Western Times News

Gujarati News

આઇટેલ મોબાઇલ ઇન્ડિયાએ ઋત્વિક રોશનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો

ભારતની અગ્રણી મોબાઇલ ફોન બ્રાન્ડ આઇટેલને ભારતીય સુપરસ્ટાર ઋત્વિક રોશનને એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરતાં ગર્વ થાય છે. itel Mobile India aims to build deeper brand and customer connect with Hrithik Roshan as the New Brand Ambassador

ઋત્વિકના બહોળા ચાહકવર્ગ સાથે તમામ સેગમેન્ટના ઉપભોક્તાઓ વચ્ચે લોકપ્રિયતા આઇટેલ મોબાઇલ ઇન્ડિયા માટે નવી વિકાસગાથાની શરૂઆત કરશે. આઇટેલએ એની નવી ટેગલાઇન #JodeIndiaKaHarDil.itel સાથે દરેક ભારતીય હૃદયને જોડતી બ્રાન્ડ તરીકે પોતાને સ્થાપિત કરી છે.

આઇટેલએ રૂ. 8,000થી ઓછી કિંમત ધરાવતા સેગમેન્ટમાં સૌથી મનપસંદ બ્રાન્ડ પૈકીની એક તરીકે પોતાની સ્થિતિને મજબૂત કરી છે તથા રેકોર્ડ પુનરાવર્તિત ગ્રાહકો સાથે ફર્સ્ટ-ટાઇમ ગ્રાહકો ધરાવે છે. બ્રાન્ડે ઉપભોક્તાઓ વચ્ચે ઊભા કરેલા વિશ્વાસને મજબૂત કરવા અને પોતાની વૃદ્ધિને વધારે વેગ આપવા આઇટેલએ ભારતીય સુપરસ્ટાર ઋત્વિક રોશન સાથે જોડાણ કરીને તેને કંપનીને નવો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.

ઋત્વિક સમગ્ર ભારતમાં બહોળો ચાહકવર્ગ ધરાવે છે અને એના ચાહકો અંતરિયાળ વિસ્તારોમાં પણ છે. સુપરસ્ટાર તરીકે તેનું સ્થાન ટેકનોલોજીને ઝડપથી અપનાવતા મિલેનિયલ યુગ સાથે સુસંગત છે, જે આઇટેલના ટેકનોલોજીને દરેક માટે સુલભ અને વાજબી બનાવવાના અભિયાન સાથે પ્રસ્તુત છે.

જ્યારે ઋત્વિક તેના રસપ્રદ વ્યક્તિત્વ સાથે નવો, તાજો અને વિશિષ્ટ દ્રષ્ટિકોણ લાવશે, ત્યારે આઇટેલ પથપ્રદર્શક ઉત્પાદનો પૂરાં પાડશે અને ગ્રાહકને શ્રેષ્ઠ સપોર્ટ પૂરો પાડશે. ઋત્વિક અને આઇટેલ મોબાઇલ ઇન્ડિયા ઉપભોક્તાઓ માટે બજારમાં નવો જોશ, રોમાંચ અને નવો દ્રષ્ટિકોણ લાવવા સજ્જ છે તથા આગામી દિવસોમાં તેમનું વિશિષ્ટ જોડાણ જોવા મળશે.

આઇટેલ મોબાઇલ ઇન્ડિયા વિશે પોતાના જોડાણ પર ઋત્વિક રોશને કહ્યું હતું કે, “હું ભારતીય ગ્રાહકોની આકાંક્ષાઓ અને જરૂરિયાતોને પૂર્ણ કરવાના આઇટેલના અભિયાનની પ્રશંસા કરું છું. પોતાના ટ્રેન્ડી, અદ્યતન છતાં વાજબી સ્માર્ટફોન્સ સાથે આઇટેલ મોબાઇલ ઉપભોક્તાઓને શ્રેષ્ઠ જીવન તરફ દોરી જવા ઉત્તમ અનુભવ સાથે સક્ષમ બનાવે છે. આઇટેલ સાથે હું ડિજિટલ પ્રગતિના મોરચે અને સક્ષમ બની રહેલા ભારતની આ ચમત્કારિક વિકાસગાથામાં સામેલ થવા આતુર છું.”

આ સીમાચિહ્નરૂપ બ્રાન્ડ જોડાણ પર ટ્રાન્સ્સિયોન (આઇટેલ) ઇન્ડિયાના સીઇઓ અરિજીત તાલપાત્રાએ કહ્યું હતું કે, “અમને આઇટેલ માટે ઋત્વિક રોશનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની બહુ ખુશી છે. તેની કરિશ્માઈ અને બહોળી અપીલ સાથે આઇટેલ ભારતની વધતી આકાંક્ષાઓને પૂર્ણ કરવા નવી ઊંચાઈએ પહોંચવા સજ્જ છે.

પરિણામે રૂ. 8,000થી ઓછી કિંમત ધરાવતા સ્માર્ટફોનના બજારમાં એક લીડર તરીકે અમારી પોઝિશન વધારે મજબૂત થશે. ઋત્વિક મહેનતુ, દ્રઢ અભિનેતાની સાથે સૌથી વધુ વિવિધતાસભર કલાકાર તરીકેની છાપ ધરાવે છે, જે અમારી બ્રાન્ડના સિદ્ધાંતો સાથે સુમેળ ધરાવે છે.

ભારતમાં આઇટેલની સફર અમારા ઉત્પાદનો, સેવા અને કસ્ટમાઇઝ સંચારના અભિગમ પર 8 કરોડ + ભારતીયોના વિશ્વાસ સાથે એટલી જ પ્રગતિશીલ અને લાભદાયક રહી છે, જે એક બ્રાન્ડ તરીકે અમને તેમના જીવનમાં વધારે પ્રસ્તુત બનાવે છે. અમારી નવી બ્રાન્ડ ટેગલાઇન #JodeIndiaKaHarDil.itel સાથે અમારો ઉદ્દેશ દરેક ભારતીયના જીવનમાં સકારાત્મક અસર લાવવાનો અને તેમને ટેકનોલોજીની તાકાત સાથે તેમના સ્વપ્નો સાકાર કરવામાં મદદ કરવાનો છે.”

આઇટેલ શરૂઆતથી વાસ્તવિક ભારતની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મોખરે છે તથા પોતાના ઉત્પાદનોમાં લેટેસ્ટ સુવિધાઓ અને ખાસિયતો અતિ વાજબી કે પરિવર્તિત કિંમતે પૂરી પાડે છે. ઋત્વિકનાં આકર્ષક વ્યક્તિત્વ અને જબરદસ્ત પ્રભાવ સાથે આઇટેલ એના પોર્ટફોલિયોને વધારે પ્રીમિયમ બનાવવા તથા રૂ. 10,000થી ઓછી કિંમત ધરાવતા સેગમેન્ટમાં મોટા, વધારે ધનિક વર્ગ સુધી પહોંચવા આતુર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.