‘હવે ૬૦ વર્ષે મને લગન કરવાનું નહીં શોભે’: આમિર

મુંબઈ, આમિર ખાને પોતાના ૬૦મા જન્મદિવસની ઉજવણી પહેલાં પોતાની નવી પાર્ટનર ગૌરી સ્પ્રાટનો મીડિયાને પરિચય કરાવીને સમગ્ર દેશને ચોંકાવી દીધો છે.
આમિરનું આ પગલું તેનાં અંગત જીવન માટે ઘણું મહત્વનું ગણાય છે, કારણ કે તેણે ગૌરી સાથે પોતાના સંબંધ અને ભવિષ્યના આયોજનો વિશે ખુલીને વાત કરી હતી.
તેઓ લગભગ છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.આમિર અને ગૌરી ૨૫ વર્ષ પહેલાં પહેલી વખત મળ્યાં હતાં, પરંતુ પછી બંને વ્યસ્ત જીવનને કારણે સંપર્ક ગુમાવી બેઠાં હતાં. તેઓ બે વર્ષ પહેલાં ફરી સંપર્કમાં આવ્યાં, મળ્યાં અને તેમનો સંબંધ વિકસ્યો.
આમિરે ગૌરી પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું, “હું કોઈ એવી વ્યક્તિની શોધમાં હતો, જેની સાથે મને શાંતિનો અનુભવ થાય, જે મને શાંતિ આપી શકે. ત્યાં મને એ મળી ગઈ.”પોતાનો સંબંધ જાહેર કરવા અંગે આમિરે કહ્યું, “હવે અમે બંને એકબીજા સાથે કમિટેડ છીએ અને અમને બંનેને હવે આ સંબંધ જાહેર કકરવામાં કોઈ અસુરક્ષાનો ભય નહોતો. આ જ સારું છે, હવે મારે લોકોથી કશું છુપાવવું નહીં પડે.
હવે હું જો કાલે એની સાથે કોફી માટે જઉં તો તમે પણ સાથે આવી શકો.”આમિર આ પહેલાં બે લગ્નો કરી ચૂક્યો છે, રિના દત્તા અને કિરણ રાવ સાથે. જેમની સાથે તેને ત્રણ બાળકો છે. ત્યારે હવે ગૌરી સાથે લગ્ન બાબતે આમિરે કહ્યું, “અમે એકબીજાને સંપુર્ણ સમર્પિત છીએ.
હું બે વખત લગ્ન કરી ચૂક્યો છું. પરંતુ હવે ૬૦ વર્ષની ઉંમરે લગ્ન કદાચ મને શોભશે નહીં. પરંતુ જોઈએ.” ગૌરી સ્પ્રાટે અન્ય એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આમિરના પરિવારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. તેણે કહ્યું,“તેઓ મને દિલ ખોલીને મળ્યા છે. મને માનપૂર્વક સ્વીકારવામાં આવી છે.”
ગૌરીનો અનુભવ હકારાત્મક રહ્યો છે, પરિવારે તેને સ્વીકારી લીધી છે. આમિરના પરિવાર તરફથી મળેલી હુંફ અને લાગણીથી ગૌરી માટે તેમના પરિવારનો ભાગ હોવાનો અનુભવ સારો રહ્યો છે.
ગૌરી સ્પ્રાટ બેંગલુરુની છે અને તેને પણ છ વર્ષનું બાળક છે. તે એક જાણીતી સલૂન બ્રાન્ડમાં ૨૦૦૭થી પાર્ટનર અને ડિરેક્ટર છે, તેમજ તેણે લંડનની યુનિવર્સિટી ઓફ આટ્ર્સમાંથી ફેશન, સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફીની ડિગ્રી મેળવી છે. તે પોતાનું જીવન અંગત રાખવામાં માને છે, તેથી આમિરે ફોટોગ્રાફર્સને પણ તેના ફોટો પબ્લિશ ન કરવા રિક્વેલ્ટ કરી હતી. ગૌરી માટે આમિરે પ્રાઇવે સિક્યોરિટી એજન્સી પણ રાખેલી છે.SS1MS