Western Times News

Gujarati News

આલિયાએ ૫ વર્ષ પહેલા આ પાત્ર કર્યું હોત તો સારું હોતઃ સુનીલ લહરી

મુંબઈ, છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી એવી ચર્ચા ચાલી રહી છે કે ડિરેક્ટર નિતેશ તિવારી હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ‘રામાયણ’ પર આધારિત બીજી ફિલ્મ બનાવવા માટે વાતચીત કરી રહ્યા છે. It would have been better if Alia had done this character 5 years ago: Sunil Lahri

ત્યારે રામાનંદ સાગરની રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર અભિનેતા સુનીલ લાહિરી આ કાસ્ટિંગ વિશે શું જણાવી રહ્યા છે? વાત કરતા એક્ટર સુનીલ લાહિરીએ કહ્યું કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને સારા અભિનેતા છે અને લાગે છે કે તેઓ પણ આ વિષય સાથે ન્યાય કરશે.

રામના રોલ માટે રણબીર કપૂર ખૂબ જ સારો વિકલ્પ છે અને તે આ સારી રીતે કરી શકે છે. આલિયા વિશે વાત કરતાં સુનિલે કહ્યું, ‘આલિયા પણ ટેલેન્ટેડ છે પરંતુ મને લાગે છે કે જાે આલિયાએ પાંચ વર્ષ પહેલાં સીતાનું પાત્ર ભજવ્યું હોત તો તેણે પાત્રને વધુ સારો ન્યાય આપ્યો હોત. આ મારો અંગત અભિપ્રાય છે.

મને લાગે છે કે આલિયા છેલ્લાં કેટલાંક વર્ષોથી બદલાઈ ગઈ છે. મને ખબર નથી કે તે હવે સીતા તરીકે આલિયા કેટલી સારી દેખાશે. મળતી માહિતી મુજબ, બોલિવૂડ નિર્દેશક નિતેશ તિવારી હવે રામાયણ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, નિતેશ તિવારીએ આ ફિલ્મમાં દીપિકા પાદુકોણને બદલે આલિયા ભટ્ટને કાસ્ટ કરવાનો ર્નિણય લીધો છે. આ ફિલ્મમાં આલિયા અને રણબીર કપૂર લીડ રોલમાં જાેવા મળશે. જાે કે હજુ સુધી આ રોલ માટે મુખ્ય અભિનેતાના નામની પુષ્ટિ કરવામાં આવી નથી.

આદિપુરુષ ફિલ્મના વિવાદ બાદ રામાનંદ સાગરની આઇકોનિક રામાયણ ફરી એકવાર ટીવી પર ટેલિકાસ્ટ થવા જઇ રહી છે. ત્યારે રામાયણ શોના અભિનેતાનું કહેવું છે કે તેઓ રામાયણના નવા સંસ્કરણો લાવીને તેનો પ્રયોગ કરી શકતા નથી. ભાષા, પાત્રો અને દ્રશ્યો બધું જ પોત-પોતાની જગ્યાએ યોગ્ય લાગવું જાેઈએ અને પાત્રને યોગ્ય રીતે સમજવું જાેઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.