કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે લોકલ કાયદા જાણવા જરૂરી બનશે
(એજન્સી)નવી દિલ્હી, હાયર એજ્યુકેશન માટે કેનેડા પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને વિઝાના નિયમો બદલાય તેવી શક્યતા છે.
મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાના કાયદાની જાણકારી ન હોવાથી તેઓ એડમિશન લે ત્યારે જ કેનેડાના કાયદાઓ વિશે જાણકારી આપવા વિચારવામાં આવ્યું છે. ઈન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સએ આ સમસ્યાના ઉકેલ માટે ઈમિગ્રેશન મંત્રી સમક્ષ મુદ્દો ઉઠાવ્યો છે. હવેથી ભારતીય સ્ટુડન્ટે કેનેડાના વિઝા મેળવતા અગાઉ એક ફરજિયાત ક્લોઝ પર સહી કરવી પડે તેવી શક્યતા છે. It will be necessary to know the local laws for Canada visa
તાજેતરમાં કેનેડામાં ૭૦૦થી વધારે પંજાબી વિદ્યાર્થીઓને લગતો વિવાદ થયો હતો જેમાં આ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવા પડે તેવી નોબત આવી હતી. હાલ પૂરતું તેમનું ડિપોર્ટેશન અટકી ગયું છે, પરંતુ સ્ટુડન્ટ્સમાં આ વિશે જાગૃતિ આવે તે જરૂરી છે.
કેનેડામાં ભારતીયોના સૌથી જૂના સંગઠનના પ્રેસિડન્ટે જણાવ્યું કે ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડાના કાયદા વિશે બહુ ઓછી માહિતી છે. તેના કારણે આ વિદ્યાર્થીઓ અને ભારતીયો-કેનેડિયનોને ભારે મુશ્કેલી પડી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓ એક્સિડન્ટમાં માર્યા જાય છે અને તળાવોમાં ડૂબી રહ્યા છે. તેનું કારણ છે કે તેમને કેનેડાના કાયદા વિશે જાણકારી નથી.
ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. અમુક કિસ્સામાં ભારતીય વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું પણ જાેવા મળ્યું છે. આ સ્ટુડન્ટ્સને ખબર નથી કે તેમને કોઈ પણ તકલીફ પડે તો કોની પાસે મદદ માંગવી.
ભારતમાંથી કોઈ પણ વિદ્યાર્થી કેનેડા આવે ત્યારે તેનું મોટા ભાગનું પેપરવર્ક એજન્ટો દ્વારા કરવામાં આવ્યું હોય છે. તેના કારણે તેમને કેનેડાના કાયદા અને નિયમો વિશે બહુ ઓછી માહિતી હોય છે.
એક્સપર્ટે જણાવ્યું કે ઈન્ડો-કેનેડિયન ચેમ્બરે ઇમિગ્રેશન મંત્રીને જણાવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાની સંસ્થામાં એડમિશન લે ત્યારે તેમને એક એકનોલેજમેન્ટ ફોર્મ પર સહી કરવા જણાવવામાં આવે.