વસ્ત્રાલ-વલ્લભસદનના ભુવા રીપેર થવામાં એક માસનો સમય લાગશે
દર વર્ષે એક હજાર કિલોમીટર રોડ પર ખોદકામ થાય છે-હાલ પેચવર્કની કામગીરી માટે ૩૦ર લેબરગેંગ, ૬ર ટ્રેકટર અને ૩૮ છોટા હાથીની મદદ લેવામાં આવી રહી છે. વરસાદ બાદ લગભગ ૪૩ સ્થળે ભુવા-બ્રેકડાઉન થયા છે.
(પ્રતિનિધી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં તા. ૧૦ અને ૧૧ જુલાઈએ ગણતરીના કલાકોમાં જ ૧૦ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકતાં ભારે તારાજી થઈ હતી. નાગરિકો ના ઘરોમાં ૬ ફુટ જેટલાં પાણી ભરાઈ ગયા હતા. જયારે રોડ-રસ્તા બિસ્માર થઈ ગયા છે. શહેરની સડકો પર ઠેરઠેર ખાડા અને ભુવા પડી ગયા છે. It will take a month to repair the Vastral-Vallabhasadan Pothole.
ગણત્રીના સમયમાં બારે મેધ ખાંગા થયા હતા તેવી સ્થિતીમાં મ્યુ. ઈજનેર અધિકારીઓએ રાત-દિવસ કામ કરીને ભરાયેલા પાણીનો નિકાલ કર્યો હતો. હવે વરસાદ બંધ થયા બાદ ખાડા અને ભુવા રીપેરીંગ ના કામને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જાે કે બે વિશાળ ભુવા રીપેરીંગ માટે એક મહિનાનો સમય લાગી શકે છે.
મ્યુનિ. ડે. કમિશ્નર આઈ. કે. પટેલ અને રમેશ મેરજા ના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે રોડ પર પડેલા ખાડા ઝડપથી પુરવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસ દરમ્યાન વેટમીકસ અને કોલ્ડમીકસની મદદથી પ૬૯પ ખાડા પુરવામાં આવ્યા છે. મ્યુનિ. કમિશ્નરની સુચના બાદ લેબરગેંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
જે પૈકી ર૮ સ્થળે ભુવા રીપેરીંગની જ્યાં માટીપુરણ કે વોટરીંગની કચાશ રહે તો પણ સેટલમેન્ટ થાય છે. મ્યુનિ. ઈજનેર વિભાગની સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ પ્રજાલક્ષી કામો શરૂ કરવામાં આવ્યા છે. જે સ્થળે વરસાદી પાણી ભરાયા છે તે વિસ્તારોમાં દવા છંટકાવ અને ફોગીંગના કામ શરૂ કરવામાં આવ્યા છે. તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતું.