Western Times News

Gujarati News

દહીં, લસ્સી, પનીર સહિત વસ્તુઓ ૧૮ જુલાઈથી મોંઘી થશે

નવીદિલ્હી, વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને ફરીથી ફટકો પડવાનો છે. આવનારી ૧૮ જુલાઈથી અનેક વસ્તુઓ માટે તમારે હવે વધુ પૈસા ચૂકવવા પડશે. જીએસટીની ૪૭મી બેઠક બાદ નાણામંત્રી ર્નિમલા સીતારમણે આ જાણકારી આપી.

નાણામંત્રીએ જણાવ્યું કે કેટલાક નવા ઉત્પાદનો અને કેટલીક વસ્તુઓ તથા સેવાઓ પર GST ના દર ૧૮ જુલાઈથી વધી જશે. ૧૮ જુલાઈથી આ વસ્તુઓના નવા રેટ લાગૂ થઈ જશે. જાણો કઈ વસ્તુઓ મોંઘી થશે અને કઈ વસ્તુઓ સસ્તી?

૧૮ જુલાઈથી પ્રી પેકેજ્ડ લેબલવાલા કૃષિ ઉત્પાદનો જેમ કે પનીર, લસ્સી, છાશ, પેકેજ્ડ દહીં, ઘઉનો લોટ, અન્ય અનાજ, મધ, પાપડ, ખાદ્યાન્ન, માંસ અને માછલી (ફ્રોઝનને બાદ કરતા), મમરા, તથા ગોળ જેવી પ્રોડક્ટ મોંઘી થશે. એટલે કે તેના પર ટેક્સ વધારવામાં આવ્યો છે. હાલ બ્રાન્ડેડ અને પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ૫ ટકા જીએસટી લાગે છે. જ્યારે અનપેક્ડ અને લેબલવગરનો સામાન કરમુક્ત છે. ૧૮ જુલાઈથી કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ મોંઘી તે ખાસ જાણો.Items including curd, lassi, paneer will become more expensive from July 18

વસ્તુઓ થશે મોંઘીઃ ટેટ્રાપેકવાળું દહીં, લસ્સી, અને બટરમિલ્ક મોંઘા થશે. કારણ કે તેના પર ૧૮ જુલાઈથી ૫ ટકા જીએસટી લાગશે જે પહેલા લાગતો નહતો.  ચેકબૂક બહાર પાડવા પર બેંકો તરફથી લેવાતી ફી પર હવે ૧૮ ટકા જીએસટી લાગશે.

હોસ્પિટલમાં ૫૦૦૦ રૂપિયા (બિન આઈસીયુ)થી વધુ ભાડાવાળા રૂમ પર ૫ ટકા જીએસટી લાગશે.  આ ઉપરાંત એટલાસ સહિત મેપ અને ચાર્જ પર હવે ૧૨ ટકાના દરથી જીએસટી લાગશે. હોટલોના ૧૦૦૦ રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડાવાળા રૂમ પર ૧૨ ટકા જીએસટી લાગશે જે પહેલા લાગતો નહતો.

એલઈડી લાઈટ્‌સ, એલઈડી લેમ્પ પર ૧૮ ટકા જીએસટી લાગશે જે પહેલા નહતો લાગતો.  બ્લેડ, પેપર કટ કરવાની કાતર, પેન્સિલ, સંચો, કાંટાવાળા ચમચા, ચમચા, સ્કિમર્સ અને કેક સર્વર્સ વગેરે પર પહેલા ૧૨ ટકા જીએસટી લાગતો હતો. જે હવે ૧૮ ટકાના દરે લાગશે.
વસ્તુઓ સસ્તી થશે.

૧૮ જુલાઈથી રોપવે દ્વારા મુસાફરો અને સામાનની અવરજવર સસ્તી થશે. કારણ કે તેના પર જીએસટી દર ૧૮ ટકાથી ઘટીને ૫ ટકા કરાયો છે.  સ્પ્લિટ્‌સ અને અન્ય ફ્રેક્ચર ઉપકરણ, શરીરના કૃત્રિમ અંગો, બોડી ઈમ્પ્લાન્ટ્‌સ, ઈન્ટ્રા ઓક્યૂલર લેન્સ પર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે.

ઈંધણના ખર્ચથી માલસામાનની હેરફેર કરતા ઓપરેટરોના ભાડા પર ય્જી્‌ ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવામાં આવશે.- ડિફેન્સ ફોર્સિસ માટે ઈમ્પોર્ટ થતી કેટલીક ખાસ વસ્તુઓ પર જીઅસટી લાગૂ થશે નહીં.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.