નિક જાેનસ સાથે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે યોજાયેલી બે દિવસીય ઈવેન્ટમાં ગ્લેમ લૂકમાં હાજરી આપી હતી. હવે તે તેની સ્પાય થ્રિલર સીરિઝ ‘સિટાડેલ’નું પ્રમોશન કરી રહી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ‘સિટાડેલ’થી પ્રિયંકા ચોપરા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે.
આ સિવાય તેની પાસે રોમેન્ટિક કોમેડી ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ છે. તે ઘણા વર્ષ બાદ બોલિવુડમાં કમબેક કરવાની છે. એક્ટ્રેસ ફરહાન અખ્તરની ગર્લ ટ્રિપ પર આધારિત ફિલ્મ ‘જી લે ઝરા’માં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે.
આ પ્રોજેક્ટની જાહેરાત આશરે દોઢ વર્ષ પહેલા કરવામાં આવી હતી. જાે કે, કોઈને કોઈ કારણથી તેનું શૂટિંગ હજી સુધી શરૂ થયું નથી. પહેલા પ્રિયંકાના ઘરે દીકરીનો જન્મ થયો અને તે મમ્મી ડ્યૂટી નિભાવવામાં વ્યસ્ત થઈ ગઈ, તેના થોડા મહિના બાદ કેટરીના કૈફના લગ્ન થયા. જ્યારે તે ફ્લોર પર જવાની વાત થઈ રહી હતી ત્યારે આલિયા મમ્મી બની.SS1MS